Agnipath Scheme: સોનિયા ગાંધીની યુવાનોને અપીલ, વિરોધ કરવા શાંતિપૂર્ણ પદ્ધતિ અપનાવો, કોંગ્રેસ તમારી સાથે

|

Jun 18, 2022 | 3:29 PM

સોનિયા ગાંધીએ (Sonia Gandhi) ભારતીય સેનાના ભરતી નિયમોમાં ફેરફારને લઈને કેન્દ્ર સરકારને ભીંસમાં લીધી છે. તેમણે કહ્યું છે કે સેનામાં લાખો જગ્યાઓ ખાલી હોવા છતાં છેલ્લા ત્રણ વર્ષથી ભરતી ન થવાના કારણે યુવાનોની પીડા સમજી શકે છે.

Agnipath Scheme: સોનિયા ગાંધીની યુવાનોને અપીલ, વિરોધ કરવા શાંતિપૂર્ણ પદ્ધતિ અપનાવો, કોંગ્રેસ તમારી સાથે
Sonia Gandhi

Follow us on

કેન્દ્ર સરકારના સંરક્ષણ મંત્રાલયે સોમવારે ભારતીય સેનામાં ભરતીના નિયમોમાં મહત્વનો ફેરફાર કર્યો હતો. જેના માટે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ત્રણેય સંરક્ષણ વડાઓની હાજરીમાં અગ્નિપથ યોજનાની (Agnipath Scheme) જાહેરાત કરી હતી. તેના વિરોધમાં આ દિવસોમાં દેશનું વાતાવરણ ગરમાયું છે. ઘણા શહેરોના યુવાનો યોજનાઓનો વિરોધ કરી રહ્યા છે. જે અંતર્ગત અનેક રાજ્યોમાંથી સતત હિંસા અને આગચંપીની ઘટનાઓ સામે આવી રહી છે. દરમિયાન કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ (Sonia Gandhi) અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહેલા યુવાનોને સમર્થન આપવાની જાહેરાત કરી છે. તેમણે આ અંગે એક પત્ર જાહેર કર્યો છે. આ સાથે તેમણે યુવાનોને શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવાની અપીલ કરી છે.

જયરામ રમેશે સોનિયા ગાંધીને ટાંકીને પત્ર જાહેર કર્યો

અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહેલા યુવાનોને સમર્થન આપવા માટે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા જાહેર કરાયેલ પત્ર કોંગ્રેસના નવનિયુક્ત મીડિયા ઈન્ચાર્જ જયરામ રમેશે જાહેર કર્યો છે. સોનિયા ગાંધીને 2જી જૂને કોરોનાનો ચેપ લાગ્યો હતો. જે બાદ તબિયત ખરાબ હોવાને કારણે તેમને 12 જૂને સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારથી તે ડોક્ટરોની દેખરેખ હેઠળ દાખલ છે. શુક્રવારે કોંગ્રેસે તેમની તબિયત અંગે બુલેટિન જાહેર કર્યું હતું. જેમાં તેમના શ્વસન માર્ગમાં ફંગલ ઇન્ફેક્શન વિશે માહિતી આપવામાં આવી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

પત્રમાં શું છે

પત્રમાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ભારતીય સેનાના ભરતી નિયમોમાં ફેરફારને લઈને કેન્દ્ર સરકારને ભીંસમાં લીધી છે. તેમણે કહ્યું છે કે સેનામાં લાખો જગ્યાઓ ખાલી હોવા છતાં છેલ્લા ત્રણ વર્ષથી ભરતી ન થવાના કારણે યુવાનોની પીડા સમજી શકે છે. આ સાથે પત્રમાં તેમણે અગ્નિપથ યોજનાને દિશાવિહીન હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે લશ્કરી નિષ્ણાતો પણ તેના પર સવાલો ઉઠાવી રહ્યા છે. પત્રમાં વધુમાં જણાવાયું છે કે કોંગ્રેસ યુવાનોની સાથે ઉભી છે અને આ યોજનાઓને પરત લેવા માટે લડત આપવાનું અને યુવાનોના હિતોનું ધ્યાન રાખવાનું વચન આપે છે. અંતમાં યુવાનોને શાંતિપૂર્ણ અને અહિંસક દેખાવો કરવા અપીલ કરવામાં આવી છે.

યોજના સામે ત્રીજા દિવસે પણ વિરોધ ચાલુ

અગ્નિપથ યોજનાના વિરોધમાં બિહાર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, ઉત્તર પ્રદેશ સહિત અન્ય ઘણા રાજ્યોમાં દેખાવો થયા હતા, પરંતુ શુક્રવારે વિરોધની આ આગ અન્ય રાજ્યો અને શહેરોમાં પણ ફેલાઈ ગઈ હતી. ત્રીજા દિવસે શનિવારે અનેક રાજ્યોમાં દેખાવો થયા હતા. આ પ્રદર્શનોમાં વિરોધીઓ દ્વારા સરકારી મિલકતોને નુકસાન પહોંચાડવાના મામલા સામે આવ્યા છે.

Published On - 3:29 pm, Sat, 18 June 22

Next Article