ઘોર કળિયુગ ! યુવાન પૂત્રની લાશ પરત મેળવવા પિતાએ કેમ માંગવી પડી ભીખ? વાંચો લાચાર પિતાની વ્યથા

બિહારના(Bihar)ના સમસ્તીપુરમાં તંત્રની શરમજનક તસવીર સામે આવી છે.અહીં પોસ્ટમોર્ટમ કરનાર કર્મચારીએ પુત્રનો મૃતદેહ આપવા માટે પિતા પાસેથી 50 હજાર રૂપિયા માંગ્યા હતા.

ઘોર કળિયુગ ! યુવાન પૂત્રની લાશ પરત મેળવવા પિતાએ કેમ માંગવી પડી ભીખ? વાંચો લાચાર પિતાની વ્યથા
Shameful incident in BiharImage Credit source: Image Credit Source: TV9 Hindi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 09, 2022 | 7:31 AM

ગુજરાતી સાહિત્યના (Gujarati literature)જાણીતા  કવિ સુંદરમની એક પંક્તિ છે કે ‘ હું માાનવી માનવ થાઉં તો ઘણું’… જોકે આજના સમયમાં મનુષ્ય તેની માનવતા ભૂલી ગયો હોય તેવા ઘણા કિસ્સા સામે આવતા રહે છે.બિહારના (Bihar) સમસ્તીપુરમાં માનવતાનો રકાસ થયો હોય તેવી હદય દ્રવી ઉઠે તેવી ઘટના સામે આવી છે.

બિહારના સમસ્તીપુરમાં માનવતાને શરમાવે એવો કિસ્સો સામે આવ્યો છે. અહીં પોસ્ટમોર્ટમ કાર્યકર્તાએ એક પિતાના યુવાન પુત્રની લાશ પરત આપવા માટે પિતા પાસેથી 50 હજાર રૂપિયાની માંગણી કરી હતી. પુત્રના મૃત્યુને કારણે ભાંગી પડેલા પિતા પાસે પૈસાની સગવડ નહોતી આતી તેમણે પોસ્ટમોર્ટમ કર્મચારીને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવા અને પરત આપવા વિનંતી કરી હતી . જોકે તેમ છતાં પોસ્ટમોર્ટમ કરનારા કર્મચારીએ લાશ આપવાનો ઈન્કાર કર્યો હતો. ,ત્યારે લાચાર બનેલો પિતા પુત્રના મૃતદેહને પરત મેળવવા ગામડે ગામડે જઇને ફાળો માગવા લાગ્યો હતો.

આ સમગ્ર ઘટના સમસ્તીપુર જિલ્લાના તાજપુર પોલીસ સ્ટેશન વિસ્તારના અહર ગામનો છે. હકીકતમાં, આહર ગામના રહેવાસી મહેશ ઠાકુરનો 25 વર્ષીય પુત્ર સંજીવ ઠાકુર થોડા દિવસો પહેલા ગુમ થઈ ગયો હતો. ઘણી શોધખોળ બાદ પણ તે ન મળતાં તેના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

મૃતદેહ બતાવવાની ના પાડી દીધી

મંગળવારે, 7 જૂનના રોજ, મહેશ ઠાકુરને માહિતી મળી કે પોલીસને નજીકના વિસ્તારમાં એક અજાણ્યા યુવકની લાશ મળી આવી છે. આ પછી મહેશ ઠાકુર ત્યાં પહોંચ્યા તો પોલીસકર્મીઓએ તેમને કહ્યું કે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સદર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. ત્યારબાદ મહેશ ઠાકુર સદર હોસ્પિટલ પહોંચ્યા હતા. અહીં પહેલા તો પોસ્ટમોર્ટમના કર્મચારીઓએ તેમને મૃતદેહ બતાવવાની ના પાડી, જ્યારે તેઓએ ખૂબ આજીજી કરી તો તેઓએ તેમને લાશ બતાવી.

મૃતદેહને સોંપવાના બદલામાં 50 હજાર રૂપિયાની માંગણી

મહેશ બાબુએ લાશની ઓળખ તેમના પુત્ર સંજીવ ઠાકુર તરીકે કરી હતી. જોકે પુત્રના મૃતદેહને જોતા જ પિતા સહિત તમામ પરિવાજનો ભાંગી પડ્યા હતા અને આક્રંદ કરી ઉઠ્યા હતા. પોતાની જાતને સંભાળીને જ્યારે પુત્રના અંતિમ સંસ્કાર માટે પિતાએ જ્યારે પુત્રનો મૃતદેહ માંગ્યો, તો પોસ્ટમોર્ટમ કર્મચારીએ તેને મૃતદેહ સોંપવાને બદલે 50 હજાર રૂપિયાની માંગ કરી. પુત્રના મૃત્યુથી દુ:ખી નિ:સહાય ગરીબ પિતાએ આટલી મોટી રકમ આપવામાં અસમર્થતા વ્યક્ત કરી હતી અને આમ છતાં પુત્રના અંતિમ દર્શન કરવા તેણે હાથપગ જોડીને રીતસર કાકલૂદી કરી હતી અને લોકો પાસેથી ભીખ માંગવાનું શરૂ કર્યું હતુ.ં કેટલાકે તો મહેશ ઠાકુરની વાત પર વિશ્વાસ ન કરતા પતિ પત્નીને હડધૂત કરી દીધા હતા.

હોસ્પિટલે દોષિતો સામે કડક પગલાં લીધાં

મહેશ ઠાકુરના પાર્થિવ દેહ માટે દાન એકત્ર કરવાની વાત જ્યારે હોસ્પિટલના સત્તાવાળાઓ સુધી પહોંચી તો બાબત જાણીને હોસ્પિટલના સત્તા વાળા પોસ્ટમોર્ટમ કરનારા કર્મચારી સામે રોષે ભરાયા હતા અને સમસ્તીપુર સિવિલ સર્જન એસ.કે. ચૌધરી કેસની તપાસ અને દોષિતો સામે કડક કાર્યવાહીની વાત કરી રહ્યા છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">