ગુલામ નબી આઝાદના રાજીનામા બાદ આક્ષેપોનો વરસાદ, કહ્યુ કે તેમનું રિમોટ PM ના હાથમાં, પદ વગર નહી રહે

|

Aug 27, 2022 | 7:18 AM

કોંગ્રેસે (Congress) રાજીનામામાં ગુલામ નબી(Ghulam Nabi Azad) દ્વારા લગાવવામાં આવેલા આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે. પાર્ટીએ કહ્યું કે રાજીનામામાં લખેલી વાતો તથ્ય પર આધારિત નથી. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે (jairam Ramesh) કહ્યું કે ગુલામ નબી આઝાદનું રાજીનામું ખૂબ જ ખોટા સમયે આવ્યું છે.

ગુલામ નબી આઝાદના રાજીનામા બાદ આક્ષેપોનો વરસાદ, કહ્યુ કે તેમનું રિમોટ PM ના હાથમાં, પદ વગર નહી રહે
Ghulam Nabi Azad (Photo by PTI)

Follow us on

કોંગ્રેસ(Congress) પાર્ટીમાંથી વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ(Ghulam Nabi Azad)ના રાજીનામા બાદ રાજકીય વર્તુળોમાં ભારે હલચલ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસે આ મામલે શોક વ્યક્ત કર્યો છે. આ સાથે કોંગ્રેસીઓના સૂર બદલાઈ ગયા છે અને આઝાદ પર પ્રહારો કરવા લાગ્યા છે. કોંગ્રેસે કહ્યું કે જ્યારે પાર્ટી મોંઘવારી, બેરોજગારી અને ધ્રુવીકરણ જેવા મુદ્દાઓ સામે લડી રહી છે ત્યારે આઝાદનું રાજીનામું ખૂબ જ દુઃખદ છે. કોંગ્રેસના મહાસચિવ અજય માકને કહ્યું કે પાર્ટીને ગુલામ નબી પાસેથી ઘણી આશાઓ છે. પાર્ટી ઈચ્છતી હતી કે તે નેતા વિપક્ષ અને લોકોનો અવાજ મજબૂત કરે.

જો કે, કોંગ્રેસે રાજીનામામાં ગુલામ નબી દ્વારા લગાવવામાં આવેલા આરોપોને સખત શબ્દોમાં ફગાવી દીધા છે. પાર્ટીએ કહ્યું કે રાજીનામામાં લખેલી વાતો તથ્ય પર આધારિત નથી.

રાજ્યસભાની બેઠક ન મળવાને કારણે ઉઠાવવામાં આવ્યું પગલું

બેંગલુરુમાં કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમાર, ગુલામ નબી આઝાદે છેલ્લા 40 વર્ષોમાં, પાર્ટીમાં કે સરકારમાં, જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે સત્તા ભોગવી હતી. જો તેની પાસે મુદ્દાઓ હતા, તો તે તેને ઉઠાવી શક્યા હોત પરંતુ તે મૂક પ્રેક્ષક રહ્યા હતા. રાજ્યસભાની સીટ ન મળવાના કારણે તેણે આવું પગલું ભર્યું.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

જવાબદારીથી પાછળ હટી ગયા

કોંગ્રેસ નેતા સચિન પાયલોટે કહ્યું કે, ગુલામ નબી આઝાદે કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. 50 વર્ષનો લાંબો સમય તમામ હોદ્દા પર રહ્યા બાદ આજે જરૂર હતી મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારી જેવા મુદ્દાઓને ભાજપના શાસન સામે ઉઠાવવાની. મને લાગે છે કે તેઓ ક્યાંક તેમની જવાબદારીથી દૂર રહ્યા છે.

કોંગ્રેસમાં જોડાવાને બદલે તેમણે કોંગ્રેસને તોડવાનું કામ કર્યું.

મધ્યપ્રદેશના પૂર્વ સીએમ અને કોંગ્રેસના સાંસદ દિગ્વિજય સિંહે કહ્યું કે, ગુલામ નબી આઝાદ અને મેં સાથે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. મારા તેમની સાથે સારા સંબંધ હતા. મને દુઃખ છે કે જે પાર્ટીએ તેમને બધું આપ્યું, મુખ્ય પ્રધાન બનાવ્યા, પ્રધાન બનાવ્યા, તેમણે એ છોડી દીધું. તેઓ કહી રહ્યા છે કે તેઓને દુઃખ થયું છે. આજે શક્ય છે કે તમારો તેમની સાથે સંબંધ હોય, જેમણે કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી. શક્ય છે કે તમે તેમની સાથે સારા સંબંધ ધરાવો છો. આજે કોંગ્રેસને જોડવાને બદલે તમે તોડવાનું કામ કર્યુ છે તે દુ:ખદ છે.

ડીએનએ મોદી મય બની ગયું છે

પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે પણ આઝાદ પર પ્રહાર કરતા કહ્યું કે GNA (ગુલામ નબી આઝાદ)નો ડીએનએ મોદી મય બની ગયું છે. રાજીનામા પત્રમાં જે વાતો કહેવામાં આવી છે તે હકીકત નથી, તેનો સમય પણ યોગ્ય નથી.

‘રાહુલ ગાંધીથી અંગત નિરાશા’

પાર્ટીના સૂત્રો એ પણ કહે છે કે ગુલામ નબી આઝાદે વ્યક્તિગત ફરિયાદ અને રાજ્યસભામાં ન મોકલવાના કારણે રાહુલ ગાંધીને આપેલા રાજીનામાના પત્રમાં અસંયમિત વાત કરી છે. કોંગ્રેસના મીડિયા અને પ્રચાર વડા પવન ખેરાએ કહ્યું, “ગુલામ નબી આઝાદ અને તેમના જેવા લોકોએ સમજવું જોઈએ કે પાર્ટીના કાર્યકરો શું ઈચ્છે છે. પરંતુ પછી તેમણે લખ્યું કે તેમણે નિઃસ્વાર્થ સેવા કરી.

રાજીનામું નિરાશા અને વિશ્વાસઘાતની ભાવના આપે છે

કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ G23 સાંસદ સંદીપ દીક્ષિતે શુક્રવારે પક્ષમાંથી રાજીનામું આપનારા વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદને પત્ર લખીને કહ્યું કે તેમનું રાજીનામું નિરાશા અને વિશ્વાસઘાતની લાગણી આપે છે. દીક્ષિત એ જૂથનો ભાગ હતો જેણે આઝાદ સાથે ઓગસ્ટ 2020 માં સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો, જેમાં સંગઠનાત્મક ચૂંટણીઓ અને કોંગ્રેસમાં સક્રિય નેતૃત્વની માંગણી કરી હતી.

રાજીનામું પાર્ટી માટે મોટો ફટકો

જમ્મુ-કાશ્મીરના નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ ગુલામ નબી આઝાદના રાજીનામાને પાર્ટી માટે મોટો આંચકો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે દેશની આટલી જૂની પાર્ટીનું પતન જોવું ખૂબ જ “દુઃખદ” અને “ભયાનક” છે. તેમણે ટ્વીટમાં લખ્યું કે ‘લાંબા સમયથી આવી અટકળો ચાલી રહી હતી, કોંગ્રેસ માટે આ મોટો આંચકો છે. તાજેતરના સમયમાં પાર્ટી છોડનારા તેઓ કદાચ સૌથી વરિષ્ઠ નેતા છે. તેમનું રાજીનામું ખૂબ જ દુઃખદ છે.

Published On - 7:18 am, Sat, 27 August 22

Next Article