Jammu kashmir અને લદ્દાખમાં ફસાયેલા 286 યાત્રીઓને એરફોર્સે સલામત સ્થળે પહોંચાડયા

|

Jan 13, 2021 | 11:35 AM

ભારતીય વાયુસેનાએ કેન્દ્ર શાસિત પ્રદેશો જમ્મુ કાશ્મીર અને લદ્દાખમા ફસાયેલા 286 યાત્રીઓને મંગળવારે તેમના નિર્ધારીત સ્થાન સુધી પહોંચાડી દીધા છે. એક અધિકારીએ જણાવ્યું કે લદાખમા કુલ 286 યાત્રીઓ ફસાયા હતા.

Jammu kashmir અને લદ્દાખમાં ફસાયેલા 286 યાત્રીઓને એરફોર્સે સલામત સ્થળે પહોંચાડયા

Follow us on

ભારતીય વાયુસેનાએ કેન્દ્ર શાસિત પ્રદેશો Jammu kashmir અને લદ્દાખમા ફસાયેલા 286 યાત્રીઓને મંગળવારે તેમના નિર્ધારીત સ્થાન સુધી પહોંચાડી દીધા છે. એક અધિકારીએ જણાવ્યું કે લદાખમા કુલ 286 યાત્રીઓ ફસાયા હતા. તેમને ભારતીય વાયુસેનાએ સી-130 એન એએન -32 ની મદદથી જમ્મુ કાશ્મીર અને લદ્દાખ પહોંચાડવામા આવ્યા છે.

તેમણે કહ્યું કે 21 યાત્રીઓને લેહથી શ્રીનગર લાવવામા આવ્યા છે. જેમાં 35 ને શ્રીનગર થી કારગિલ, 19 ને કારગિલથી શ્રીનગર , 21 ને જમ્મુથી કારગિલ , 70 ને કારગિલથી જમ્મુ અને 120 લોકોને લેહથી જમ્મુ લઇ જવામા આવ્યા છે. કારગિલ કુરીયર સેવાના મુખ્ય કો- ઓર્ડીનેટર આમિર અલીએ જણાવ્યું કે શ્રી નગર કારગિલ રોડ માર્ગ બંધ હોવાના કારણે એએન- 32 કારગિલ કુરિયર સેવા અઠવાડિયામા ત્રણ વાર કારગિલથી જમ્મુ અને બે વાર કારગિલથી શ્રીનગર જાય છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

તેમણે કહ્યું કે હાલમા હવામાન ખરાબ હોવાના લીધે સેવા રદ કરવામા આવી છે. લદાખ પ્રશાસને રક્ષા મંત્રાલય પાસે સી-17 , સી -130 અને એએન -32 વિમાનોના ઉપયોગથી મદદ કરવા અનુરોધ કર્યો હતો. અલીએ જણાવ્યું કે એએન- 32 કારગીલ કુરિયર સેવાની બુધવારે કારગિલથી શ્રીનગર અને કારગિલથી જમ્મુ ઉડાન ભરવાની યોજના છે.

Next Article