સોનિયા ગાંધીને સોંપવામાં આવેલી ચિઠ્ઠીમાં અશોક ગેહલોતને મળી ક્લીનચીટ

|

Sep 27, 2022 | 8:29 PM

રાજસ્થાન (Rajasthan) મામલાના નિરીક્ષકો મલ્લિકાર્જુન ખડગે અને અજય માકનને કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને નવ પાનાનો રિપોર્ટ સોંપ્યો છે. રિપોર્ટમાં બંને નિરીક્ષકોએ મુખ્યમંત્રી અશોક ગેહલોતને (Ashok Gehlot) ક્લીનચીટ આપી છે.

સોનિયા ગાંધીને સોંપવામાં આવેલી ચિઠ્ઠીમાં અશોક ગેહલોતને મળી ક્લીનચીટ
Ashok Gehlot (File photo)

Follow us on

રાજસ્થાન (Rajasthan) મામલાના નિરીક્ષકો મલ્લિકાર્જુન ખડગે અને અજય માકને કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને નવ પાનાનો રિપોર્ટ સોંપ્યો છે. રિપોર્ટમાં બંને નિરીક્ષકોએ મુખ્યમંત્રી અશોક ગેહલોતને (Ashok Gehlot) ક્લીનચીટ આપી છે. આ ક્લીનચીટ ટેકનિકલી આપવામાં આવી છે. આ સાથે જ રિપોર્ટમાં મંત્રી શાંતિ ધારીવાલ, મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસ અને ધર્મેન્દ્ર રાઠોડ વિરુદ્ધ કાર્યવાહીની ભલામણ કરવામાં આવી છે. આ સાથે અન્ય કેટલાક નેતાઓ સામે પણ કાર્યવાહીની ભલામણ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે 25 સપ્ટેમ્બરે રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતના ઘરે કોંગ્રેસ વિધાનસભ્ય દળની બેઠક મળવાની હતી. આ બેઠકમાં દિલ્હીના બે નિરીક્ષકો, મલ્લિકાર્જુન ખડગે અને અજય માકન હાજરી આપવા આવ્યા હતા, પરંતુ બેઠક શરૂ થાય તે પહેલા ગેહલોત જૂથના 92 ધારાસભ્યોએ સ્પીકર ડો. સી.પી. જોશીને તેમના રાજીનામા સોંપી દીધા હતા. તેમને કહ્યું કે આ બેઠક સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવવા માટે યોજાઈ રહી છે. અમે અમારા વડા અશોક ગેહલોતને રાજ્ય છોડવા નહીં દઈએ. તેમને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની સાથે તેમને મુખ્યમંત્રી બનવાની પણ છૂટ આપવી જોઈએ.

સોનિયાએ લેખિતમાં રિપોર્ટ આપવા કહ્યું હતું

બંને નિરીક્ષકો ધારાસભ્યોની લગભગ 5 કલાક સુધી રાહ જોતા રહ્યા, પરંતુ ગેહલોત જૂથના એક પણ ધારાસભ્ય બેઠકમાં પહોંચ્યા ન હતા. કોંગ્રેસ હાઈકમાન્ડે ધારાસભ્યોના આ વલણ પર નારાજગી વ્યક્ત કરી છે. તેમજ બંને નિરીક્ષકોને દિલ્હી આવીને મામલાની જાણ કરવા પણ કહ્યું હતું. દિલ્હીમાં જ્યારે મલ્લિકાર્જુન ખડગે અને અજય માકન સોનિયા ગાંધીને મળવા પહોંચ્યા, ત્યારે સોનિયાએ બંનેને લેખિત રિપોર્ટ આપવા કહ્યું ત્યારબાદ આજે બંને નિરીક્ષકોએ 9 પાનાનો રિપોર્ટ સોંપ્યો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ક્લીનચીટ મળ્યા બાદ ગેહલોતને મળી રાહત

આ રિપોર્ટમાં બંને નિરીક્ષકો દ્વારા મુખ્યમંત્રી અશોક ગેહલોતને ક્લીનચીટ આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ ક્લીનચીટ ટેકનિકલી આપવામાં આવી છે. રિપોર્ટમાં આ સમગ્ર હંગામાના મુખ્ય સૂત્રધાર મંત્રી શાંતિ ધારીવાલ અને મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસ સામે કાર્યવાહીની ભલામણ કરવામાં આવી છે. આ બે મંત્રીઓ સિવાય કોંગ્રેસના નેતા ધર્મેન્દ્ર રાઠોડ સામે પણ કાર્યવાહીની ભલામણ કરવામાં આવી છે. અન્ય નેતાઓ સામે પણ કાર્યવાહી થઈ શકે છે તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. હાલમાં આ સમગ્ર રાજકીય ઘટનાક્રમમાં અશોક ગેહલોતને ક્લીનચીટ મળવી તેમના માટે રાહતના સમાચાર હશે.

Next Article