દિલ્હીમાં જૂઠાણા અને કપટની સરકાર, ‘આપત્તિ’થી મુક્ત થવા 5 ફેબ્રુઆરીએ તક : અમિત શાહ

દિલ્હીના કાલકાજીમાં એક જાહેર સભાને સંબોધતા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આમ આદમી પાર્ટી અને ભૂતપૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ પર વાકપ્રહારો કર્યા અને કહ્યું કે દિલ્હીમાં જૂઠાણા, કપટ, વચન ભંગ અને ભ્રષ્ટાચારની સરકાર છે. અણ્ણા આંદોલન દરમિયાન કેજરીવાલે કહ્યું હતું કે, તેઓ રાજકીય પક્ષ નહીં બનાવે પણ તેમણે બનાવ્યો. એક કાર અને બંગલો પણ ખરીદ્યો. 51 કરોડ રૂપિયાનો શીશ મહેલ પણ બનાવ્યો.

દિલ્હીમાં જૂઠાણા અને કપટની સરકાર, આપત્તિથી મુક્ત થવા 5 ફેબ્રુઆરીએ તક : અમિત શાહ
| Edited By: | Updated on: Feb 05, 2025 | 3:22 PM

દિલ્હી વિધાનસભા ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. આવા સંજોગોમાં તમામ રાજકીય પક્ષોના નેતાઓ જોરશોરથી પ્રચારમાં વ્યસ્ત થઈ ગયા છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP) ને સત્તા પરથી દૂર કરવા માટે ભાજપે પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ દિલ્હીની જનતાને આકર્ષવા માટે સતત જાહેરસભાઓ યોજી રહ્યાં છે. આ સંદર્ભમાં, આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીના કાલકાજીમાં એક જાહેર સભાને સંબોધી હતી.

અમિત શાહે પોતાના સંબોધનની શરૂઆત જય શ્રી રામના નારાથી કરી. આ પછી તેમણે AAP સરકાર પર જોરદાર વાકપ્રહારો કર્યા. તેમણે કહ્યું કે, આગામી 5મી ફેબ્રુઆરી દિલ્હીના લોકો માટે કેજરીવાલની આપત્તિમાંથી મુક્ત થવાનો અવસર છે. તેથી કમળનું બટન દબાવો અને આપત્તિમાંથી કાયમ માટે મુક્ત થાઓ. તેમણે કહ્યું કે ભાજપની જીત બાદ કાલકાજીને નંબર 1 વિધાનસભા મતવિસ્તાર બનાવવામાં આવશે.

‘દિલ્હીમાં જૂઠ, કપટ અને ભ્રષ્ટાચારની સરકાર’

અમિત શાહે કહ્યું કે દિલ્હીમાં જૂઠ, કપટ, વચન ભંગ કરનાર અને ભ્રષ્ટાચારની સરકાર છે. પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર વાકપ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે તેઓ કહી રહ્યા છે કે યમુનામાં ઝેર ભેળવવામાં આવ્યું છે, પરંતુ પાણી વિભાગે કહ્યું કે, કેજરીવાલ ખોટું બોલી રહ્યા છે. શાહે કહ્યું કે કેજરીવાલે ત્રણ પ્રશ્નોના જવાબ આપવા જોઈએ. પહેલા, ઝેરનો અહેવાલ જાહેર કરો, અમે તેની જવાબદારી લઈશું. બીજો જવાબ આપો કે કયું ઝેર ભેળવવામાં આવ્યું હતું. અને ત્રીજો જવાબ એ આપો કે, પાણી બંધ કરવાનો આદેશ બતાવો.


અમિત શાહે કહ્યું કે કેજરીવાલે ભોળો ચહેરો બનાવ્યો અને હરિયાણા સરકાર પર આરોપ લગાવ્યો, તેમણે દિલ્હીના લોકોને ડરાવી દીધા છે, આ સસ્તી અને હલકી રાજનીતિ ના હોઈ શકે. તેમણે જનતાને સંબોધતા કહ્યું કે તમારે પણ આતિશીને ઝેર વિશે પ્રશ્નો પૂછવા જોઈએ. આ એવા લોકો છે જે સતત જૂઠું બોલે છે. તેઓ જુઠ્ઠાણા બોલીને જનતાને ગેરમાર્ગે દોરે છે.

‘કેજરીવાલે એક પણ વચન પૂરું કર્યું નથી’

વધુમાં, અમિત શાહે કહ્યું કે કેજરીવાલે અણ્ણા આંદોલન દરમિયાન કહ્યું હતું કે, તેઓ રાજકીય પક્ષ નહીં બનાવે પરંતુ તેમણે બનાવ્યો. કોંગ્રેસનો ટેકો લીધો, ગાડી અને બંગલો પણ ખરીદ્યો. 51 કરોડ રૂપિયાનો શીશ મહેલ બનાવ્યો. આ બધી બાબતોનો ઇનકાર કર્યા પછી, તેમણે તાળીઓ પાડવાથી ચાલુ થતી લાઇટ્સ, રિમોટ કંટ્રોલવાળા પડદા તેમજ કાચના મહેલમાં ઇટાલિયન માર્બલ લગાવ્યા. આ પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા. તેમણે કહ્યું કે કેજરીવાલે તેમના કોઈપણ વચનો પૂરા કર્યા નથી. તેમણે દારૂ કૌભાંડ કર્યું, મંદિરો, ગુરુદ્વારાઓ, શાળાઓની આસપાસ દારૂની દુકાનો ખોલી છે.

‘ઝૂંપડપટ્ટીવાસીઓને કાયમી મકાનો મળશે’

અમિત શાહે કહ્યું કે, દિલ્હીમાં ભાજપ સરકાર સત્તામાં આવ્યા પછી કોઈપણ ગરીબ કલ્યાણ યોજના બંધ કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે જો રમેશ બિધુરી ચૂંટાય છે તો ભાજપ દરેક ઝૂંપડપટ્ટીવાસીઓને કાયમી ઘરો આપશે. ભાજપ નેતાએ કહ્યું કે કેજરીવાલે કોરોનાને બહાનું ના બનાવવું જોઈએ, આ કોરોના દરમિયાન પીએમ મોદીએ દેશની અર્થવ્યવસ્થાને પાંચમા સ્થાને લાવી દીધી. કેજરીવાલે સમજાવવું જોઈએ કે તેમણે શીશ મહેલ કેવી રીતે બનાવ્યો અને કોરોના સમયગાળા દરમિયાન તેમણે દારૂ કૌભાંડ કેવી રીતે આચર્યું. શાહે કહ્યું કે ભાજપ પાંચ વર્ષમાં દિલ્હીને તમામ રાજધાનીઓમાં નંબર 1 બનાવશે.

Published On - 8:17 pm, Tue, 28 January 25