મુંબઈ-અમદાવાદ બાદ હવે ભારતના આ 10 શહેરમાં પણ દોડશે બુલેટ ટ્રેન

|

Mar 13, 2019 | 3:07 AM

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ, જે દેશમાં બુલેટ ટ્રેનો રજૂ કરે છે. તેને ભારતીય રેલવે વિભાગ દ્વારા વધારે રૂટ પર બુલેટ ટ્રેનની યોજના શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તે પ્રમાણે બુલેટ ટ્રેન કોર્પોરેશન ભારતના અલગ અલગ ટ્રેન રૂટમાં સામેલ થશે અને તે નક્કી કરવામાં આવશે કે કયા રૂટ પર બુલેટ ટ્રેનની જરૂરીયાત છે. […]

મુંબઈ-અમદાવાદ બાદ હવે ભારતના આ 10 શહેરમાં પણ દોડશે બુલેટ ટ્રેન

Follow us on

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ, જે દેશમાં બુલેટ ટ્રેનો રજૂ કરે છે. તેને ભારતીય રેલવે વિભાગ દ્વારા વધારે રૂટ પર બુલેટ ટ્રેનની યોજના શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

તે પ્રમાણે બુલેટ ટ્રેન કોર્પોરેશન ભારતના અલગ અલગ ટ્રેન રૂટમાં સામેલ થશે અને તે નક્કી કરવામાં આવશે કે કયા રૂટ પર બુલેટ ટ્રેનની જરૂરીયાત છે. બુલેટ ટ્રેન પરિયોજના જેમાં 10 રૂટ સામેલ છે કુલ મળીને લગભગ 6 હજાર કિલોમીટરનું અંતર નક્કી કરશે. આ યોજનામાં લગભગ 10 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. બુલેટ ટ્રેનની કામગીરી માટે અત્યાર સુધી 6 રસ્તા નક્કી કરવામાં આવ્યા છે. તે સિવાય નવી દિલ્હી અને વારાણસીની વચ્ચે બુલેટ ટ્રેનની કામગીરી માટે કોર્પોરેશન એક અહેવાલ પણ તૈયાર કરશે.

TV9 Gujarati

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

ભારતનો પહેલો બુલેટ ટ્રેન કોરિડોર મુંબઈ-અમદાવાદ વચ્ચે કુલ 508 કિલોમીટર લાંબો હશે. 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડનારી બુલેટ ટ્રેનથી બંને શહેરો વચ્ચેની મુસાફરી લગભગ 2 કલાકમાં પુરી થવાની સંભાવના છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજના પર કામ વર્ષ 2022થી 2023ની વચ્ચે થવાની સંભાવના છે. એક અહેવાલ મુજબ બુલેટ ટ્રેન નવી દિલ્હી- અમૃતસર, નવી દિલ્હી-વારાણસી, નવી દિલ્હી-કોલકાતા, પટના-કોલકાતા, નવી દિલ્હી-મુંબઈ, ચેન્નઈ-બેંગલુરૂની વચ્ચે શરૂ થવાની સંભાવના છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:00 am, Wed, 13 March 19

Next Article