Arunachal Pradesh: કોંગ્રેસ પૂછે છે કે 8 વર્ષમાં શું કર્યું, રાહુલ ગાંધી તમે ઈટાલિયન ચશ્મા ઉતારો, પછી જુઓ શું કર્યું: અમિત શાહ

|

May 22, 2022 | 12:56 PM

શાહે (Amit Shah) કહ્યું, કોંગ્રેસના મિત્રો કહે છે કે 8 વર્ષ થઈ ગયા, મોદીજીએ શું કર્યું? કોંગ્રેસના આ લોકો આંખ આડા કાન કરી રહ્યા છે. રાહુલ બાબા તમારી આંખો ખોલો અને ઇટાલિયન ચશ્મા ઉતારો પછી ભારતીય ચશ્મા પહેરો અને તમને ખબર પડશે કે 8 વર્ષમાં શું થયું છે.

Arunachal Pradesh: કોંગ્રેસ પૂછે છે કે 8 વર્ષમાં શું કર્યું, રાહુલ ગાંધી તમે ઈટાલિયન ચશ્મા ઉતારો, પછી જુઓ શું કર્યું: અમિત શાહ
Amit Shah

Follow us on

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah) અરુણાચલ પ્રદેશના (Arunachal Pradesh) નામસાઈ ખાતે વિવિધ વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસ પૂછે છે કે ભાજપે 8 વર્ષમાં શું કર્યું? રાહુલ ગાંધી પહેલા ઈટાલિયન ચશ્મા ઉતારો, પછી જુઓ શું કર્યું. શાહે કહ્યું, કોંગ્રેસના મિત્રો કહે છે કે 8 વર્ષ થઈ ગયા, મોદીજીએ શું કર્યું? કોંગ્રેસના આ લોકો આંખ આડા કાન કરી રહ્યા છે. રાહુલ બાબા તમારી આંખો ખોલો અને ઇટાલિયન ચશ્મા ઉતારો પછી ભારતીય ચશ્મા પહેરો અને તમને ખબર પડશે કે 8 વર્ષમાં શું થયું છે.

અમિત શાહે કહ્યું, પેમા ખાંડુ અને નરેન્દ્ર મોદીની ડબલ એન્જિન સરકારે 8 વર્ષમાં અહીંના પર્યટનને પ્રોત્સાહન આપવા, રાજ્યની કાયદો અને વ્યવસ્થાને શાંતિ આપવા, માળખાકીય સુવિધાઓ વધારવા અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે કામ કર્યું છે. હા, તે કામ પ્રથમ 50 વર્ષમાં થયું ન હતું. અમારી સરકારનો ધ્યેય તમામ વિવાદોનો અંત લાવવા અને પૂર્વોત્તરમાં શાંતિ સ્થાપિત કરવાનો છે. ભાજપ સરકારે પૂર્વોત્તરમાં આતંકવાદી ગતિવિધિઓમાં 89 ટકાનો ઘટાડો કર્યો છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

સમગ્ર રાજ્યમાં રોડ નેટવર્ક સ્થાપવામાં આવ્યું છે

ગૃહમંત્રીએ કહ્યું, અમે પરશુરામ કુંડને રેલવે દ્વારા જોડીશું. અમે રાજ્યમાં દૂરના સ્થળોને જોડવા સાથે રાજ્યભરમાં રસ્તાઓનું નેટવર્ક બિછાવી દીધું છે. શાહે કહ્યું, હું 2 દિવસ માટે અરુણાચલના પ્રવાસ પર છું. આજે હું અહીં નામસાઈ જિલ્લામાં તમારી સાથે વાતચીત કરી રહ્યો છું. સૌથી પહેલા હું એક વાત કબૂલ કરીશ કે હું આખા દેશમાં ફર્યો છે, પરંતુ આખા દેશમાં જો કોઈ સૌથી સુંદર જગ્યા હોય તો તે છે આપણું અરુણાચલ પ્રદેશ.

બે મોટી પ્રોફેશનલ યુનિવર્સિટીનો કરાર લંબાયો

અમિત શાહે કહ્યું, આજે અરુણાચલમાં નેશનલ ડિફેન્સ યુનિવર્સિટીના મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (MOU) આગળ વધ્યા છે. પીએમ મોદીએ 2 મોટી પ્રોફેશનલ યુનિવર્સિટીઓને આગળ લાવ્યાં છે, જે સંરક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. એક નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને બીજી નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી. નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી એ સંરક્ષણ ક્ષેત્રે ટેક્નોલોજીથી સજ્જ ટેક્નોક્રેટ્સ બનાવવા માટેની યુનિવર્સિટી છે. આ સાથે, તે આપણા સૈન્ય અને અર્ધ-લશ્કરી દળોને પ્રશિક્ષિત માનવબળ આપવા માટે એક યુનિવર્સિટી છે.

Published On - 12:56 pm, Sun, 22 May 22

Next Article