Ambani Bomb Scare : NIAની તપાસમાં મોટા થયા ખુલાસા, બનાવટી રિપોર્ટ અને પૈસાની લેવડદેવડની મળી મહત્વની કડી
ઈશાન સિન્હા નામના સાયબર નિષ્ણાતે એનઆઈએને જણાવ્યું છે કે પરમબીર સિંહના કહેવા પર તેણે જૈશ-ઉલ-હિન્દ દ્વારા અંબાણીના પરિવારને ધમકીઓ આપવા અંગે ટેલિગ્રામ પર બનાવટી અહેવાલ આપ્યો હતો. તે જ સમયે, સચિન વાજેની ગર્લફ્રેન્ડે પૈસાના ટ્રાન્ઝેક્શન અંગે મોટા ખુલાસા કર્યા છે.
NIA ની તપાસમાં પરમબીર સિંહ (Parambir Singh) અને સચિન વાઝે (sachin vaze) વિશે મોટા ખુલાસા થયા છે. ઈશાન સિન્હા નામના સાયબર નિષ્ણાતે (Cyber Expert) એનઆઈને (NIA) આપેલું નિવેદન એકદમ ચોંકાવનારું છે. પરમવીર સિંહે ઈશાન પાસે ટેલીગ્રામ પર જૈશ-ઉલ-હિન્દ દ્વારા અંબાણી પરિવારને ધમકી આપવા અંગેનો એક મોડીફાઈડ (Fake Report) બનાવડાવીને આપ્યો હતો. આ એવો જ રીપોર્ટ હતો જે ઈશાને ઇઝરાયેલ દૂતાવાસની બહાર બ્લાસ્ટ થયા બાદ દિલ્હી સ્પેશિયલ સેલને રિપોર્ટ સોપ્યો હતો.
ઈશાને એ જ રિપોર્ટ બદલીને તેમાં અંબાણીને આપવામાં આવેલું એક ધમકીભર્યું પોસ્ટર લગાવીને ધમકી ભર્યો બનાવટી રિપોર્ટ પરમવીર સિંહના કહેવા પર બનાવ્યો, જેથી સાબિત થઈ શકે કે અંબાણીને ધમકી તિહાડથી આવી હતી. આ રિપોર્ટના બદલામાં પરમવીર સિંહે ઈશાનને તેની કેબિનમાં 5 લાખ રૂપિયા પણ આપ્યા હતા.
સચિન વાજેની ગર્લફ્રેન્ડે સનસનીખેજ ખુલાસો કર્યો
બીજી બાજુ, અમારી સહયોગી ચેનલ ટીવી 9 ભારતવર્ષ પાસે સચિન વાજેની કથિત ગર્લફ્રેન્ડ મીના જ્યોર્જનું નિવેદન છે, જેમાં મીનાએ એનઆઈએને આપેલા નિવેદનમાં ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. મીનાએ એનઆઈએને જણાવ્યું કે તે વ્યવસાયે મહિલા એસ્કોર્ટ છે. વાજે તેની સાથે ઘણા વર્ષોથી રિલેશનશિપમાં હતા.
મીનાને કહ્યું કે તે 2011 માં વાજેને 5 સ્ટાર હોટલમાં મળી હતી, ત્યારથી લઈને વાજેના પોલીસ સેવામાં જોડાતા પહેલા વાજેને વારંવાર મળતી હતી. વાજેના કહેવાથી મીનાએ કેટલીક કંપનીઓની નોંધણી કરાવી હતી. મુંબઈ પોલીસમાં પરત ફર્યા બાદ, વાજેએ મીનાને એસ્કોર્ટની નોકરી છોડવા કહ્યું અને મુંબઈ પોલીસમાં ફરીથી જોડાયા બાદ તેના ખર્ચને પહોંચી વળવા દર મહિને 50,000 આપવાનું શરૂ કર્યું.
1.5 કરોડના વ્યવહારો સામે આવ્યા
વાજે દ્વારા તેને બે અલગ અલગ પ્રસંગોએ 40 લાખ અને 36 લાખ રોકડા તેને આપવામાં આવ્યા હતા અને ઓબેરોય હોટલમાં રોકાણ દરમિયાન ફરી તેની પાસેથી પાછા લીધા હતા. એનઆઈએ (NIA) ને બંનેના સંયુક્ત રીતે સંચાલિત લોકરમાં રોકડ પણ મળી હતી. વાજેના કહેવા પર મીના દ્વારા સ્થાપિત કંપનીઓ પાસેથી 1.5 કરોડ રૂપિયાના વ્યવહારો પણ મળી આવ્યા છે. મીનાએ એનઆઈએને કહ્યું કે તેના એકાઉન્ટમાં કોણ પૈસા મોકલતુ હતું, આ વીશે માત્ર સચિન વાજે જ જાણે છે. આ એકાઉન્ટના બ્લેન્ક ચેકમાં તેણે સહી કરીને સચિન વાજેને આપ્યા હતા.
આ પણ વાંચો : Antilia Bomb Scare Case: એન્ટિલિયા બહાર વિસ્ફોટક મળ્યા બાદ નીતા અંબાણીએ ગુજરાત પ્રવાસ રદ કરી નાખ્યો હતો