Air India: એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મહિલા પર પેશાબ કરનાર આરોપીની બેંગલુરુથી ધરપકડ, વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો

Air India : ન્યૂયોર્ક-દિલ્હી ફ્લાઇટમાં સહ-મુસાફર સાથે કથિત રીતે પેશાબ કરવાના આરોપીની પોલીસે બેંગલુરુમાં ધરપકડ કરી છે. આ ઘટનાના સંદર્ભમાં, દિલ્હી પોલીસે એર ઈન્ડિયા(Air India) ના કર્મચારીઓને પુછપરછ માટે બોલાવ્યા છે.

Air India: એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મહિલા પર પેશાબ કરનાર આરોપીની બેંગલુરુથી ધરપકડ, વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો
Air India
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2023 | 12:19 PM

ન્યૂયોર્કથી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મહિલા સહ-યાત્રી પર પેશાબ કરવાના આરોપી શંકર મિશ્રાની દિલ્હી પોલીસે બેંગલુરુથી ધરપકડ કરી હતી. એફઆઈઆર નોંધાયા બાદથી આરોપી ફરાર હતો. દરમિયાન, દિલ્હી પોલીસે કહ્યું છે કે IGIA કેસના આરોપી શંકર મિશ્રાની અમારી ટીમે બેંગલુરુથી ધરપકડ કરી છે. તેને દિલ્હી લાવવામાં આવ્યો છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

આ પહેલા દિલ્હી પોલીસે આ ઘટનાના સંદર્ભમાં એર ઈન્ડિયાના કર્મચારીઓને બોલાવ્યા હતા. સૂત્રોને ટાંકીને આ માહિતી બહાર આવી છે. વાસ્તવમાં એર ઈન્ડિયાના પાઈલટ અને કો-પાઈલટ સહિત કેટલાક કર્મચારીઓને શુક્રવારે હાજર થવા માટે સમન્સ જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓ હાજર થયા ન હતા. હવે તેમને 7 જાન્યુઆરીએ સવારે 10.30 વાગ્યે ડેપ્યુટી પોલીસ કમિશનર (એરપોર્ટ)ની ઓફિસમાં બોલાવવામાં આવ્યા છે.

શંકર મિશ્રા કેવી રીતે પકડાયો

3 જાન્યુઆરીએ શંકર મિશ્રાનું છેલ્લું લોકેશન બેંગલુરુમાં મળ્યું હતું. 3 જાન્યુઆરીએ શંકરે બેંગ્લોરમાં પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. શંકર મિશ્રા બેંગ્લોરમાં ફરવા માટે ટેક્સીનો ઉપયોગ કરતો હતો. શંકર મિશ્રા બેંગ્લોરની ઓફિસમાંથી જ્યાં આવતો હતો, ત્યાં તેમની ટ્રાવેલ હિસ્ટ્રી કાઢવામાં આવી હતી, જે માર્ગે તે બેંગ્લોરમાં તેમની ઓફિસે પહોંચતો હતા તે માર્ગને અનુસરવામાં આવ્યો હતો.

શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો
હજારો રોગોનો રામબાણ ઈલાજ કરતી ગિલોય ઘરે જ ઉગાડો, આ રીત અપનાવો
રાહુ મીન રાશિમાં સ્થિત છે,આ રાશિના જાતકોને આગામી 376 દિવસમાં ફાયદો થશે
શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?

દિલ્હી પોલીસે રૂટને ફોલો કરી રહ્યા છે

મોડી રાતે શંકર મિશ્રાનું લોકેશન મૈસૂરમાં મળી આવ્યું હતું, દિલ્હી પોલીસ ત્યાં પહોંચી ત્યાં સુધીમાં શંકર મિશ્રા ટેક્સીમાંથી ઉતરી ચૂક્યા હતા, ટેક્સીના ડ્રાઈવરની પૂછપરછ કરવામાં આવી હતી જેમાંથી કેટલીક લીડ મળી હતી.

શંકર મિશ્રા તે જગ્યાએ રોકાયા હતો ત્યાં તે અગાઉ ઘણી વખત રોકાઇ ચુક્યો છે, તેથી દિલ્હી પોલીસ ત્યાં પહોંચી અને પછી તે પકડાઈ ગયો.

આરોપી શંકર મિશ્રાએ અગાઉના દિવસે વૃદ્ધ મહિલાના કેટલાક સંદેશાઓ શેર કર્યા હતા, જેમાં દાવો કર્યો હતો કે તેણે કથિત કૃત્યને માફ કરી દીધું છે અને ફરિયાદ નોંધાવવાનો કોઈ ઇરાદો નથી. મિશ્રાના વકીલે દાવો કર્યો હતો કે તેમના અસીલે પીડિતાને વળતર તરીકે 15,000 રૂપિયા ચૂકવ્યા હતા, જે બાદમાં પીડિતાના પરિવારે પરત કર્યા હતા.

શંકર મિશ્રાના પિતાએ દાવો કર્યો હતો કે તેમના પુત્ર પરના આરોપો ‘સંપૂર્ણપણે ખોટા’ છે. તેણે કહ્યું, ‘આ સાવ ખોટો કેસ છે. મારા પુત્રના કહેવા મુજબ તેણે ફ્લાઇટ દરમિયાન ભોજન લીધું અને સૂઈ ગયો. તે 34 વર્ષનો છે અને મને નથી લાગતું કે તે આવું કંઈક કરી શકે. તેમને પત્ની અને એક પુત્રી છે.

એક ચોંકાવનારી ઘટનામાં, ગયા વર્ષે 26 નવેમ્બરે, એર ઈન્ડિયાની ન્યૂયોર્ક-દિલ્હી ફ્લાઈટના બિઝનેસ ક્લાસમાં, મિશ્રાએ કથિત રીતે નશાની હાલતમાં એક વૃદ્ધ મહિલા મુસાફર પર પેશાબ કર્યો હતો. બુધવારે નોંધવામાં આવેલી એફઆઈઆર અનુસાર, મહિલાએ ક્રૂને કહ્યું હતું કે જ્યારે પેશાબ કરનાર પુરુષને તેની સામે લાવવામાં આવ્યો ત્યારે તે રડતી અને માફી માંગતી હતી ત્યારે તે તેનો ચહેરો જોવા માંગતી નથી.

(ભાષા ઇનપુટ સાથે)

Latest News Updates

BRTS અને ઇલેકટ્રીક સીટી બસના ડ્રાઇવરોએ પાડી હડતાળ, જાણો શું છે કારણ
BRTS અને ઇલેકટ્રીક સીટી બસના ડ્રાઇવરોએ પાડી હડતાળ, જાણો શું છે કારણ
Valsad : SOGએ નશાકારક કફ સીરપની 115 બોટલ પકડી
Valsad : SOGએ નશાકારક કફ સીરપની 115 બોટલ પકડી
બોરવેલમાં ખાબકેલા બાળકોને બચાવવા વિદ્યાર્થીઓએ તૈયાર કર્યુ ખાસ યંત્ર
બોરવેલમાં ખાબકેલા બાળકોને બચાવવા વિદ્યાર્થીઓએ તૈયાર કર્યુ ખાસ યંત્ર
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભરઉનાળે ખાબક્યો વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભરઉનાળે ખાબક્યો વરસાદ
નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા
નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી
પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત
પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત
હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર
અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર
કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી
કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી
g clip-path="url(#clip0_868_265)">