અમિત શાહે રાજસ્થાનમાં સરકારને તોડવાનો પ્રયાસ કર્યો હતો, અશોક ગેહલોતે કર્યો આક્ષેપ

|

Dec 07, 2021 | 9:48 PM

અશોક ગેહલોતે આરોપ લગાવ્યો કે શાહની ઓફિસ અને ધર્મેન્દ્ર પ્રધાનના નિવાસસ્થાનમાં સરકારને ઉથલાવી પાડવા માટે કાવતરું ઘડવામાં આવ્યું હતું.

અમિત શાહે રાજસ્થાનમાં સરકારને તોડવાનો પ્રયાસ કર્યો હતો, અશોક ગેહલોતે કર્યો આક્ષેપ
Ashok Gehlot ( File Photo)

Follow us on

રાજસ્થાનમાં ( Rajasthan )ગયા વર્ષના રાજકીય કટોકટી માટે ભાજપ (BJP) પર પ્રહાર કરતા, મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે (Chief Minister Ashok Gehlot)મંગળવારે કહ્યું હતું કે રાજ્ય સરકારને તોડવાના પ્રયાસોને નિષ્ફળ બનાવીને રાજસ્થાને ઇતિહાસ રચ્યો છે, જે ભવિષ્યમાં લોકશાહીને બચાવવામાં મદદ કરશે. ગેહલોતે આરોપ લગાવ્યો કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah) અને NDA સરકારના અન્ય કેન્દ્રીય પ્રધાનો રાજસ્થાનની કોંગ્રેસ સરકારને તોડી પાડવાના ષડયંત્રમાં સામેલ હતા. તેમણે નામ લીધા વિના કહ્યું કે ઓડિયો ટેપમાં (Audio tape) રાજસ્થાનના એક કેન્દ્રીય મંત્રીનો અવાજ પહેલેથી જ હતો.

જયપુરમાં કોંગ્રેસ કાર્યાલયમાં પત્રકારોને સંબોધતા, મુખ્યમંત્રી અશોક ગેહલોતે આરોપ લગાવ્યો કે શાહની ઓફિસ અને ધર્મેન્દ્ર પ્રધાનના નિવાસસ્થાનમાં સરકારને ઉથલાવી પાડવા માટે કાવતરું ઘડવામાં આવ્યું હતું. “તે ભાજપનું કાવતરું હતું, જેનો પર્દાફાશ નોર્થ બ્લોકમાં, અમિત શાહની ઓફિસની અંદર… ધર્મેન્દ્ર પ્રધાનના ઘરની અંદર અને તેના સહયોગીઓએ કર્યો હતો, જેમણે તમામ વ્યવસ્થા કરી હતી…’

શાહે જયપુરની તાજેતરની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે ભાજપ, રાજસ્થાન સરકારને અસ્થિર નહીં કરે તેમ કહ્યુ છે  તેવું અશોક ગેહલોતને પૂછતાં ગેહલોતે સામે પ્રશ્ન કર્યો, “શું તે તેમના હાથમાં છે ?”

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

“તેઓએ પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળ ગયા. તેમના પોતાના ધારાસભ્યોએ તેમને સમર્થન આપ્યું ન હતું. ભાજપના ધારાસભ્યોને રાજ્યની બહાર લઈ જવા માટે બે વિમાનો જયપુર મોકલવામાં આવ્યા હતા, પરંતુ માત્ર એક વિમાન જ ટેકઓફ કરી શકાયુ અને બીજું પ્લેન ખાલી રહ્યું હતું,” તેમણે કહ્યું હતું. કોંગ્રેસ સરકારને લોકો, બસપા, અપક્ષ ધારાસભ્યો અને પક્ષના ધારાસભ્યોનું સમર્થન મળ્યું અને તેથી તેમની સરકાર ટકી રહી.

કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતની ફરિયાદ પર નોંધાયેલા ફોન-ટેપિંગ કેસના સંબંધમાં દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ તેમના ઓએસડી હાજર થયાના એક દિવસ પછી, ગેહલોતે પુનરોચ્ચાર કર્યો કે ટેપમાં કોનો અવાજ છે તે સ્પષ્ટ કરવા માટે તેણે અવાજનો નમૂનો આપવો જોઈએ.

ગયા વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ દ્વારા બળવા દરમિયાન એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ ઓડિયો ક્લિપ કથિત રીતે કેન્દ્રીય મંત્રી શેખાવત અને ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી સહિત રાજસ્થાન કોંગ્રેસના કેટલાક નેતાઓ વચ્ચેની વાતચીતની હતી એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે નેતાઓ રાજસ્થાનમાં ચૂંટાયેલી ગેહલોત સરકારને તોડી પાડવાનું કાવતરું કરી રહ્યા હતા.

આ પણ વાંચોઃ

મુકેશ અંબાણી ઊજવશે પૌત્રનો પ્રથમ જન્મદિન, ક્વોરેન્ટાઈન બબલ થીમ પર મનાવશે પાર્ટી

આ પણ વાંચોઃ

OMG! ઈચ્છામૃત્યુ માટે મશીન ! સ્વિટ્ઝર્લેન્ડમાં કાયદેસરની મંજૂરી મળી, જાણો કેવી રીતે કામ કરે છે આ મશીન

Next Article