Gujarati NewsNationalAgain asharam bapu hoarding in ahmedabad at shivrajni cross raod question is who permitted this hording when asharam is in jail
જેલમાં બંધ આસારામ બાપુના શહેરમા હોર્ડિંગ્સ શું લાગ્યા કે થઈ ગયો હંગામો!
યોનશોષણના આરોપી આસારામના હોર્ડિંગ્સ ફરી અમદાવાદમાં લાગ્યા છે. આ વખતે આસારામના હોર્ડિંગમાં સાચો પ્રેમ દિવસ અને માતા-પિતા પૂજન દિવસ 14 ફેબ્રુઆરીના રોજ ઉજવવાની વાત નજરે પડી છે. યોન શોષણ અને બળાત્કારના કેસમાં જેલમાં રહેલાં આસારામના અમદાવાદમાં ફરી હોર્ડિંગ્સ લાગતા ચકચાર મચી છે. અમદાવાદના શિવરંજની બ્રિઝ પાસે આસારામના ફોટા સાથે હોર્ડિંગ્સ લાગ્યા છે. જેમાં 14મી ફેબ્રુઆરીએ […]
યોનશોષણના આરોપી આસારામના હોર્ડિંગ્સ ફરી અમદાવાદમાં લાગ્યા છે. આ વખતે આસારામના હોર્ડિંગમાં સાચો પ્રેમ દિવસ અને માતા-પિતા પૂજન દિવસ 14 ફેબ્રુઆરીના રોજ ઉજવવાની વાત નજરે પડી છે.
યોન શોષણ અને બળાત્કારના કેસમાં જેલમાં રહેલાં આસારામના અમદાવાદમાં ફરી હોર્ડિંગ્સ લાગતા ચકચાર મચી છે. અમદાવાદના શિવરંજની બ્રિઝ પાસે આસારામના ફોટા સાથે હોર્ડિંગ્સ લાગ્યા છે. જેમાં 14મી ફેબ્રુઆરીએ માતા-પિતા પૂજન દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરાઇ છે. આ કાર્યક્રમ તરીકે પ્રેરણાસ્ત્રોતમાં આસારામ બાપુનું નામ લખવામાં આવ્યું છે. આ હોર્ડિંગ્સમાં એવું સુચવવામાં આવ્યું છે આવો સાચો પ્રેમ દિવસ મનાવીએ અને માતા-પિતાનું પૂજન કરીએ. કઇ સંસ્થા દ્રારા આ હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા તેનો ઉલ્લેખ કરાયો નથી. હોર્ડિંગ પરથી લાગી રહ્યું છે કે આ હોર્ડિંગ્સ આસારામ સાથે સંબંધિત સંસ્થાએ જ લગાવ્યાં છે.
Toothache Problem : દાંત દુખે છે ? આ 5 ખોરાક ભૂલથી ન ખાતા
ચોમાસામાં ફંગલ ઇન્ફેક્શન કેમ વધુ જોવા મળે છે?
ડેઝર્ટ અને મીઠાઈ વચ્ચે શું તફાવત છે? 99 % ને આ વિશે નથી જાણતા
આ સુંદરીઓ પોતાની ફિટનેસનું રાખે છે ખાસ ધ્યાન, ચલાવે છે પોતાનો યોગ સ્ટુડિયો
Patil Surname History : જાણો પાટીલ અટકનો અર્થ અને ઈતિહાસ
આજે જ્યારે આશારામની આબરુના ધજાગરા ઉડી ગયા છે, ત્યારે આશારામ સાથે સંકળાયેલી સંસ્થા આવા કાર્યક્રમો યોજી, હોર્ડિંગ્સ મુકીને આસારામની ગુમાવી ચુકેલી ઇજ્જતને પાછી મેળવવા પ્રયત્ન કરી રહી છે. સવાલ એ છે કે જે વ્યક્તિ હાલ જેલમાં છે, તેના પર બળાત્કાર જેવા ગંભીર આરોપ છે, તેના ફોટોગ્રાફ્સ હોર્ડિંગ્સમાં છાપવાની કોર્પોરેશને કઇ રીતે મંજુરી આપી દીધી. શું ફરીવાર કોર્પોરેશનના અધિકારીઓને આ અંગે અંધારામાં રાખવામાં આવ્યા છે કે શું વગેરે સવાલો હાલ ચર્ચામાં છે.