Asad Ahmed Encounter: ઘરની સામે જ દફનાવવામાં આવશે અસદનો મૃતદેહ, ગુલામનો મૃતદેહ પરિવારે ‘ના’ સ્વીકારતા બિનવારસી દફન કરાશે
અસદ અહમદના દાદાના દાવા બાદ અસદ અહેમદના મૃતદેહને અતીક અહેમદની પત્નીના ઘરની સામે કસારી મસારી સ્થિત કબ્રસ્તાનમાં દફનાવવામાં આવશે. ત્યારે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા શૂટર ગુલામના પરિવારના સભ્યોએ તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. હવે પોલીસ પોતે ગુલામનો મૃતદેહ દફનાવશે.

ઉમેશ પાલ મર્ડર કેસના આરોપી અને માફિયા ગેંગસ્ટર અતીક અહેમદના પુત્ર અસદ અહેમદનો મૃતદેહ તેના દાદાના ઘરે સોંપવામાં આવશે. માફિયા ગેંગસ્ટર અતીક અહેમદના સસરા એટલે કે અસદ અહેમદના દાદાએ તેનો મૃતદેહ લઈ જવાનો દાવો કર્યો હતો. અસદ અહમદના દાદાના દાવા બાદ અસદ અહેમદના મૃતદેહને અતીક અહેમદની પત્નીના ઘરની સામે કસારી મસારી સ્થિત કબ્રસ્તાનમાં દફનાવવામાં આવશે. ત્યારે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા શૂટર ગુલામના પરિવારના સભ્યોએ તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. હવે પોલીસ પોતે ગુલામનો મૃતદેહ દફનાવશે.
આપને જણાવી દઈએ કે ઉમેશ પાલ હત્યા કેસના આરોપી અસદ અને શૂટર ગુલામ બંને ગુરુવારે ઝાંસીમાં ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) સાથે એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. યુપી પોલીસે આ બંને પર 5 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું. અસદ અને શૂટર ગુલામ બંને પ્રયાગરાજમાં ઉમેશ પાલ હત્યા કેસમાં આરોપી હતા.
અતીક અહેમદે પુત્ર અસદના મૃત્યુ માટે પોતાને જવાબદાર ગણાવ્યો હતો
સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રયાગરાજની નૈની જેલમાં બંધ અતીક અહેમદે પોલીસ પાસે તેમના પુત્ર અસદ અહેમદની દફનવિધિમાં હાજરી આપવા માટે પરવાનગી માંગી હતી. પરંતુ પોલીસે સુરક્ષાના કારણોસર અતીક અહેમદને મંજૂરી આપી ન હતી. પુત્ર અસદ અહેમદના એન્કાઉન્ટર પર અતીક અહેમદે કહ્યું હતું કે અસદના મૃત્યુ માટે તે જવાબદાર છે.
બસપા ધારાસભ્ય રાજુ પાલની હત્યાના સાક્ષી ઉમેશ પાલ પર વરસાવી હતી ગોળી
વર્ષ 2005માં બહુજન સમાજ પાર્ટી (BSP)ના ધારાસભ્ય રાજુ પાલની હત્યાના મુખ્ય સાક્ષી ઉમેશ પાલને 24 ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં તેના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. માફિયા ગેંગસ્ટર અતીક અહેમદ, તેના ભાઈ અશરફ, પુત્ર અસદ અહેમદ અને અન્યને યુપી પોલીસે ઉમેશ પાલ હત્યા કેસમાં આરોપી બનાવ્યા હતા. અતીક અહેમદ 2005ના રાજુ પાલ મર્ડર કેસમાં પણ આરોપી છે અને હાલમાં તે પ્રયાગરાજની નૈની જેલમાં કેદ છે.
બિનવારસી મૃતદેહ શું છે
જો કોઈ વ્યકિતનું મૃત્યુ એવા વિસ્તારમાં થાય કે જ્યાં તેનું કોઈ કાયમી રહેઠાણ ન હોય અને તે વ્યક્તિના મૃતદેહનો તેના નજીકના સંબંધી દ્વારા નિયત સમયમાં દાવો કરવામાં ન આવે, તો તે સ્થળના અધિકૃત અધિકારી તેનો કબજો લેશે.
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…