અમિત શાહના આરોપો પર અધીર રંજન ચૌધરીનો જવાબ, કહ્યું- તેમનું એકમાત્ર શસ્ત્ર રામનો આશરો લઈ રહ્યુ છે ભાજપ

|

Aug 06, 2022 | 7:33 PM

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah) શુક્રવારે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, પાર્ટીએ વિરોધ માટે 5 ઓગસ્ટની પસંદગી કરી - જે દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે વર્ષ પહેલાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો.

અમિત શાહના આરોપો પર અધીર રંજન ચૌધરીનો જવાબ, કહ્યું- તેમનું એકમાત્ર શસ્ત્ર રામનો આશરો લઈ રહ્યુ છે ભાજપ
Adhir Ranjan Chowdhary

Follow us on

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah) રાષ્ટ્રીય રાજધાનીમાં કોંગ્રેસના (Congress) નેતાઓના વિરોધને અયોધ્યા દિવસ સાથે જોડ્યાના એક દિવસ પછી, અધીર રંજન ચૌધરીએ (Adhir Ranjan Chaudhary) શનિવારે આરોપ લગાવ્યો કે ભારતીય જનતા પાર્ટી લોકોને વાસ્તવિક મુદ્દાઓથી વાળવા માટે તેના એકમાત્ર હથિયાર રામનો આશ્રય લઈ રહી છે. તેમણે કહ્યું, કોંગ્રેસ મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે સતત વિરોધ કરી રહી છે. લોકોના પ્રશ્નો ઉઠાવવાની આપણી રાજકીય, નૈતિક અને વૈચારિક જવાબદારી છે. કારણ કે લોકો મોંઘવારીમાં અસાધારણ વધારાથી પરેશાન છે, પરંતુ ‘અમૃત કાળ’ના નામે સરકાર સામાન્ય લોકો સાથે છેતરપિંડી કરી રહી છે.

અધીર રંજને શાસક સરકાર પર ડાયવર્ઝનરી યુક્તિઓનો આશરો લેવાનો આરોપ લગાવ્યો. જ્યારે અમે તેનો વિરોધ કરીએ છીએ, ત્યારે તેઓ તેને સહન કરી શકતા નથી. તેથી હવે તેઓ સામાન્ય લોકોનું ધ્યાન હટાવવાની કોશિશ કરી રહ્યા છે, તેઓ એકમાત્ર શસ્ત્ર રામનો આશરો લઈ રહ્યા છે. તેમણે આગળ કહ્યું, રામના શાસનમાં બધા ખુશ હતા, પરંતુ રાવણના શાસનમાં લોકો તે કષ્ટો સહન કરતા હતા જે હવે આપણે જોઈ રહ્યા છીએ. તેમણે કહ્યું કે તેમની પાર્ટી મોંઘવારીનો વિરોધ કરતી રહેશે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, પાર્ટીએ વિરોધ માટે 5 ઓગસ્ટની પસંદગી કરી – જે દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે વર્ષ પહેલાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો અને તેના નેતાઓએ કાળા વસ્ત્રો પહેર્યા હતા. કારણ કે તેઓ, તેમની તુષ્ટિકરણની રાજનીતિને વધુ વેગ આપવા માટે સંદેશ મોકલવા માંગે છે.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, હું સ્પષ્ટપણે માનું છું કે કોંગ્રેસે પોતાની તુષ્ટિકરણની નીતિને છુપા રીતે આગળ ધપાવી છે. બાકીના દિવસોમાં દેખાવો થયા, બધા પોતપોતાના ડ્રેસમાં હતા, પરંતુ આજે બધા કાળા કપડામાં જોવા મળ્યા. કોંગ્રેસ પક્ષના નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સાંસદ મલ્લિકાર્જુન ખડગે સહિત અન્યોએ મોંઘવારી સામે કોંગ્રેસના કાર્યકરો દ્વારા બોલાવેલા વિરોધને પગલે તેમના સમર્થનને ચિહ્નિત કરવા માટે કાળા વસ્ત્રો પહેર્યા હતા. વિરોધમાં સામેલ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

Next Article