Amarnath Yatra 2022: ત્રણ વર્ષ બાદ 30 જૂનથી શરૂ થઈ રહી છે અમરનાથ યાત્રા, કેવી રીતે થશે રજિસ્ટ્રેશન, શું હશે નવું? અહીં જાણો તમામ માહિતી

|

Jun 28, 2022 | 2:07 PM

11 ઓગસ્ટ સુધી ચાલનારી અમરનાથ યાત્રા (Amarnath Yatra) માટે આવનારા યાત્રિકોને યોગ્ય સેવાઓ આપવા માટે તૈયારીઓ કરવામાં આવી છે. આ વખતે અમરનાથ યાત્રા 43 દિવસની રહેશે.

Amarnath Yatra 2022: ત્રણ વર્ષ બાદ 30 જૂનથી શરૂ થઈ રહી છે અમરનાથ યાત્રા, કેવી રીતે થશે રજિસ્ટ્રેશન, શું હશે નવું? અહીં જાણો તમામ માહિતી
Amarnath Yatra 2022

Follow us on

જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) સ્થિત ભગવાન અમરનાથની યાત્રા (Amarnath Yatra) ત્રણ વર્ષ બાદ 30 જૂનથી શરૂ થઈ રહી છે. આ માટે શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડ યાત્રાનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવા માટે કોઈ કસર છોડી રહ્યું નથી. અમરનાથ યાત્રા બે રૂટ લે છે, પહેલગામ અને બાલતાલ. જમ્મુ-કાશ્મીર પ્રશાસન આ માર્ગો પર સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી રહ્યું છે. 11 ઓગસ્ટ સુધી ચાલનારી અમરનાથ યાત્રા માટે આવનારા યાત્રિકોને યોગ્ય સેવાઓ આપવા માટે તૈયારીઓ કરવામાં આવી છે. આ વખતે અમરનાથ યાત્રા 43 દિવસની રહેશે. તે 30 જૂનથી બે રૂટ સાથે શરૂ થશે, દક્ષિણ કાશ્મીરના પહેલગામમાં પરંપરાગત 48 કિમી લાંબો નુનવાન અને મધ્ય કાશ્મીરમાં ગાંદરબલમાં 14 કિમી ટૂંકા બાલતાલ રૂટ.

યાત્રાની શરૂઆતના એક દિવસ પહેલા જમ્મુના ભગવતી નગર અને રામ મંદિરથી સાધુઓ સહિત તીર્થયાત્રીઓની પ્રથમ ટુકડી કાશ્મીરના બંને બેઝ કેમ્પ માટે રવાના થશે. આ વખતે, મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID) માટે વ્યવસ્થા કરવામાં આવશે. આ સાથે ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે.

અમરનાથ યાત્રા માટે નોંધણી કેવી રીતે કરવી?

જે લોકો અમરનાથ યાત્રા પર જવા ઇચ્છતા હોય તેમણે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. આ વખતે આ પ્રક્રિયા 11 એપ્રિલથી શરૂ થઈ છે. આ માટે દેશભરમાં હાજર વિવિધ બેંકોની 566 શાખાઓમાંથી ફોર્મ લઈને ત્યાં સબમિટ કરીને નોંધણી કરાવી શકાય છે. આ સાથે જ માહિતી આપવામાં આવી છે કે અત્યાર સુધીમાં લગભગ 3 લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. લોકો https://jksasb.nic.in/agreeme.html વેબસાઈટ પર જઈને પણ નોંધણી કરાવી શકે છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

જે ભક્તો દર્શન માટે નથી જઈ શકતા તેમણે શું કરવું જોઈએ?

દર વર્ષે આયોજિત અમરનાથ યાત્રા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચે છે. પરંતુ દુર્ગમ માર્ગના કારણે વૃદ્ધો અને બિમાર લોકોને હાલાકી ભોગવવી પડે છે. જેના કારણે ઘણા લોકો યાત્રા પર જઈ શકતા નથી. આવી સ્થિતિમાં આ વખતે શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડ તરફથી જે લોકો યાત્રા કરી શકતા નથી તેમના માટે ઓનલાઈન દર્શનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. બોર્ડે માહિતી આપી છે કે જે શ્રદ્ધાળુઓ યાત્રા માટે ન આવી શકે તેઓ ઓનલાઈન દર્શન, પૂજા, હવન અને પ્રસાદની સુવિધા લઈ શકે છે.

શું યાત્રાળુઓને આરોગ્ય સેવાઓ મળશે?

બાલતાલ બેઝ કેમ્પમાં શ્રદ્ધાળુઓને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે તમામ સુવિધાઓ સાથેની 70 પથારીની DRDO હોસ્પિટલ ખોલવામાં આવી છે. આ હોસ્પિટલમાં એક્સ-રે, અલ્ટ્રાસાઉન્ડ, જનરલ અને ઓક્સિજન સુવિધા વોર્ડ, ઓપીડી, આઈસીયુ, દવાની દુકાન અને લેબોરેટરી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ આ હોસ્પિટલનો ખર્ચ ઉઠાવે છે.

Published On - 2:07 pm, Tue, 28 June 22

Next Article