AIIMSના ચીફ ગુલેરિયાએ આપી ચેતવણી, કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન કોરોના વિરોધી રસીથી બચી શકે છે

|

Nov 29, 2021 | 7:56 AM

ગુલેરિયાએ કહ્યું કે મોટાભાગની રસીઓ સ્પાઇક પ્રોટીન સામે એન્ટિબોડીઝ બનાવીને કામ કરે છે, તેથી સ્પાઇક પ્રોટીન ક્ષેત્રમાં ઘણા બધા ફેરફારો કોવિડ-19 રસીની અસરકારકતા ઘટાડી શકે છે.

AIIMSના ચીફ ગુલેરિયાએ આપી ચેતવણી, કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન કોરોના વિરોધી રસીથી બચી શકે છે
Dr. Randeep Guleria

Follow us on

દક્ષિણ આફ્રિકામાં (South Africa) જોવા મળતા કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોને ( Omicron ) સમગ્ર વિશ્વમાં ગભરાટ ફેલાવ્યો છે. AIIMSના ચીફ ડૉ. રણદીપ ગુલેરિયાએ ( Dr Randeep Guleria)કહ્યું છે કે કોરોનાના નવા ઓમિક્રોન વેરિઅન્ટના (Omicron variant) સ્પાઇક પ્રોટીન ક્ષેત્રમાં 30 થી વધુ ફેરફારો જોવા મળ્યા છે, જે તેને રોગપ્રતિકારક શક્તિથી બચવાની ક્ષમતા વિકસાવવામાં મદદ કરી શકે છે. આ જ કારણ હોઈ શકે છે કે તે કોરોના વિરોધી રસીથી (Corona vaccine) બચી શકે છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

ગુલેરિયાએ કહ્યું કે ઓમિક્રોન સામેની રસીની અસરકારકતાનું ગંભીરતાથી મૂલ્યાંકન કરવાની જરૂર છે. નોંધપાત્ર રીતે, સ્પાઇક પ્રોટીનની હાજરી ઓમિક્રોનના કોષમાં વાયરસના પ્રવેશને સરળ બનાવે છે અને તેને ફેલાવવા અને સંક્રમણનું કારણ બનવા માટે જવાબદાર છે. AIIMSના ડિરેક્ટરે કહ્યું કે કોરોનાના નવા પ્રકારમાં સ્પાઇક પ્રોટીન ક્ષેત્રમાં 30 થી વધુ મ્યુટેશન છે અને તેથી તે રોગપ્રતિકારક શક્તિને ટાળવાની ક્ષમતા વિકસાવે તેવી શક્યતા છે.

ગુલેરિયાએ કહ્યું કે મોટાભાગની રસીઓ સ્પાઇક પ્રોટીન સામે એન્ટિબોડીઝ બનાવીને કામ કરે છે, તેથી સ્પાઇક પ્રોટીન ક્ષેત્રમાં ઘણા બધા ફેરફારો કોવિડ-19 રસીની અસરકારકતા ઘટાડી શકે છે. તેમણે કહ્યું કે ભવિષ્યની કાર્યવાહી તેના ફેલાવા, તીવ્રતા અને રોગપ્રતિકારક શક્તિને ટાળવાની ક્ષમતા પર વધુ વિગતવાર શું બહાર આવે છે તેના પર નિર્ભર રહેશે.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

ઓમિક્રોન બાબતે સતત દેખરેખ 
અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતીય SARS-CoV-2 જીનોમિક કન્સોર્ટિયા ઇન્સાકોગ કોરોનાના નવા પ્રકાર B.1.1.1.529 પર નજીકથી દેખરેખ રાખી રહ્યું છે અને દેશમાં તેની હાજરી હજુ સુધી નિશ્ચિત કરવામાં આવી નથી. ગુલેરિયાએ ખૂબ જ જાગ્રત રહેવાની અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ અને તે પ્રદેશમાં જ્યાં કેસોની સંખ્યામાં અચાનક વધારો થયો છે તે બંને માટે આક્રમક દેખરેખ રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

કોવિડ ગાઈડલાઈન અનુસરવાની સલાહ
ગુલેરિયાએ કહ્યું કે આપણે સૌને નિષ્ઠાપૂર્વક કોવિડની ગાઈડલાઈનને અનુસરવા માટે કહેવું જોઈએ, અને આપણી સુરક્ષામાં સહેજ પણ બેદરકારી ન દાખવવી જોઈએ. એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે લોકોને રસીના બંને ડોઝ મળે અને જેમણે હજુ સુધી કોરોના વિરોધી રસી નથી લીધી તેઓને તે લેવા માટે આગળ આવવા પ્રોત્સાહિત કરવામાં આવે.

આ પણ વાંચોઃ

Petrol Diesel Price Today: ક્રૂડની કિંમતોને લઈ આવ્યા ચિંતાના સમાચાર, શું પેટ્રોલ – ડીઝલ ફરી મોંઘા થશે? જાણો લેટેસ્ટ ભાવ

આ પણ વાંચોઃ

PM મોદીએ અરુણાચલ પ્રદેશના આ ફળના કર્યા બે મોઢે વખાણ ! કહ્યું અત્યંત સ્વાદિષ્ટ છે ફળ, દરેક ઘરમાં હોવું જ જોઈએ

Next Article