રાજસ્થાનમાં સીએમ પદના નામને લઇને ઘમાસાણ, ધારાસભ્ય દળની બેઠકમાં ભાગ નહીં લે ગેહલોત જૂથ

|

Sep 25, 2022 | 10:01 PM

રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતના (Ashok Gehlot) નિવાસસ્થાને આજે સાંજે યોજાનારી કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં વિલંબ થઈ રહ્યો છે. હજુ બેઠક શરૂ થઈ નથી. સૂત્રોના જણાવ્યા મુજબ ગેહલોત કેમ્પના ધારાસભ્યો આ બેઠકમાં હાજરી આપશે નહીં.

રાજસ્થાનમાં સીએમ પદના નામને લઇને ઘમાસાણ, ધારાસભ્ય દળની બેઠકમાં ભાગ નહીં લે ગેહલોત જૂથ
Ashok Gehlot

Follow us on

રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતના (Ashok Gehlot) નિવાસસ્થાને આજે સાંજે યોજાનારી કોંગ્રેસ વિધાનમંડળની બેઠકમાં વિલંબ થઈ રહ્યો છે. હજુ બેઠક શરૂ થઈ નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર ગેહલોત કેમ્પના ધારાસભ્યો આ બેઠકમાં હાજરી આપશે નહીં. ગેહલોત કેમ્પના 56 ધારાસભ્યો મંત્રી શાંતિ ધારીવાલના ઘરે હાજર છે. ગેહલોત કેમ્પ ઇચ્છે છે કે સચિન પાયલટને (Sachin Pilot) સીએમ બનાવવામાં ન  આવે. સૂત્રો દ્વારા મળતી મહિતી મુજબ  આ બેઠકમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત પોતાનું રાજીનામું સ્પીકર સીપી જોશીને સોંપી શકે છે.

તમને જણાવી દઈએ કે કોંગ્રેસે રાજસ્થાનમાં રવિવારે સાંજે 7 વાગે સીએમ અશોક ગેહલોતના જયપુર સ્થિત નિવાસસ્થાને પોતાના ધારાસભ્ય દળની બેઠક બોલાવી હતી, પરંતુ હજુ સુધી બેઠક શરૂ થઈ નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં રાજસ્થાનના આગામી મુખ્યમંત્રીના નામ પર નિર્ણય લેવામાં આવશે. જો અશોક ગેહલોત આગામી સીએમના નામ પર સહમત થયા બાદ રાજીનામું આપે છે તો ગેહલોત કેમ્પના ધારાસભ્યો શક્તિ પ્રદર્શન કરી શકે છે. આ ધારાસભ્યોનું કહેવું છે કે અશોક ગેહલોતને સ્પીકર પદની સાથે મુખ્યમંત્રી પદ પણ સંભાળવું જોઈએ.

ધારાસભ્યોની બેઠકમાં આવવાની ના પાડી

ગેહલોત કેમ્પના મોટાભાગના ધારાસભ્યોએ કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં ભાગ લેવાની  ના પાડી દીધી છે. તેમને શહેરી વિકાસ મંત્રી શાંતિ ધારીવાલના નિવાસસ્થાને બેઠક કરી હતી. શાંતિ ધારીવાલના ઘરે આયોજિત બેઠકમાં ગેહલોત જૂથના પાર્ટીના ડેપ્યુટી વ્હીપ મહેન્દ્ર ચૌધરી, ધારાસભ્ય ડેનિશ અબરાર, મહેશ જોશી અને ગોવિંદ રામ મેઘવાલ સામેલ થયા હતા. મંત્રી શાંતિ ધારીવાલે ધારાસભ્યોને ભેગા કર્યા અને મંત્રીઓએ સચિન પાયલટની મુખ્યમંત્રી તરીકે નિમણૂકનો વિરોધ કર્યો. બેઠકમાં હાજરી આપવા આવેલા આપત્તિ અને રાહત પ્રબંધન મંત્રી ગોવિંદ રામ મેઘવાલે કહ્યું કે અશોક ગેહલોત જ મુખ્યમંત્રી રહેશે. અત્યાર સુધી તેમણે અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવી નથી. જ્યારે તેઓ પોતાનું નોમિનેશન કરે ત્યારે સીએમ પદ પર વાત થવી જોઈએ. ગોવિંદ રામ મેઘવાલે કહ્યું કે જે ધારાસભ્યોએ કટોકટીમાં સરકારનું સમર્થન કર્યું છે, તેમની વાત સાંભળવી જોઈએ.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ગેહલોત કેમ્પ નથી ઈચ્છતા કે પાયલટ બને સીએમ

શાંતિ ધારીવાલના નિવાસસ્થાને કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્ર સિંહ ગુડાએ કહ્યું કે જો તમામ 102 ધારાસભ્યો બેઠકમાં હાજર નહીં રહે તો શું સરકાર બહુમતી ગુમાવશે નહીં? હું આ બેઠકમાં ભાગ લઈ રહ્યો નથી. મારા ઘરે ધારાસભ્યો પણ છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગેહલોત સચિન પાયલટના સીએમ તરીકે વિરોધ કરી રહ્યા છે અને ઈચ્છે છે કે ધારાસભ્યો તેમના મનની વાત કરે. રિપોર્ટ મુજબ સચિન પાયલટ કોંગ્રેસ અધ્યક્ષ પદના પ્રબળ દાવેદાર છે, પરંતુ જો અશોક ગેહલોત કેમ્પ લડશે તો વર્તમાન રાજસ્થાન કોગ્રેંસ પ્રમુખ  ગોવિંદ સિંહ ડોટાસરા અને  રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ ડો. સીપી જોશી જેવા અન્ય નેતાઓના નામ સામે આવી શકે છે.

મંત્રી સુભાષ ગર્ગે પાયલટ કેમ્પ પર સાધ્યું નિશાન

ગેહલોત કેમ્પના અન્ય એક મંત્રી સુભાષ ગર્ગે કહ્યું કે અશોક ગેહલોતને કોંગ્રેસ અધ્યક્ષની સાથે સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી પણ રહેવું જોઈએ. તેમણે કહ્યું કે એ ખબર નથી કે પાર્ટીના કેટલાક લોકોએ સરકારને તોડવા માટે ભાજપ સાથે મળીને ષડયંત્ર રચ્યું હતું. સત્તાની ચાવી આવા લોકોના હાથમાં ન આપવી જોઈએ. આ લોકો પાર્ટીને વધુ નબળી બનાવી શકે છે. ગર્ગે કહ્યું કે જે 102 ધારાસભ્યોએ સરકારને બચાવી હતી તેનું સન્માન કરવું જોઈએ.

Published On - 9:50 pm, Sun, 25 September 22

Next Article