જો તમારી સરકાર આવશે, તો શું તમે ગાયને ‘રાજ્ય માતા’ નો દરજ્જો આપશો ? અખિલેશે આપ્યો જવાબ

અખિલેશ યાદવે શંકરાચાર્ય વિવાદમાં કોઈ પણ રાજકીય એજન્ડા હોવાનો ઇનકાર કરતા જણાવ્યું હતું કે, તેમની પાર્ટી પીડિતોની સાથે ઊભી છે. તેમણે ગૌસેવાના મુદ્દે ભાજપ પર નિશાન સાધતા કનૌજમાં 'કાઉ મિલ્ક પ્લાન્ટ' (ગાયના દૂધનો પ્લાન્ટ) બંધ કરવાનો આરોપ લગાવ્યો હતો.

જો તમારી સરકાર આવશે, તો શું તમે ગાયને રાજ્ય માતા નો દરજ્જો આપશો ? અખિલેશે આપ્યો જવાબ
| Edited By: | Updated on: Mar 24, 2026 | 5:02 PM

TV9 નેટવર્કના મંચ પર અખિલેશ યાદવે ભારતીય જનતા પાર્ટીને આડા હાથે લેતા કહ્યું કે “ભાજપને માત્ર ગોબર (છાણ) થી પ્રેમ છે.” શું અખિલેશ યાદવ શંકરાચાર્ય વિવાદના બહાને રાજકીય એજન્ડા ચલાવી રહ્યા છે? પહેલા બિહારમાં ઉમેદવારો ઉતાર્યા હવે યુપીનો વારો છે. તેની ઉપર અખિલેશ યાદવે કહ્યું કે અમારો કોઈ પોલિટિકલ એજન્ડા નથી. જે પીડામાં છે, પીડિત છે, દુખી છે, અમે તેની સાથે છીએ.

શું તમે અત્યારે અવિમુક્તેશ્વરાનંદનો રાજકીય એજન્ડા ચલાવી રહ્યા છો? આ સવાલ પર અહિલેશ યાદવે જવાબ આપતા કહ્યું કે માંને નથી લાગતું કે મારો અને તેમનો કોઈ પોલિટિકલ એજન્ડા હોય. જે પીડિત છે, દુખી છે, પીડામાં છે, અપમાનિત છે, અમે તેની સાથે છીએ, PDA તેની સાથે છે, સમાજવાદી પાર્ટી તેની સાથે છે.

ગૌ માતાને ‘રાજ્ય માતા’ નો દરજ્જો

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ ગૌ માતાને ‘રાજ્ય માતા’ નો દરજ્જો આપવાનો સંઘર્ષ કરી રહ્યા છે. તમારી સરકાર આવી તો શું તમે ગૌ માતાને ‘રાજ્ય માતા’ નો દરજ્જો આપશો? શું તેના પણ તમારી શંકરાચાર્ય સાથે કોઈ વાતચીત થઈ છે? આ સવાલના જવાબમાં અખિલેશ યાદવે કહ્યું કે, ગૌસેવા અમે આજકાલથી નથી કરી રહ્યા. અમે જે વંશમાંથી આવીએ છીએ, જ્યાંથી અમારો ઉદ્ભવ છે, અમારી પેઢીઓ ગૌસેવા કરતી આવી છે. તેમણે કહ્યું કે, ‘ગૌસેવા અમે હંમેશા કરતા રહ્યા છીએ, પરંતુ ભાજપવાળા પાસે ગાયો નથી. તેમની વાતોમાં આવીને છેતરાતા નહીં. તેમને માત્ર ગોબર (છાણ) સાથે જ પ્રેમ છે. કોઈ પણ વસ્તુને જો ખરાબ કરાવી હોય, તો તે ભાજપને સોંપી દો.

ભાજપે બંધ કરાવ્યો ‘કાઉ મિલ્ક પ્લાન્ટ’

તેમણે પોતાની સરકારના કામોને યાદ કરતા જણાવ્યું હતું કે, “મને યાદ છે, ઉત્તર પ્રદેશમાં સૌથી પહેલો ‘કાઉ મિલ્ક પ્લાન્ટ’ (ગાયના દૂધનો પ્લાન્ટ) સમાજવાદી પાર્ટીની સરકારે કનૌજમાં સ્થાપ્યો હતો. તે બનીને તૈયાર પણ થઈ ગયો હતો. સરકારે નક્કી કર્યું હતું કે ધીરે-ધીરે તમામ દેશી ગાયોને આમાં સામેલ કરવામાં આવશે. ગાયના દૂધની ખરીદી માટે 4 રૂપિયા વધુ આપવાની પણ વાત થઈ હતી. પરંતુ ભારતીય જનતા પાર્ટીના લોકોએ તે કાઉ મિલ્ક પ્લાન્ટને બંધ કરી દીધો.

અખિલેશ યાદવે પોતાની વાત આગળ વધારતા કહ્યું કે, “ભાજપ સરકાર દ્વારા તેને એટલા માટે બંધ કરી દેવામાં આવ્યો કારણ કે તેની શરૂઆત સમાજવાદી પાર્ટીએ કરી હતી. આજે હું એવો દાવો કરી શકું છું કે તે દેશનો સૌથી શ્રેષ્ઠ મોડલનો ‘કાઉ મિલ્ક પ્લાન્ટ’ હતો. તેનું ઉદ્ઘાટન પણ પ્રધાનમંત્રીજી પાસે કરાવ્યું હતું, તેમ છતાં ઉત્તર પ્રદેશની સરકારે તેને બંધ કરી દીધો. હવે તમે જ જણાવો કે ગૌસેવા કોણ વધારે કરે છે, ભાજપવાળા કે સમાજવાદી પાર્ટીના લોકો?

‘ઇસ્લામ કોઈની સંપત્તિ નથી’, પેલેસ્ટાઇનની અલ અક્સા મસ્જિદ મુસ્લિમો માટે કેમ મહત્વપૂર્ણ, જાણો આ વિષય પર ઓવૈસી શું બોલ્યા..

Follow Us