પયગંબર વિશેની ટિપ્પણી પર નારાજગી વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી ભારત પ્રવાસે, આજે જયશંકર સાથે મુલાકાત

|

Jun 08, 2022 | 8:50 AM

ભારતીય જનતા પાર્ટી(BJP)ના બે પૂર્વ પ્રવક્તાઓ દ્વારા પયગંબર મોહમ્મદ (Prophet Muhammad) વિશે કરવામાં આવેલી કથિત વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને પશ્ચિમ એશિયાના દેશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પયગંબર વિશેની ટિપ્પણી પર નારાજગી વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી ભારત પ્રવાસે, આજે જયશંકર સાથે મુલાકાત
Iranian Foreign Minister is on visits to India

Follow us on

ભારતીય જનતા પાર્ટી(BJP)ના બે પૂર્વ પ્રવક્તાઓ દ્વારા પયગંબર મોહમ્મદ (Prophet Muhammad) વિશે કરવામાં આવેલી કથિત વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને પશ્ચિમ એશિયા(West Asia)ના દેશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ મામલે ભારત સરકાર(Indian Government) સામે પણ નારાજગી વ્યક્ત કરી છે. આ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકર (EAM S Jaishankar) બુધવારે તેમના ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લા (Hossein Amir-Abdollahian) સાથે મુલાકાત કરશે. એક મહિનામાં બંને નેતાઓ વચ્ચે આ બીજી મુલાકાત છે.

દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવાના ઉદ્દેશ્ય સાથે વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયા ભારતની ત્રણ દિવસની મુલાકાતે છે. ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (IOC) ના સભ્ય દેશના કોઈ વરિષ્ઠ મંત્રીની ભારતની આ પ્રથમ મુલાકાત છે, જે પયગંબર મોહમ્મદ વિશે કરવામાં આવેલી વિવાદાસ્પદ ટીપ્પણીને કારણે આરબ જગતમાં તીવ્ર પ્રતિક્રિયા છે. અબ્દુલ્લાહિયા ભારતની ત્રણ દિવસની મુલાકાતે છે. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, નવી દિલ્હીમાં બેઠકો બાદ વિદેશ મંત્રી અબ્દુલ્લાહિયાન મુંબઈ અને હૈદરાબાદની પણ મુલાકાત લેશે. વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે જયશંકર અને અબ્દુલ્લાહિયા આજે બુધવારે બપોરે 1 વાગ્યે મળશે. 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત (UAE), ઈન્ડોનેશિયા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, જોર્ડન, બહેરીન, માલદીવ, મલેશિયા, ઓમાન, ઈરાન, ઈરાક અને લિબિયા સહિત ઘણા દેશોએ એપિસોડ પરની આ ટિપ્પણીઓની નિંદા કરી. વિદેશ મંત્રાલય (MEA) એ સોમવારે પયગંબર પરની ટિપ્પણી પછી OIC દ્વારા ભારતની ટીકાને સંપૂર્ણપણે ફગાવી દીધી હતી. 

ઈરાનના વિદેશ મંત્રીનું ભારત આગમન પર સ્વાગત કરવામાં આવ્યું હતું

ગયા મહિને પણ થઈ હતી મુલાકાત

મળ્યા હતા. અગાઉ, ગયા મહિને 20 મેના રોજ, વિદેશ પ્રધાન જયશંકરે પણ તેમના ઈરાની સમકક્ષ અબ્દુલ્લાહિયા સાથે વાતચીત કરી હતી અને દ્વિપક્ષીય સંબંધો વિશે ચર્ચા કરી હતી. જયશંકરે ટ્વીટ કર્યું કે ઈરાનના વિદેશ મંત્રી અમીર અબ્દુલ્લાહિયા સાથે તેમની સારી વાતચીત થઈ. અમે વાતચીત દરમિયાન અમારા સંબંધોને વેગ આપવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

Next Article