Delhi AIIMS : કેમ્પસમાં ફાયર સ્ટેશન ધરાવતી દેશની પ્રથમ હોસ્પિટલ બની, 75માં સ્વતંત્રતા દિવસની ભેટ

|

Aug 15, 2021 | 11:34 PM

ગર્ગે વધુમાં જણાવ્યું હતું કે, એઈમ્સે (AIIMS)  દિલ્હી ફાયર સર્વિસ સાથેના સહયોગથી  હોસ્પિટલની અંદર ફાયર સ્ટેશન ખોલવામાં આવ્યું છે જેથી કોઈપણ આપત્તિનો સામનો કરી શકાય.

Delhi AIIMS : કેમ્પસમાં ફાયર સ્ટેશન ધરાવતી દેશની પ્રથમ હોસ્પિટલ બની, 75માં સ્વતંત્રતા દિવસની ભેટ
ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ દેશની પ્રથમ હોસ્પિટલ બની છે જે તેના પરિસરમાં ફાયર સ્ટેશન ધરાવે છે.

Follow us on

રવિવારે 75 માં સ્વતંત્રતા દિવસની જાહેરાત કરતા દિલ્હી ફાયર સર્વિસ(Delhi Fire Service) ના ડિરેક્ટર અતુલ ગર્ગે જણાવ્યું હતું કે, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (All India Institute of Medical Sciences) દેશની પ્રથમ હોસ્પિટલ બની છે કે જેના કેમ્પસમાં ફાયર સ્ટેશન છે. તેમણે આને ગર્વની ક્ષણ ગણાવી.

ગર્ગે વધુમાં જણાવ્યું હતું કે, એઈમ્સે (AIIMS)  દિલ્હી ફાયર સર્વિસ સાથેના સહયોગથી  હોસ્પિટલની અંદર ફાયર સ્ટેશન ખોલવામાં આવ્યું છે જેથી કોઈપણ આપત્તિનો સામનો કરી શકાય. તેમણે વધુમાં માહિતી આપી કે ફાયર સ્ટેશનનું માળખું AIIMS દ્વારા આપવામાં આવશે અને મેનપાવરની વ્યવસ્થા દિલ્હી ફાયર સર્વિસ કરશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

ત્રીજી લહેર બીજી લહેર જેટલી ખરાબ નહીં હોય – રણદીપ ગુલેરિયા

શનિવારે, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે બની શકે કે, દેશમાં કોરોનાવાયરસ મહામારીની ત્રીજી લહેર દેખાય નહીં, પરંતુ તે મોટે ભાગે લોકોની જાગૃતિ તેમજ કોરોના ગાઈડ લાઈનના પાલન ઉપર આધાર રાખે છે.

ગુલેરિયાએ એમ પણ ઉમેર્યું  કે મને નથી લાગતું કે આપણે એવી ત્રીજી લહેર જોઈશું જે બીજી લહેર જેટલી ખરાબ હશે.

ત્રીજી લહેરની આગાહી સંભળાઈ રહી છે ત્યારે આ લહેરમાં બાળકોમાં વધારે કોરોના સંક્રમણ ફેલાઈ શકે છે તેવી આશંકાનો ઉલ્લેખ કરતા, એઈમ્સના ડીરેક્ટરએ કહ્યું કે બાળકોને કોરોના થવાની શક્યતા એટલા માટે છે કારણકે તેમને રસી નથી અપાઈ રહી.

તેમણે કહ્યું કે સામાન્ય ભાવના પણ એ છે કે પુખ્ત વયના લોકોને રસી આપવામાં આવી રહી છે, જ્યારે બાળકોને રસી આપવામાં આવી રહી નથી અને તેથી જો કોઈ નવી લહેર આવે તો તે વધુ સંવેદનશીલ લોકોને અસર કરશે.

હાલના સમયમાં બીજી લહેરના આઘાતમાંથી લોકો હજુ બહાર નથી આવ્યા તેવામાં ત્રીજી લહેરની આગાહીઓએ લોકોને તેમજ સરકારને ઘેરી ચિંતામાં મુક્યા છે. સરકાર પણ ત્રીજી લહેરને અટકાવવા તેમજ તેની ઘાતકતા ઓછી કરવા શક્ય તમામ પ્રયત્નો કરી રહી છે. ત્યારે એઈમ્સના ડીરેક્ટરના આ નિવેદનથી લોકોને હળવું આશ્વાશન જરૂર મળ્યું છે.

આ પણ વાંચો : આંધ્રપ્રદેશમાં 21 ઓગસ્ટ સુધી લંબાવાયો કર્ફ્યુુ, 150 થી વધારે લોકોને લગ્ન અને ધાર્મિક કાર્યક્રમોમાં પ્રવેશ નહી

Next Article