મહારાષ્ટ્રમાં Bird Flu ના વધતા ભય વચ્ચે 119 પક્ષીઓ મૃત હાલતમાં મળી આવ્યા

દેશમાં Bird Flu ના વધતા ભય વચ્ચે મહારાષ્ટ્રમાં 119 પક્ષીઓ મૃત હાલતમાં મળી આવ્યા છે. તેમના નમુનાને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આઠ જાન્યુઆરી બાદ કુલ 19558 પક્ષી મૃત મળ્યા હતા.

મહારાષ્ટ્રમાં Bird Flu ના વધતા ભય વચ્ચે 119 પક્ષીઓ મૃત હાલતમાં મળી આવ્યા
Bird Flu

દેશમાં Bird Flu ના વધતા ભય વચ્ચે મહારાષ્ટ્રમાં 119 પક્ષીઓ મૃત હાલતમાં મળી આવ્યા છે. તેમના નમુનાને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આઠ જાન્યુઆરી બાદ કુલ 19558 પક્ષી મૃત મળ્યા હતા. રાજયના પશુપાલન વિભાગના અધિકારીઓએ શનિવારે આ જાણકારી આપી હતી.

તેમણે કહ્યું કે શુક્રવારે રાજયભરમાં 59 પોલ્ટ્રી બર્ડ પક્ષીઓ સહિત 119 પક્ષીઓ મૃત મળી આવ્યા હતા. તેમના નમુનાઓ એવીયન ઇન્ફ્લુએન્જા (Bird flu)ની તપાસ માટે ભોપાલ સ્થિત રાષ્ટ્રીય ઉચ્ચ સુરક્ષા પશુ રોગ સંસ્થા અને પુના સ્થિત રોગ તપાસ કેન્દ્રમાં મોકલવામાં આવ્યા છે.

અધિકારીઓએ જણાવ્યું કે પ્રોટોકોલ મુજબ સંક્રમિત પક્ષીઓ માટે એક કિલોમીટરના વિસ્તારમાં પોલ્ટ્રી ફાર્મના પક્ષીઓ અને તેમના ઈંડા સમાપ્ત કરી દેવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી 71,883 પોલ્ટ્રી બર્ડ, 44146 ઈંડા, અને 63,339 કિલોગ્રામ પોલ્ટ્રી ખાધ પદાર્થને નષ્ટ કરવામાં આવ્યો છે.

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati