એર ચીફ માર્શલ વી.આર. ચૌધરીને ભારતીય વાયુસેનાના વડા તરીકે નિયુક્ત કરાયા, RKS ભદૌરિયાની જગ્યાએ નિયુક્તિ, જાણો તેમના વિશે

|

Sep 30, 2021 | 3:49 PM

નેશનલ ડિફેન્સ એકેડેમીના પૂર્વ વિદ્યાર્થી અને એર ચીફ માર્શલ ચૌધરી 29 ડિસેમ્બર, 1982 ના રોજ ભારતીય વાયુસેનામાં જોડાયા હતા. લગભગ 38 વર્ષની કારકિર્દીમાં, તેમણે ભારતીય વાયુસેનાના વિવિધ પ્રકારના ફાઇટર અને તાલીમ વિમાનો ઉડાવ્યા છે.

એર ચીફ માર્શલ વી.આર. ચૌધરીને ભારતીય વાયુસેનાના વડા તરીકે નિયુક્ત કરાયા, RKS ભદૌરિયાની જગ્યાએ નિયુક્તિ, જાણો તેમના વિશે
Air Chief Marshal V.R. Chaudhari

Follow us on

એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરી (Vivek Ram Chaudhary) ભારતીય વાયુસેનાના (Indian Air Force) નવા વડા બન્યા છે. તેમણે આર.કે.એસ. ભદૌરિયાની (RKS Bhadauriya) જગ્યા લીધી છે. RKS ભદૌરિયા 42 વર્ષની સેવા બાદ આજે નિવૃત્ત થયા છે.

નવા IAF ચીફ, ચૌધરીએ વાયુસેનાના વેસ્ટર્ન એર કમાન્ડ (WC) ના કમાન્ડર-ઇન-ચીફ તરીકે પણ સેવા આપી છે. આ કમાનની જવાબદારી સંવેદનશીલ લદાખ ક્ષેત્ર (LAC) તેમજ ઉત્તર ભારતના અન્ય ભાગોમાં દેશના હવાઈ ક્ષેત્રની સુરક્ષાની છે. આ સ્થિતિમાં, VR ચૌધરી નવા એર ચીફ બન્યા બાદ ચીન સાથેના સંબંધોમાં થોડો સુધારા થવાની અપેક્ષા છે. નિવૃત્તિ પહેલાં, વિદાય લેનારા વાયુસેના પ્રમુખ આર.કે.એસ. ભદૌરિયાએ આજે ​​દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ આપી હતી.

3,800 કલાકથી વધુ એરક્રાફ્ટની ઉડાન ભરી છે

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

નેશનલ ડિફેન્સ એકેડેમીના પૂર્વ વિદ્યાર્થી અને એર ચીફ માર્શલ ચૌધરી 29 ડિસેમ્બર, 1982 ના રોજ ભારતીય વાયુસેનામાં જોડાયા હતા. લગભગ 38 વર્ષની કારકિર્દીમાં, તેમણે ભારતીય વાયુસેનાના વિવિધ પ્રકારના ફાઇટર અને તાલીમ વિમાનો ઉડાવ્યા છે. તેમની પાસે મિગ -21, મિગ -23 એમએફ, મિગ -29 અને સુખોઈ -30 એમકેઆઈ ફાઇટર જેટમાં 3,800 કલાકથી વધુ ઉડાનનો અનુભવ છે.

રાફેલને એરફોર્સમાં સામેલ કરવામાં પણ ભૂમિકા ભજવી હતી

S-400 જેવી આધુનિક સંરક્ષણ પ્રણાલીના સંચાલન માટે પણ જવાબદાર રહેશે, જે ટૂંક સમયમાં વાયુસેના (IAF) નો ભાગ બનશે. તેઓ ટૂંક સમયમાં ભારતીય વાયુસેનામાં સ્વદેશી અને વિદેશી મૂળના વિમાનો મેળવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આરએસ ચૌધરી પણ ભારતીય વાયુસેનામાં રાફેલને સામેલ કરવા પાછળ તેમને પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. તે સમયે અંબાલા એરબેઝ વેસ્ટર્ન એરફોર્સ કમાન્ડરના આદેશ હેઠળ હતું. તેમણે ઓપરેશન મેઘદૂત અને ઓપરેશન સફેદ સાગર (1999 માં કારગિલ સંઘર્ષ દરમિયાન IAF દ્વારા પૂરી પાડવામાં આવેલ સહાય) દરમિયાન મહત્વની ભૂમિકા ભજવી હતી.

 

આ પણ વાંચો : Amrinder singh : પંજાબના રાજકારણમાં ઉથલપાથલથી પરેશાન ભારતીય ફૂટબોલ સ્ટારે ટ્વિટર પર હાથ જોડીને કહ્યું- મને બચાવો

આ પણ વાંચો : મની લોન્ડરિંગ કેસમાં કૈલાશ ગાયકવાડની વધી મુશ્કેલી, EDએ સમન્સ મોકલતા પુછપરછ માટે થયા હાજર

Published On - 3:46 pm, Thu, 30 September 21

Next Article