Coronavirus Update: દેશ કોરોની લડાઈ જીતી રહ્યો છે ! 191 દિવસમાં સૌથી ઓછા સક્રિય કેસ, આંકડો ઘટીને 2.99 લાખ થયો

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા સોમવારે બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર, કોરોનાના કારણે 276 વધુ લોકોના મોત થયા છે. દેશમાં 2,99,620 લોકો કોરોના વાયરસ માટે સારવાર હેઠળ છે, જે કુલ કેસોના 0.89 ટકા છે.

Coronavirus Update: દેશ કોરોની લડાઈ જીતી રહ્યો છે ! 191 દિવસમાં સૌથી ઓછા સક્રિય કેસ, આંકડો ઘટીને 2.99 લાખ થયો
Corona Active Cases (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2021 | 3:09 PM

દેશમાં કોરોનાના કેસો (Corona Cases) સતત ઘટી રહ્યા છે. આ સાથે, હવે ભારતમાં સક્રિય દર્દીઓની સંખ્યા પણ 2,99,620 થઈ ગઈ છે, જે 191 દિવસમાં સૌથી ઓછી છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 26,041 નવા કેસ નોંધાયા છે. આ પછી, દેશમાં સંક્રમિતોની સંખ્યા 3,36,78,786 થઈ છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય (Union Health Ministry) દ્વારા સોમવારે સવારે 8 વાગ્યે બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર, કોરોનાના કારણે 276 વધુ લોકોના મોત થયા બાદ મૃત્યુઆંક વધીને 4,47,194 થયો છે. હાલમાં, દેશમાં 2,99,620 લોકો કોરોના વાયરસ માટે સારવાર હેઠળ છે, જે કુલ કેસોના 0.89 ટકા છે. છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યામાં કુલ 3,856 નો ઘટાડો નોંધાયો હતો. દર્દીઓની રિકવરીનો રાષ્ટ્રીય દર 97.78 ટકા છે.

દેશમાં સંક્રમિતોની સંખ્યા ગયા વર્ષે 7 ઓગસ્ટના રોજ 20 લાખ હતી. 23 ઓગસ્ટના રોજ 30 લાખ અને 5 સપ્ટેમ્બરે 40 લાખથી વધુ હતી. કોરોનાનાં કુલ કેસો 16 સપ્ટેમ્બરે 50 લાખ, 28 સપ્ટેમ્બરે 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ અને 20 નવેમ્બરે 90 લાખને વટાવી ગયા હતા. દેશમાં 19 ડિસેમ્બરે, આ કેસ એક કરોડને પાર કરી ગયા હતા. આ વર્ષે 4 મેના રોજ તે બે કરોડને પાર કરી ગયો હતો અને 23 જૂને તે ત્રણ કરોડને પાર કરી ગયો હતો.

ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?
શિયાળાના 3 મહિના સુધી દરરોજ ખાઓ 2 ખજૂર,મળશે લાભ
Indian Flag : કયા ભારતીયે બનાવ્યો હતો ભારતનો રાષ્ટ્રધ્વજ ?
ડાયાબિટીસમાં કઈ મીઠાઈઓ ખાવી? આ છે શ્રેષ્ઠ વિકલ્પ
Vastu Tips : રસોડાની આ દિશામાં વાસણ રાખો, તમારી આર્થિક સ્થિતિ બનશે મજબૂત !
રાત્રે ઊંઘ નથી આવતી? અજમાવો 6 આયુર્વેદિક ઉપાય

મૃત્યુની સંખ્યામાં ફેરફાર થઈ રહ્યો છે

કોરોના દર્દીઓના મૃત્યુની સંખ્યા દરરોજ બદલાઈ રહી છે. ગયા અઠવાડિયે 300 દૈનિક મૃત્યુ નોંધાયા હતા અને તે પહેલાં 400 દૈનિક મૃત્યુ નોંધાયા હતા. પરંતુ આ અઠવાડિયે મૃત્યુની સંખ્યામાં ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન, ભારતમાં 276 દર્દીઓના મૃત્યું નોંધાયા છે. તેમાંથી 165 મોત માત્ર કેરળમાં થયા છે.

કેરળમાં 15 હજારથી વધુ નવા કેસ

કેરળની વાત કરીએ તો અહીં 15,951 નવા કેસ નોંધાયા અને 165 લોકોના મોત થયા. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ કહ્યું કે ભારતમાં ગુરુવારે કોરોના વાયરસ માટે 11,65,006 નમૂના પરીક્ષણો કરાયા હતા, ત્યારબાદ દેશમાં નમૂના પરીક્ષણનો આંકડો વધીને 56,44,08,251 થયો છે.

સુપ્રીમ કોર્ટે તેના 30 જૂનના નિર્ણયમાં કહ્યું હતું કે કોવિડ -19 રોગચાળાને કારણે થયેલા મૃત્યુ માટે સરકારે વળતર ચૂકવવું પડશે, જોકે તેણે વળતરની રકમ નક્કી કર્યા વિના સરકાર પર જવાબદારી છોડી દીધી હતી. સુપ્રીમ કોર્ટના ઠપકા પછી, કેન્દ્ર સરકારે જવાબ દાખલ કરતી વખતે કહ્યું છે કે દેશમાં કોરોનાને કારણે દરેક મૃત્યુના કિસ્સામાં, તેના પરિવારજનને 50 હજારનું વળતર મળશે.

એવું પણ કહેવામાં આવ્યું છે કે આ રકમ રાજ્ય એટલે કે રાજ્ય આપત્તિ રાહત ફંડ દ્વારા આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા વળતર સંબંધિત માર્ગદર્શિકા બનાવી છે. દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 3.98 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે.

આ પણ વાંચો : Cyclone Gulab: ચક્રવાત ‘ગુલાબ’ની અસર ! હવામાન વિભાગે મધ્ય અને પશ્ચિમ ભારત માટે ભારેથી અતિ ભારે વરસાદની આપી ચેતવણી

આ પણ વાંચો : ‘ખેડૂતોનો અહિંસક સત્યાગ્રહ અખંડ, શોષણ કરનારી સરકારને આ પસંદ નથી’, રાહુલ ગાંધીએ ખેડૂતોના ‘ભારત બંધ’ ને ટેકો આપ્યો

ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
g clip-path="url(#clip0_868_265)">