આસામના નિમતી ઘાટ પાસે ભીષણ બોટ દુર્ઘટના, 65 લોકોના ગુમ થવાના સમાચાર, શોધખોળ ચાલુ

|

Sep 08, 2021 | 8:16 PM

આસામના (Assam) નિમતી ઘાટ પાસે એક ભયાનક બોટ અકસ્માત થયો છે, જેમાં બે બોટ ટકરાઈ હતી. મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ (Himanta Biswa Sarma) અકસ્માતની પુષ્ટિ કરી હતી.

આસામના નિમતી ઘાટ પાસે ભીષણ બોટ દુર્ઘટના, 65 લોકોના ગુમ થવાના સમાચાર, શોધખોળ ચાલુ
બોટ દુર્ઘટના (સાંકેતીક તસવીર)

Follow us on

આસામના (Assam) જોરહાટમાં બુધવારે સાંજે એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં 100 મુસાફરોને લઈને જઈ રહેલી બે બોટ બ્રહ્મપુત્રા નદી પર ટકરાઈ હતી. આ દુર્ધટના બાદ લગભગ 65 લોકો ગુમ છે, જેમની શોધખોળ ચાલુ છે. જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. બંને બોટ જુદી જુદી દિશામાંથી આવી રહી હતી. એક બોટ જોરહાટના નિમતી ઘાટથી માજુલી જઈ રહી હતી, જ્યારે બીજી બોટ માજુલીથી જોરહાટ જઈ રહી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, બોટ માજુલી ઘાટથી માત્ર 100 મીટર દૂર હતી. બોટમાં લગભગ 25 થી 30 બાઇક પણ રાખવામાં આવી હતી.

નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની ટીમ રેસ્ક્યુ ઓપરેશન ચલાવીને લોકોને બચાવી રહી છે. અકસ્માત બાદ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે રાજ્યના મંત્રી બિમલ બોહરાને તાત્કાલિક સ્થળ પર પહોંચવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે કહ્યું છે કે તેઓ કાલે નિમતી ઘાટ જશે.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

પ્રધાનમંત્રીએ પણ આ દુર્ઘટના અંગે કર્યુ ટ્વીટ

આ ભયાનક દુર્ઘટના અને ચાલુ બચાવ કામગીરી વિશે માહિતી આપતા એનડીઆરએફના (NDRF) જનરલ ડાયરેક્ટર સત્ય એન પ્રધાને જણાવ્યું હતું કે, “આજે જોરહાટમાં બ્રહ્મપુત્ર નદીમાં 120 મુસાફરોને લઈને જઈ રહેલી બે બોટ અથડાઈ હતી, જેના કારણે ઘણા મુસાફરો ગુમ થયા હતા. દુર્ઘટના સ્થળે બચાવ કામગીરી ચાલુ છે. ”

નિમ્તી ઘાટ પર મુસાફરોથી ભરેલી બે બોટ ટકરાયા બાદ દુર્ઘટના સર્જાય હતી. અકસ્માત અંગે દુખ વ્યક્ત કરતા આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ ટ્વિટ કર્યું હતું કે, “જોરહાટમાં નિમતી ઘાટ પાસે થયેલી દુ:ખદ બોટ દુર્ઘટનાથી હું દુ:ખી છું. માજુલી અને જોરહાટ વહીવટીતંત્રને એનડીઆરએફ અને એસડીઆરએફની મદદથી બચાવ કામગીરી ઝડપી બનાવવા નિર્દેશ આપવામાં આવ્યા છે. આ સાથે રાજ્યમંત્રી બિમલ બોરાને તાત્કાલિક દુર્ઘટના સ્થળે જવાનું કહેવામાં આવ્યું છે. હું પોતે પણ કાલે નિમતી ઘાટ પર જઈશ. ”

આ પણ વાંચો :  Ambani Bomb Scare : NIAની તપાસમાં મોટા થયા ખુલાસા, બનાવટી રિપોર્ટ અને પૈસાની લેવડદેવડની મળી મહત્વની કડી

આ પણ વાંચો : Antilia Bomb Scare Case : પરમબીર સિંહે રીપોર્ટમાં ચેડા કરવા માટે લાંચ આપી હોવાનો મોટો ખુલાસો,આતંકી સંગઠન જૈશ-ઉલ-હિન્દનું નામ નાખ્યું

Published On - 6:09 pm, Wed, 8 September 21

Next Article