Amarnath Yatra 2022: શું છે RFID ટેગ, જે અમરનાથ યાત્રા કરનારા દરેક શ્રદ્ધાળુઓને કરશે ટ્રેક, જાણો કેવી રીતે તે કામ કરે છે

|

May 23, 2022 | 6:10 PM

What is RFID Tag: યાત્રાળુઓની (Amarnath pilgrims) સુરક્ષા માટે આ વર્ષથી RFID ટેગનો ઉપયોગ કરવામાં આવશે. યાત્રા અને કેમ્પના દરેક સ્ટોપ પર સીસીટીવી સાથે આરએફઆઈડી ટેગ યાત્રાળુઓની સુરક્ષા માટે સેવા આપશે. આ યાત્રાળુઓ પર નજર રાખવાનું કામ કરશે, જેથી ઈમરજન્સીની સ્થિતિમાં તેમના સુધી પહોંચી શકાય.

Amarnath Yatra 2022: શું છે RFID ટેગ, જે અમરનાથ યાત્રા કરનારા દરેક શ્રદ્ધાળુઓને કરશે ટ્રેક, જાણો કેવી રીતે તે કામ કરે છે
File Image

Follow us on

આતંકવાદી સંગઠન TRFની ધમકી વચ્ચે અમરનાથ યાત્રા (Amarnath Yatra 2022)ની સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે. 30 જૂનથી શરૂ થયેલી અમરનાથ યાત્રા 11 ઓગસ્ટે સમાપ્ત થશે. 43 દિવસની યાત્રામાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને તેમની સુરક્ષા વધુ કડક (Security in Amarnath Yatra) કરવામાં આવી છે. યાત્રાળુઓની (Amarnath pilgrims) સુરક્ષા માટે આ વર્ષથી RFID ટેગનો ઉપયોગ કરવામાં આવશે. યાત્રા અને કેમ્પના દરેક સ્ટોપ પર સીસીટીવી સાથે આરએફઆઈડી ટેગ યાત્રાળુઓની સુરક્ષા માટે સેવા આપશે. આ યાત્રાળુઓ પર નજર રાખવાનું કામ કરશે, જેથી ઈમરજન્સીની સ્થિતિમાં તેમના સુધી પહોંચી શકાય.

શું છે RFID ટેગ, અમરનાથ યાત્રા દરમિયાન તીર્થયાત્રીઓને કેવી રીતે ટ્રેક કરશે અને આ વર્ષથી તેનો ઉપયોગ કેમ કરવામાં આવી રહ્યો છે, જાણો 5 મુદ્દાઓમાં આ પ્રશ્નોના જવાબ

 

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
  1. RFID ટેગ શું છે: RFIDનું પૂરૂ નામ રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન છે. તે કોઈપણ વસ્તુને વાયરલેસ રીતે ટ્રેક કરવામાં મદદ કરે છે. તે રેડિયો તરંગોની મદદથી આ કરવા સક્ષમ છે. ઉડ્ડયન ઉદ્યોગમાં તેનો વધુ ઉપયોગ થાય છે. આ બે પ્રકારના હોય છે, સક્રિય RFID અને નિષ્ક્રિય RFID.
  2. કયો ટેગ વધુ સારોઃ ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર એક્ટિવ ટેગ દરેક સેકન્ડે માહિતી આપે છે. તેમાં રહેલી બેટરી તેને એનર્જી આપવાનું કામ કરે છે. તે જ રીતે નિષ્ક્રિય ટેગ ઈલેક્ટ્રોમેગ્નેટિક ઊર્જાની મદદથી કામ કરે છે. બેની સરખામણી કરીએ તો, એક્ટિવ ટેગ નિષ્ક્રિય ટેગની તુલનામાં લગભગ 300 ફૂટની વધુ રેન્જ ધરાવે છે. ખરાબ હવામાન અથવા કોઈપણ દુર્ઘટનાના કિસ્સામાં આ ટેગ્સની મદદથી યાત્રાળુઓનું સ્થાન શોધી શકાય છે.
  3. ભક્તો કેવી રીતે કરશે RFID ટેગનો ઉપયોગ: અમરનાથ યાત્રાની સુરક્ષાને લઈને ગૃહપ્રધાન અમિત શાહ સાથેની બેઠક બાદ RFID ટેગનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર પ્રથમ વખત અમરનાથ યાત્રા પર જનારા શ્રદ્ધાળુઓને RIFD કાર્ડ આપવામાં આવશે. તે તેમને ટ્રેક કરશે. ભક્તોએ આ કાર્ડ પોતાની પાસે રાખવાનું રહેશે.
  4. ક્યાં થઈ રહ્યો છે તેનો ઉપયોગ: હાલમાં તેનો ઉપયોગ ઘણા વિસ્તારોમાં ટ્રેકિંગ માટે થઈ રહ્યો છે. ટૂંક સમયમાં જ ઈ-પાસપોર્ટમાં RFIDનો ઉપયોગ કરવામાં આવશે. તેને પાસપોર્ટના જેકેટમાં ફીટ કરવામાં આવશે. આ સિવાય ટોલ પ્લાઝા પર પેમેન્ટ કરવા માટે FASTagમાં પણ આ જ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
  5. કેવી રીતે કામ કરે છે આ ટેગ: સરળ ભાષામાં સમજીએ તો આ ટેગ સર્કિટ અને એન્ટેનાની મદદથી આઈટી ટીમને સ્થાનની માહિતી પહોંચાડે છે. આ માટે વિવિધ ફ્રીક્વન્સીઝનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે ઓછી ફ્રીક્વન્સી, ઉચ્ચ ફ્રીક્વન્સી અને અતિ ઉચ્ચ ફ્રીક્વન્સી. આ ટેગ રેડિયો તરંગોના રૂપમાં સંદેશાઓ મોકલે છે, જેને કોમ્પ્યુટર ટ્રાન્સલેટ કરીને જણાવે છે. તેની રેન્જ ખૂબ મોટી હોય છે અને તે વાયરલેસ રીતે આ કામ કરે છે.
Next Article