બિપિન રાવત બન્યા દેશના પ્રથમ CDS, જાણો કેમ આ પદની જરૂર પડી

|

Dec 31, 2019 | 4:48 AM

ભારતીય સેના પ્રમુખ જનરલ બિપિન રાવત દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) હશે. જનરલ બિપિન રાવત ભારતીય સેના પ્રમુખના પદથી આજે નિવૃત થઈ રહ્યા છે અને તે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનો પદભાર ગ્રહણ કરશે. #Delhi: Army Chief General Bipin Rawat who has been appointed as the first Chief of Defence Staff of the country, […]

બિપિન રાવત બન્યા દેશના પ્રથમ CDS, જાણો કેમ આ પદની જરૂર પડી

Follow us on

ભારતીય સેના પ્રમુખ જનરલ બિપિન રાવત દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) હશે. જનરલ બિપિન રાવત ભારતીય સેના પ્રમુખના પદથી આજે નિવૃત થઈ રહ્યા છે અને તે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનો પદભાર ગ્રહણ કરશે.

વડાપ્રધાન મોદીએ આ વર્ષે 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી દેશની ત્રણ સેનાઓની વચ્ચે તાલમેલને વધારે સારો બનાવવા માટે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે CDSનું નવું પદ બનાવવાની જાહેરાત કરી હતી. ત્યારથી સૌથી સીનિયર મિલિટ્રી કમાન્ડર હોવાના કારણે સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતને દેશના પ્રથમ CDS બનવાની અટકળો ચાલી રહી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જનરલ બિપિન રાવત ભારતીય સેનાધ્યક્ષ તરીકે પોતાનો 3 વર્ષનો કાર્યકાલ પુરો કરીને આજે નિવૃત થઈ રહ્યા છે. ત્યારબાદ તે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનું પદ ગ્રહણ કરશે. 62 વર્ષના બિપિન રાવત 3 વર્ષ સુધી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદ પર રહેશે.

CDSની શું હશે ભૂમિકા

સેનાધ્યક્ષ બિપિન રાવતને પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ મળ્યા પછી હવે સવાલ ઉભો થાય છે કે આ મુખ્ય પદની પાસે જવાબદારી શું રહેશે. સૌથી મહત્વની જવાબદારી રહેશે ત્રણે સેનાઓની વચ્ચે તાલમેલને વધારે સારૂ બનાવવા માટે ઝડપી જ Department Of Military Affairsનું ગઠન કરવામાં આવે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તેના ચીફ હશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

CDSનો બીજો રોલ ચીફ ઓફ સ્ટાફ કમેટીના સ્થાયી અધ્યક્ષનો હશે. જેમાં CDSની ભૂમિકા સશસ્ત્ર દળો અને તે માટેના નાણાં વ્યવસ્થાપનની કામગીરીમાં પરસ્પર સંકલનની રહેશે. CDS ત્રણે સેનાઓથી જોડાયેલા મુદ્દાઓ પર રક્ષા મંત્રીના પ્રિન્સીપલ મિલિટ્રી એડવાઈઝર પણ હશે. CDS સેનાના ત્રણે પક્ષોના પ્રમુખોની જેમ જ 4 સ્ટારવાળા ઓફિસર હશે પણ પ્રોટોકોલમાં આગળ હશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પદની કેમ જરૂર પડી

1999માં થયેલા કારગિલ યુદ્ધ પછી જ્યારે 2001માં તત્કાલીન નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીની અધ્યક્ષતામાં ગઠિત ગ્રુપ ઓફ મિનિસ્ટર્સે સમીક્ષા કરી તો જાણવા મળ્યું કે ત્રણે સેનાઓની વચ્ચે સમન્વયની કમી રહી છે. જો ત્રણે સેનાઓની વચ્ચે યોગ્ય તાલમેળ હોય તો નુકસાનને ખુબ ઓછુ કરવામાં આવી શકતું હતું.

આ પણ વાંચો: VIDEO: વધુ ઠંડી સહન કરવા માટે થઈ જાવો તૈયાર, હાડ થીજવતી ઠંડી વચ્ચે રાજ્યમાં કોલ્ડવેવની આગાહી

તે સમયે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે CDSનું પદ બનાવવાની સલાહ આપવામાં આવી હતી પણ રાજનીતિક સહમતિ ના હોવાના લીધે આ કામ પુરૂ થઈ શક્યું નહતું. ત્યારે મોદી સરકારે તેને પુરૂ કરી દીધું છે અને CDSની જવાબદારીઓ નક્કી કર્યા પછી ચીફની જાહેરાત પણ કરી દીધી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:39 am, Tue, 31 December 19

Next Article