Agriculture Sector: કોરોનાની બીજી લહેરની કૃષિ પર અસર  નહિ થાય: નીતિઆયોગ

|

Jun 07, 2021 | 5:39 PM

Agriculture Sector : કોરોનાની બીજી લહેરે સમગ્ર દેશમાં પોતાનો પ્રકોપ (Fury)વરસાવ્યો છે. કોરોનાની બીજી લહેરમાં(second wave) ન માત્ર શહેરો પરંતુ ગામડાઓમાં પણ કોરોનાનું સંક્રમણ (corona transition)જોવા મળ્યું હતુ. વધતા કોરોનાં સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા લોકડાઉનનો(lockdown) સહારો લેવામાં આવ્યો હતો.

Agriculture Sector: કોરોનાની બીજી લહેરની કૃષિ પર અસર  નહિ થાય: નીતિઆયોગ
Farmer

Follow us on

Agriculture Sector : કોરોનાની બીજી લહેરે સમગ્ર દેશમાં પોતાનો પ્રકોપ (Fury)વરસાવ્યો છે. કોરોનાની બીજી લહેરમાં(second wave) ન માત્ર શહેરો પરંતુ ગામડાઓમાં પણ કોરોનાનું સંક્રમણ (corona transition)જોવા મળ્યું હતુ. વધતા કોરોનાં સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા લોકડાઉનનો(lockdown) સહારો લેવામાં આવ્યો હતો જેને કારણે દેશની આર્થિક સ્થિતિ મંદ પડી હતી અને ધંધા રોજગાર પર માઠી અસર પહોંચી હતી.

ત્યારે નિતિઆયોગનાં સભ્ય રમેશ ચંદે કહ્યું (Ramesh Chand) કે, “કોરોનાની બીજી લહેરની કૃષિ ક્ષેત્ર પર અસર નહિ થાય કારણ કે, ગ્રામ્ય વિસ્તારોમાં (Village area)મે મહિનામાં કોરોનાનું સંક્રમણ ફેલાયું હતું અને તેવા સમયે કૃષિ પ્રવૃત્તિઓ ઓછામાં ઓછી હોય છે.”

મે મહિનામાં ઓછામાં ઓછા પાકનું વાવેતર થાય

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

એક ઇન્ટરવ્યુમાં ચંદે કહ્યું હતું કે, મે મહિનામાં કોઈ પાકનું વાવેતર (Planting)કરવામાં આવતું નથી,  ફક્ત થોડા શાકભાજી(Vegetables) અને અન્ય પાકની ખેતી કરવામાં આવે છે.  ઉપરાંત માર્ચ અથવા એપ્રિલ(April) સુધીમાં ખેતીનાં પાકોની કામગીરી પણ ટોચ (Top)પર હોય છે અને ચોમાસાના (Monsoon)આગમન સાથે ફરીથી આ પ્રવૃત્તિઓ શરૂ થાય છે.

મુખ્યત્વે, મે અને જુન મહિનામાં શ્રમિકોની(Labour) હાજરી પણ નહિવત હોય છે, તેથી કૃષિ ક્ષેત્ર પર કોરોનાની બીજી લહેરનો કોઈ પ્રભાવ પડશે નહિ.  ઉપરાંત, 2021-22 માં કૃષિ ક્ષેત્રની(Agriculture Area) વૃધ્ધિ 3 % થી પણ વધારે રહેશે તેવી રમેશ ચંદે સંભાવના વ્યક્ત કરી હતી. મહત્વપૂર્ણ છે કે,ગયા વર્ષ કૃષિ ક્ષેત્રની વૃધ્ધિ 3.6 % જેટલી હતી અને ભારતીય અર્થવ્યવસ્થામાં 7.3% જેટલો ઘટાડો થયો છે.

કઠોળનાં ઉત્પાદન માટે વિસ્તાર વધારવાની જરૂર

કઠોળમાં આત્મનિર્ભર(Self reliant)  થવા માટે ચંદે કહ્યું કે, સિંચાઈ હેઠળનો વિસ્તાર વધારવાની જરૂર છે. કઠોળનાં (Beans) ઉત્પાદન અને ભાવ સ્થિરતાના કારણે કૃષિમાં ઘણા પરિવર્તન થઈ શકે એમ છે. વધુમાં જણાવ્યું કે, ભારતમાં સબસિડી (subsidy) નીતિ, ભાવ નીતિ અને ટેકનોલોજી નીતિ ચોખા, ઘઉં અને શેરડી જેવા પાકોની તરફેણમાં છે. આવી સ્થિતિમાં જો કઠોળનાં ઉત્પાદન માટે વિસ્તાર વધારવામાં આવે તો ખેડુતોને જરૂરથી ફાયદો થશે.

Published On - 5:34 pm, Mon, 7 June 21

Next Article