હવેલી લેતા વડોદરુ ખોયું, રાજ્યસભામાં અમિત શાહે કેમ ઉચ્ચારી આ વાત, જુઓ વિડીયો

લોકસભા બાદ દિલ્હીની ત્રણ નગર નિગમોને એક કરવા માટેનું બિલ મંગળવારે રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું હતું. રાજ્યસભામાં આ બિલ રજૂ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીની આમ આદમી પાર્ટી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

હવેલી લેતા વડોદરુ ખોયું, રાજ્યસભામાં અમિત શાહે કેમ ઉચ્ચારી આ વાત, જુઓ વિડીયો
Amit Shah - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2022 | 11:42 PM

રાજ્યસભામાં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન એમેન્ડમેન્ટ બિલ રજૂ કરતાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Union Home Minister Amit Shah) મંગળવારે દિલ્હીની આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) પર આકરા પ્રહારો કર્યા હતા. અમિત શાહે કહ્યું કે દિલ્હી સરકાર ત્રણેય નગર નિગમો સાથે સાવકી માતા જેવો વ્યવહાર કરી રહી છે. આ સાથે અમિત શાહે રાજ્યસભામાં આવી વાત કહી, જેની સોશિયલ મીડિયા પર પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. ગુજરાતની કહેવતનું ઉદાહરણ આપતા અમિત શાહે કહ્યું કે, MCD લેતા લેતા  દિલ્હીની સરકાર જ ક્યાંક દૂર ન ચાલી જાય તે ચિંતા કરવી જોઈએ. દિલ્હી સરકાર પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે એમસીડીને નહીં દિલ્હીના લોકો પર અત્યાચાર કરવાનું બંધ કરો.

રાજ્યસભામાં બોલતા આ ગુજરાતી કહેવતનું આપ્યું ઉદાહરણ

રાજ્યસભામાં બોલતા અમિત શાહે કહ્યું કે અમારા ગુજરાતમાં એક કહેવત છે કે ગાયકવાડની હવેલી હતી. ગાયકવાડના કર્મચારીઓ અમદાવાદમાં તેને લેવા આવ્યા હતો અને પુરુ વડોદરા તેની પાસેથી છીનવાઈ ગયું હતું. આ રીતે તો જે સત્ય વાત છે જ નહી તે જ કહેતા રહેશે અને જે અસત્ય છે તે જ તેઓ ગૃહમાં કરતા રહેશે તો એમસીડી લેતા લેતા ક્યાંક દિલ્હી સરકાર જ જતી ન રહે. તેની ચિંતા જરૂર કરજો. તમે એમસીડીને નહી દિલ્હીની પ્રજાને હેરાન કરી રહ્યા છો. આમ ગૃહમંત્રીએ ગુજરાતી કહેવતનું ઉદાહરણ આપ્યું હતું જેનો વિડિયો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

અહીં જુઓ વિડિયો

https://twitter.com/AYBPS/status/1511344530775482369

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

બિલ પ્રવર્તી રહેલ વિસંગતતાઓને દુર કરવા માટે જરૂરી

અમિત શાહે રાજ્યસભામાં કહ્યું કે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન બિલ કોઈપણ રીતે સંઘીય માળખા પર હુમલો નથી. અમિત શાહે વિપક્ષના આરોપ અંગે કહ્યું કે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન બિલ ચૂંટણી સ્થગિત કરવા માટે લાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે છ મહિના પછી ચૂંટણી થશે તો શું આપ ચૂંટણી હારી જશે? દિલ્હી સરકાર રાષ્ટ્રીય રાજધાનીની ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશનો સાથે સાવકી માતાની જેમ વર્તે છે અને ત્રણેય નિગમોના એકીકરણનો ઉદ્દેશ્ય તેમની નીતિઓ અને સંસાધનોમાં રહેલી વિસંગતતાઓને દૂર કરવાનો છે જેથી લોકોને વધુ સારી સુવિધાઓ મળી શકે.

g clip-path="url(#clip0_868_265)">