AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આવી રહ્યો છે….! ભારતમાં કોવિડના એક્ટિવ કેસ 1700ને પાર, શું કોરોના પુનરાગમન કરી રહ્યો છે ?

ભારતમાં છેલ્લા ઘણા અઠવાડિયાથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોવિડના એક્ટિવ કેસની સંખ્યા 1700ને વટી ગઈ છે. આ દરમિયાન કોવિડ JN.1 નું નવું સબ-વેરિયન્ટ પણ કેરળમાં આવી ગયું છે. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં કેસ વધી શકે છે?

આવી રહ્યો છે....! ભારતમાં કોવિડના એક્ટિવ કેસ 1700ને પાર, શું કોરોના પુનરાગમન કરી રહ્યો છે ?
Active corona cases in India
| Updated on: Dec 18, 2023 | 2:16 PM
Share

ભારતમાં કોરોના વાયરસનો ખતરો ફરી એકવાર વધી રહ્યો છે. ઘણા મહિનાઓ પછી કોવિડના સક્રિય કેસોની સંખ્યા 1700ને વટી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોવિડના 335 નવા કેસ નોંધાયા છે તેમજ એક્ટિવ દર્દીઓના કેસની સંખ્યા વધીને 1,701 થઈ ગઈ છે. દેશમાં કોવિડના કારણે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે.

રવિવારે કોવિડથી પાંચ દર્દીઓના મોત થયા હતા. જેમાંથી ચાર કેરળના છે અને એક દર્દી ઉત્તર પ્રદેશ રાજ્યનો છે. સતત વધી રહેલા કેસોને કારણે ખતરો છે. તે ચિંતાનો વિષય છે કે દેશમાં કોવિડનું નવું પેટા વેરિઅન્ટ, JN.1 નોંધાયું છે. આ વેરિએન્ટના કારણે સિંગાપોરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે.

નવું વેરિઅન્ટ GN.1

ભારતમાં કોરોનાના વધતા કેસોનું એક કારણ નવું વેરિઅન્ટ GN.1 પણ હોવાનું જાણવામાં આવ્યું છે. આ વેરિઅન્ટના દર્દીઓને ઓળખવા માટે કેરળ અને આસપાસના રાજ્યોમાં જીનોમ સિક્વન્સિંગ વધારવામાં આવ્યું છે. થોડાં દિવસો પહેલા કેરળમાં 79 વર્ષીય મહિલામાં COVID-19 સબ-વેરિઅન્ટ JN.1 નો કેસ જોવા મળ્યો હતો.

ત્યારથી કેરળમાં કોરોનાના કેસોમાં થોડોક વધારો નોંધાયો છે. જો કે આ ઓમિક્રોનનું સબ-વેરિઅન્ટ છે, પરંતુ અમુક મહિનાઓ પછી દેશમાં એક નવું વેરિઅન્ટ સામે આવ્યું છે. આવી સ્થિતિમાં નિષ્ણાતો તરફથી લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી રહી છે.

કેમ વધી રહ્યા છે કોરોના કેસ?

નિષ્ણાત ડૉ. જુગલ કિશોરના કહેવા મુજબ કોરોના વાયરસ ગયો નથી. વાયરસ પોતાને જીવંત રાખવા માટે તેનું સ્વરૂપ બદલતો રહે છે. આ કારણોસર નવા વેરિઅન્ટ બહાર આવે છે. આ ઋતુમાં શ્વાસ સંબંધી રોગોના કેસમાં પણ વધારો થતો જોવા મળે છે. ઘણા પ્રકારના વાયરસ અને બેક્ટેરિયા એક્ટિવ થઈ જાય છે.

વાયરસ ખાંસી અને છીંક દ્વારા ફેલાય છે. આવી સ્થિતિમાં કેસોમાં વધારો થાય છે. ઈન્ફલ્યુએન્ઝાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. તેમના કોવિડ ટેસ્ટ પણ હોસ્પિટલોમાં કરવામાં આવી રહ્યા છે. કોવિડ ટેસ્ટમાં થતા હોવાથી લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે તેવું જાણવામાં આવી રહ્યું છે. તેથી કેસની સંખ્યા વધી રહી છે.

ઘણા દેશોમાં કેસ વધી રહ્યા છે

વિશ્વના ઘણા દેશોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. સિંગાપોરમાં સ્થિતિ વધારે ખરાબ થતી જણાય છે. સિંગાપોરમાં 3 થી 9 ડિસેમ્બરની વચ્ચે 50 હજારથી વધુ કેસ સામે આવ્યા હતા. નવા કેસોમાં વધારાને કારણે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, GN.1 વેરિઅન્ટને કારણે સિંગાપોરમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે.

શું કોવિડ ફરી પાછો આવશે?

કોરોનાના કેસ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં લોકોને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા અને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે. જ્યાં સુધી કોવિડની ફરીથી આવવાની વાત છે, તો તે હવે પહેલાની જેમ કોવિડથી કોઈ ખતરો નથી. પણ હાલમાં જોવા મળતા દર્દીઓમાં હળવા લક્ષણો જોવા મળે છે, પરંતુ આગામી દિવસોને ધ્યાને લેતા સાવચેતી રાખવાની જરૂર છે. હમણાં માટે JN.1 વેરિઅન્ટના કેસોનું નિરીક્ષણ કરવું પડશે. જો તે સંક્રમિતોના લક્ષણો બદલાય છે, તો પછી વાયરસને રોકવા માટે પગલાં લેવા પડશે.

રાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

નશામાં વપરાતા વિવિધ પેપરના વેચાણ મામલે તંત્ર એક્શનમાં - જુઓ Video
નશામાં વપરાતા વિવિધ પેપરના વેચાણ મામલે તંત્ર એક્શનમાં - જુઓ Video
સાઇબર ફ્રોડમાં સંડોવાયેલા 13 ની ધરપકડ
સાઇબર ફ્રોડમાં સંડોવાયેલા 13 ની ધરપકડ
સુરતના ઉધના, પુણાગામ, વરાછા, હીરાબાગની ડેરીના ઘી-માખણ સબસ્ટાન્ડર્ડ !
સુરતના ઉધના, પુણાગામ, વરાછા, હીરાબાગની ડેરીના ઘી-માખણ સબસ્ટાન્ડર્ડ !
ઊર્જા અને ઉત્સાહ સકારાત્મક પરિણામો લાવશે, બિઝનેસમાં નવા કરાર થશે
ઊર્જા અને ઉત્સાહ સકારાત્મક પરિણામો લાવશે, બિઝનેસમાં નવા કરાર થશે
તળાજા હાઇવે પર રખડતા ઢોરે લીધો યુવકનો ભોગ - જુઓ Video
તળાજા હાઇવે પર રખડતા ઢોરે લીધો યુવકનો ભોગ - જુઓ Video
ચોટીલામાં કરોડોની લાકડાની હેરાફેરીનો ભંડાફોડ, 15 ટ્રક જપ્ત
ચોટીલામાં કરોડોની લાકડાની હેરાફેરીનો ભંડાફોડ, 15 ટ્રક જપ્ત
અમદાવાદમાં પોલીસકર્મીએ મહિલાને લાફો મારવા મામલે થયો ચોંકાવનારો ખૂલાસો
અમદાવાદમાં પોલીસકર્મીએ મહિલાને લાફો મારવા મામલે થયો ચોંકાવનારો ખૂલાસો
મુસ્લિમ મહિલાના રૂપમાં વેશ બદલીને ચોરી કરતો યુવક ઝડપાયો - જુઓ Video
મુસ્લિમ મહિલાના રૂપમાં વેશ બદલીને ચોરી કરતો યુવક ઝડપાયો - જુઓ Video
દાહોદમાં સૌથી ઓછુ 8 ડિગ્રી તાપમાન નોંધાયુ
દાહોદમાં સૌથી ઓછુ 8 ડિગ્રી તાપમાન નોંધાયુ
આ રાશિના લોકો પરિવાર સાથે કોઈ પવિત્ર ધામની મુલાકાત લેશે
આ રાશિના લોકો પરિવાર સાથે કોઈ પવિત્ર ધામની મુલાકાત લેશે
g clip-path="url(#clip0_868_265)">