પોલીસ રિમાન્ડ પર જતા જ ભાજપના બગડેલા નેતાના તેવર ઠેકાણે આવી ગયા, પીડિતાને હવે બેન ગણાવવાનું શરૂ કર્યુ

|

Aug 10, 2022 | 8:48 AM

શ્રીકાંત ત્યાગીને (Srikanth Tyagi) મંગળવારે સ્થાનિક અદાલતે 14 દિવસની ન્યાયિક કસ્ટડી (Judicial Custody) મોકલી આપ્યો હતો. આ દરમિયાન આરોપી શ્રીકાંત ત્યાગીએ આરોપ લગાવ્યો કે આ ઘટના રાજકીય છે અને મને રાજકીય રીતે ખતમ કરવા માટે કરવામાં આવી છે.

પોલીસ રિમાન્ડ પર જતા જ ભાજપના બગડેલા નેતાના તેવર ઠેકાણે આવી ગયા, પીડિતાને હવે બેન ગણાવવાનું શરૂ કર્યુ
Shrikant Tyagi was sent to judicial custody for 14 days by the court. (file photo)

Follow us on

ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટી(Grand Omax Society) , નોઈડા સેક્ટર 93-બીમાં એક મહિલા સાથે અભદ્ર વર્તનના કેસમાં ધરપકડ કરાયેલા આરોપી શ્રીકાંત ત્યાગી(Srikant Tyagi)ને મંગળવારે સ્થાનિક અદાલતે 14 દિવસની ન્યાયિક કસ્ટડી(Judicial Custody)માં મોકલી આપ્યો હતો. આ દરમિયાન આરોપી શ્રીકાંત ત્યાગીએ કહ્યું કે મને આ ઘટનાનો અફસોસ છે, તે મહિલા મારી બહેન જેવી છે. ત્યાગીનો આરોપ છે કે આ ઘટના રાજકીય છે અને મને રાજકીય રીતે બરબાદ કરવા માટે કરવામાં આવી છે.

હકીકતમાં, મંગળવારે પોલીસ કમિશ્નર આલોક સિંહે જણાવ્યું કે શ્રીકાંત ત્યાગી (34)ને નોઈડા પોલીસે મેરઠથી ધરપકડ કરી છે. ત્યાગીની સાથે તેના ત્રણ સાથીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે તમામ આરોપીઓને ગૌતમ બુદ્ધ નગર જિલ્લા અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ત્યાગીએ કાર પર MLAનું સ્ટીકર લગાવીને પોતાની ઓળખ ખોટી રીતે રજૂ કરી હતી અને આ સ્ટીકર તેમને સમાજવાદી પાર્ટી (SP)ના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ આપ્યું હતું.

ત્યાગી પાસેથી મહત્વની માહિતી

પોલીસ કમિશનરે કહ્યું કે શ્રીકાંત ત્યાગીની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે, તેના ફરાર થવા દરમિયાન તેને કોણે આશ્રય આપ્યો તેની પણ માહિતી મેળવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે પૂછપરછ દરમિયાન ત્યાગી પાસેથી કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળી છે, જેના આધારે પોલીસ આગળની કાર્યવાહી કરશે. આ પહેલા નોઈડા પોલીસે ત્યાગીને ફરાર જાહેર કર્યો હતો અને તેના પર 25,000 રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું હતું, ત્યારબાદ ત્યાગીએ ગૌતમ બુદ્ધ નગર જિલ્લાની કોર્ટમાં આત્મસમર્પણ સંબંધિત અરજી દાખલ કરી હતી.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

વૃક્ષારોપણનો વિવાદ

આપને જણાવી દઈએ કે સેક્ટર 93-બી સ્થિત ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીમાં રહેતી એક મહિલાએ શ્રીકાંત ત્યાગી દ્વારા સોસાયટીમાં નિયમોનું ઉલ્લંઘન કરીને કેટલાક વૃક્ષો વાવવા સામે વાંધો ઉઠાવ્યો હતો, ત્યારબાદ ત્યાગીએ મહિલા સાથે કથિત રીતે અભદ્ર વર્તન કર્યું હતું અને તેને ધક્કો પણ મારવામાં આવ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો.

વિપક્ષે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા

શ્રીકાંત ત્યાગી પોતાને ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે જોડાયેલા તરીકે ઓળખાવે છે, જ્યારે પાર્ટીએ તેમનાથી અંતર રાખ્યું છે. તે જ સમયે, વિપક્ષી પાર્ટીઓએ આ મામલાને લઈને ભાજપ પર નિશાન સાધ્યું છે. વિરોધ પક્ષોએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે ત્યાગીની કથિત તસવીરો પણ શેર કરી છે.

Published On - 8:48 am, Wed, 10 August 22

Next Article