AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amarnath Yatra : અમરનાથ ગુફા પાસે ફરી હવામાન ખરાબ, આજે પણ યાત્રા પર પ્રતિબંધ

અમરનાથ યાત્રા (Amarnath Yatra) અંતર્ગત આજે જમ્મુ શહેરમાંથી યાત્રિકોનો સમૂહ રવાના થશે નહીં. કારણ કે આજે અમરનાથ ગુફા પાસે હવામાન ફરી ખરાબ થઈ ગયું છે.

Amarnath Yatra : અમરનાથ ગુફા પાસે ફરી હવામાન ખરાબ, આજે પણ યાત્રા પર પ્રતિબંધ
Amarnath Yatra 2022Image Credit source: PTI
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2022 | 11:54 AM
Share

Amarnath Yatra : અમરનાથ યાત્રા (Amarnath Yatra ) અંતર્ગત આજે જમ્મુ શહેરથી શ્રદ્ધાળુઓનો જથ્થો રવાના થશે નહિ, અમરનાથ ગુફા પાસે હવામાન ખરાબ થયું છે, આ જ કારણ છે કે, યાત્રા હાલ માટે બંધ રાખવામાં આવી છે, જમ્મૂ શહેરથી શનિવારે કાશ્મીરમાં આવેલી શિબિરો માટે 6,000 શ્રદ્ધાળુઓનો 11મો જથ્થો રવાના થયો છે, પવિત્ર ગુફાની પાસે વાદળ ફાટવાની ઘટનામાં અંદાજે 16 લોકોના મોત થયા બાદ યાત્રા સ્થગિત કરવામાં આવી છે,આ વર્ષ અમરનાથ યાત્રા 43 દિવસ સુધી ચાલશે. જેની શરુઆત 30 જૂનથી બે રસ્તાથી શરુ થઈ છે,

જેમાં એક રસ્તો 48 કિલોમીટર લાંબો છે, જે દક્ષિણ કાશ્મીરના પહલગામથી નૂનવનથી પસાર થાય છે, બીજો રસ્તો પ્રમાણમાં નાનો 14 કિલોમીટરનો છે મધ્ય કાશ્મીરના ગાંદેરબલ જિલ્લાના બાલટાલથી શરુ થાય છે.

શુક્રવારે રાત્રે પવિત્ર ગુફા પાસે વાદળું ફાટવાની ધટના બાદ યાત્રા સ્થગિત કરવામાં આવી છે,વાદળું ફાટ્યા બાદ તંબુ પહાડ નીચે આવેલી માટી અને પથ્થરોની ઝપેટમાં આવી ગયા હતા, અધિકારીઓએ જણાવ્યું કે, રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થયા બાદ યાત્રા ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો,

11 ઓગસ્ટના રોજ અમરનાથ યાત્રા પૂર્ણ થશે

અધિકારીએ જણાવ્યું કે,સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ની ચુસ્ત સુરક્ષા વચ્ચે 279 વાહનોમાં સવાર 6,048 શ્રદ્ધાળુંઓના જથ્થા જમ્મૂ શહેરના ભગવતી નગર યાત્રી નિવાસથી રવાના થયા , તેમણે જણાવ્યું કે, સાડા ત્રણ કલાકે 115 વાહનોમાં સવાર થઈ 1,404 શ્રદ્ધાળુઓ બાલટાલના રસ્તાથી નગર શિબિર માટે રવાના થયા, જ્યારે 164 વાહનો દ્વારા 4,014 શ્રદ્ધાળું પહલગામ માટે રવાના થયા , અધિકારીઓ અનુસાર શનિવાર સુધી અંદાજે એક લાખ શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફામાં શિવલિંગના દર્શન કરી ચૂક્યા છે, યાત્રા 11 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના દિવસે પૂર્ણ થશે.

અત્યાર સુધીમાં 15000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું

ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (આઈટીબીપી)ના પ્રવક્તાએ કહ્યું, રસ્તામાં કોઈ મુસાફરો નથી. અત્યાર સુધીમાં, લગભગ 15,000 લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવ્યા છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અર્ધલશ્કરી દળના ડોકટરો અને તબીબી કર્મચારીઓએ પૂરમાં ગંભીર રીતે ઘાયલ નવ દર્દીઓની સારવાર કરી હતી. તેઓને ઓછી ઉંચાઈવાળા નીલગ્રાથ બેઝ કેમ્પમાં ખસેડવામાં આવ્યા છે.

આ દરમિયાન જણાવવામાં આવી રહ્યું છે કે અમરનાથ ગુફા બાદ ફરી એકવાર હવામાન ખરાબ થઈ ગયું છે જેના કારણે ભારતીય સેનાને બચાવ કાર્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">