Gyanvapi Controversy : સુપ્રીમ કોર્ટના આદેશ બાદ જ્ઞાનવાપી કેસની સુનાવણી આજથી વારાણસીની જિલ્લા ન્યાયાધીશ કોર્ટમાં થશે

|

May 23, 2022 | 8:09 AM

શુક્રવારે સુપ્રીમ કોર્ટના (Supreme Court)આદેશ બાદ શનિવારે આ કેસ સાથે સંબંધિત અહેવાલો અને પુરાવાઓ જિલ્લા ન્યાયાધીશની કોર્ટને સોંપવામાં આવ્યા હતા.

Gyanvapi Controversy : સુપ્રીમ કોર્ટના આદેશ બાદ જ્ઞાનવાપી કેસની સુનાવણી આજથી વારાણસીની જિલ્લા ન્યાયાધીશ કોર્ટમાં થશે
Gyanvapi Masjid

Follow us on

વારાણસીની (Varanasi) જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં આજથી જિલ્લા ન્યાયાધીશ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના (Supreme Court) આદેશ બાદ આજથી શ્રૃંગાર ગૌરી સહિત અન્ય દેવી-દેવતાઓને પૂજા કરવાનો અધિકાર સોંપવાની માંગ કરતી અરજી પર જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં સુનાવણી થશે. તમને જણાવી દઈએ કે, અગાઉ આ કેસની સુનાવણી સિવિલ જજ (વરિષ્ઠ વિભાગ)ની કોર્ટમાં ચાલી રહી હતી. પરંતુ આ મામલામાં પ્રતિવાદી અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટીના વાંધાના આધારે સુપ્રીમ કોર્ટે મામલો ડિસ્ટ્રિક્ટ જજ કોર્ટમાં (District Court) ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કહ્યું હતું કે જ્યાં શિવલિંગ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યાં કોઈને જવા દેવામાં આવશે નહીં.

મળતી માહિતી મુજબ શુક્રવારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ શનિવારે આ કેસ સાથે જોડાયેલા અહેવાલ અને પુરાવાઓ જિલ્લા ન્યાયાધીશની કોર્ટને સોંપવામાં આવ્યા હતા. જે બાદ આજથી મામલાની સુનાવણી થશે. હકીકતમાં, જ્ઞાનવાપી કેમ્પસમાં કોર્ટના આદેશથી કોર્ટ કમિશન દ્વારા બે તબક્કામાં પાંચ દિવસ સુધી સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને તેનો રિપોર્ટ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં પ્રતિવાદી અંજુમન ઈન્તેજામિયા કમિટીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને કેસને રદ કરવા જણાવ્યુ હતુ. પરંતુ સુપ્રીમ કોર્ટે આ મામલાની સુનાવણી જિલ્લા ન્યાયાધીશ દ્વારા કરવાનો નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે હિંદુ જ્યાં શિવલિંગ હોવાનો દાવો કરે છે તે જગ્યાની રક્ષા કરવી જોઈએ અને મુસ્લિમને પ્રાર્થના કરતા રોકવા જોઈએ નહીં.

જાણો શું હતો સુપ્રીમ કોર્ટનો આદેશ ?

શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણીમાં કહેવામાં આવ્યું હતું કે આ મામલાને સિવિલ જજ સિનિયર ડિવિઝન વારાણસીથી ડિસ્ટ્રિક્ટ જજ વારાણસીમાં ટ્રાન્સફર કરવામાં આવે અને મુસ્લિમ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર પ્રાથમિકતાના આધારે સુનાવણી કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે 17 મેનો અમારો વચગાળાનો આદેશ ચુકાદાની ઘોષણા સુધી અને તે પછીના 8 અઠવાડિયા સુધી અમલમાં રહેશે જેથી પીડિત પક્ષ જિલ્લા ન્યાયાધીશના આદેશને પડકારી શકે.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

સુપ્રીમ કોર્ટ દ્વારા મુસ્લિમ પક્ષને આંચકો લાગ્યો હતો

આ કેસને લઈને  મુસ્લિમ પક્ષે કહ્યું કે આ જ્ઞાનવાપી મસ્જિદમાં જે સર્વે કરવામાં આવી રહ્યો છે તેને ફગાવી દેવો જોઈએ. પરંતુ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે ટ્રાયલ કોર્ટ ચાલી રહેલા કેસને રોકી શકે નહીં.

Next Article