ઈન્દોરમાં એક તરફી પ્રેમમાં પાગલે, 7 લોકોને કેવી રીતે જીવતા સળગાવ્યા ? જાણો શું થયું હતુ ?

|

May 08, 2022 | 9:52 AM

Indore Seven Murder Update: મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે (Shivraj Singh Chouhan) ઈન્દોરની ભયાનક આગની ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. શુક્રવારે મોડી રાત્રે વિજય નગરની સ્વર્ણકાર કોલોનીમાં બે માળની ઈમારતમાં આગ લાગવાથી સાત લોકોના મોત થયા હતા. શનિવારે સાંજે આ બાબતનો ખુલાસો કરતા પોલીસે કહ્યું કે આ આગ એક પાગલ પ્રેમીએ લગાવી હતી.

ઈન્દોરમાં એક તરફી પ્રેમમાં પાગલે, 7 લોકોને કેવી રીતે જીવતા સળગાવ્યા ? જાણો શું થયું હતુ ?
horrific fire incident in Indore

Follow us on

મધ્યપ્રદેશના ઈન્દોરમાં (Indore) ગીચ વસ્તીવાળી સ્વર્ણબાગ કોલોનીની (Swarnbagh Colony) ત્રણ માળની રહેણાંક ઈમારતમાં શનિવારે વહેલી સવારે લાગેલી ભયાનક આગની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. પોલીસે દંપતી સહિત સાત લોકોના મોત અંગે તપાસ કરતાં આગનું સત્ય સામે આવ્યું હતું. આ બાબતનો ખુલાસો કરતાં પોલીસે જણાવ્યું કે 27 વર્ષીય પાગલ આશિકે લગ્નને લઈને યુવતી સાથે ઝઘડો કર્યા બાદ બદલો લેવાના ઈરાદાથી આ બિલ્ડિંગના પાર્કિંગમાં પાર્ક કરેલી તેની સ્કૂટીને (scooty) આગ લગાવી દીધી હતી. જેના કારણે આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. 7 લોકોના હત્યારા સંજય ઉર્ફે શુભમ દીક્ષિતની (Shubham Dixit alias Sanjay ) ધરપકડ કરવામાં આવી છે. આરોપી વિરુદ્ધ હત્યા અને અન્ય કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.

મીડિયાના અહેવાલ અનુસાર, પોલીસ કમિશનર હરિનારાયણચારી મિશ્રાએ શનિવારે રાત્રે જણાવ્યુ હતુ. “પ્રથમ દૃષ્ટિએ અમને એવું લાગી રહ્યું હતું કે રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી,” તેમણે વધુમાં કહ્યું કે. પરંતુ સ્થળની આજુબાજુના ઘરોના ઝીણવટભરી તપાસ અને સીસીટીવી ફૂટેજમાં બહાર આવ્યું છે કે બિલ્ડિંગના પાર્કિંગમાં પાર્ક કરેલા સ્કૂટરને એક વ્યક્તિએ આગ લગાવી દીધી હતી. આ પછી આગની જ્વાળાઓ ઉચે ધુમાડા સાથે ફેલાઈ ગઈ હતી અને તેણે અન્ય વાહનો અને ઈમારતના અન્ય ભાગોને પણ પોતાની ઝપેટમાં લઈ લીધા હતા.

આરોપી યુવક, શુભમ, ઝાંસીનો રહેવાસી: પોલીસ કમિશનર

મિશ્રાએ જણાવ્યું કે સ્વર્ણ બાગ કોલોનીની બિલ્ડિંગમાં રહેતી મહિલાના સ્કૂટરને આગ લગાવી દેનાર વ્યક્તિની ઓળખ ઝાંસીના રહેવાસી શુભમ દીક્ષિત ઉર્ફે સંજય (27) તરીકે થઈ છે. મિશ્રાએ કહ્યું, “દીક્ષિત છ મહિના પહેલા રહેણાંક મકાનના એક ફ્લેટમાં ભાડૂત તરીકે રહેતો હતો. આ બિલ્ડીંગમાં રહેતી મહિલા સાથે લગ્ન કરવા માંગતો હતો, પરંતુ મહિલાના લગ્ન અન્ય જગ્યાએ નક્કી કરવામાં આવ્યા હતા. આ પછી દીક્ષિતે મહિલા સામે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

‘લગ્ન સિવાયના પૈસાની લેવડ-દેવડ બાબતે વિવાદ થયો હતો’

પોલીસ કમિશનરે જણાવ્યું કે લગ્ન સિવાય 10,000 રૂપિયાની લેવડ-દેવડને લઈને દીક્ષિત અને સંબંધિત મહિલા વચ્ચે થોડા દિવસો પહેલા વિવાદ થયો હતો. તેણે કહ્યું, ‘આગના સમયે મહિલા સંબંધિત બિલ્ડિંગમાં હતી. જોકે, તે સુરક્ષિત છે અને અમે તેની સાથે આરોપી વિશે વિગતવાર વાત કરી છે. આ ઈમારત છ મહિના પહેલા છોડી દેવામાં આવી હતી. તેમણે કહ્યું કે શુભમ દીક્ષિત સામે ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા) અને 436 (ઇમારતને આગ લગાડવાના ઇરાદાથી જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

 

Next Article