સંસદના શિયાળુ સત્રમાં સામાન્ય માણસ સાથે જોડાયેલા બિલ પર રહેશે નજર, જેની સીધી અસર તમારા નાણા પર પડશે

|

Nov 08, 2021 | 7:57 PM

આ વખતે વિપક્ષ પાસે સંસદના શિયાળુ સત્રમાં સરકારને ઘેરવા માટે ઘણા મોટા મુદ્દા છે. વિપક્ષી પાર્ટીઓ મોંઘવારી, પેટ્રોલ અને ડીઝલની ઉંચી કિંમતો, ખાદ્યતેલની કિંમતો, કમોસમી વરસાદથી ખેડૂતોને થતુ નુકશાન, ખાતરની અછત જેવા મુદ્દાઓ પર સરકાર પર વર્ચસ્વ જમાવી શકે છે.

સંસદના શિયાળુ સત્રમાં સામાન્ય માણસ સાથે જોડાયેલા બિલ પર રહેશે નજર, જેની સીધી અસર તમારા નાણા પર પડશે
Winter Session Of Parliament

Follow us on

સંસદનું શિયાળુ સત્ર (Winter Session Of Parliament) 29 નવેમ્બરથી શરૂ થવાની સંભાવના છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, 29 નવેમ્બરથી શરૂ થયેલું શિયાળુ સત્ર 23 ડિસેમ્બર સુધી ચાલશે. સંસદીય બાબતોની કેબિનેટ કમિટી (CCPA)એ શિયાળુ સત્ર 29 નવેમ્બરથી 23 ડિસેમ્બર સુધી યોજવાની ભલામણ કરી છે. આગામી વર્ષે દેશના 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંસદના આ સત્રને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ગયા વર્ષે કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને સંસદનું શિયાળુ સત્ર યોજવામાં આવ્યું ન હતું. જાણકારોના મતે આવતા વર્ષે 5 રાજ્યોમાં યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ઘણા બિલ લાવી શકે છે.

જનરલ ઈન્સ્યોરન્સ કંપનીના ખાનગીકરણ માટે સરકારે ઓગસ્ટ, 2021માં પૂરા થયેલા ચોમાસું સત્રમાં જનરલ ઈન્સ્યોરન્સ બિઝનેસ (નેશનલાઇઝેશન) એમેન્ડમેન્ટ બિલ, 2021 દ્વારા સંસદની મંજૂરી મેળવી છે. સૂત્રોએ જણાવ્યું કે PFRDA એક્ટમાં સુધારા પછી NPS ટ્રસ્ટના અધિકારો, કાર્યો અને જવાબદારીઓ સંભવતઃ પરમાર્થ ટ્રસ્ટ અથવા કંપની એક્ટ હેઠળ આવશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

PFRDA એક્ટ, 2013માં સુધારો બિલ સંસદ સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે
સંસદના આગામી સત્રમાં જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ અંગે પણ ચર્ચા થઈ શકે છે. આ સાથે, કેન્દ્ર સરકાર નેશનલ પેન્શન સિસ્ટમ ટ્રસ્ટ (NPS) ને પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) થી અલગ કરવા PFRDA એક્ટ, 2013 માં સુધારો કરવા માટે બિલ પણ રજૂ કરી શકે છે. જેના કારણે પેન્શનનો વ્યાપ પહેલા કરતા વધુ વ્યાપક થશે.

આ સિવાય સંસદના શિયાળુ સત્રમાં બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949માં સુધારો કરવા માટેનું બિલ પણ રજૂ કરવામાં આવી શકે છે. દેશમાં જાહેર ક્ષેત્રની બેન્કોના ખાનગીકરણ માટે બેન્કિંગ કંપનીઝ (એક્વિઝિશન એન્ડ ટ્રાન્સફર ઓફ અંડરટેકિંગ્સ) એક્ટ, 1970 અને બેન્કિંગ કંપનીઝ (એક્વિઝિશન એન્ડ ટ્રાન્સફર ઓફ અંડરટેકિંગ્સ) એક્ટ, 1980માં સુધારાની પણ ચર્ચા થઈ શકે છે.

વિપક્ષી પાર્ટીઓ આ મુદ્દાઓ પર સરકારને ઘેરી શકે છે
આ વખતે વિપક્ષ પાસે સંસદના શિયાળુ સત્રમાં સરકારને ઘેરવા માટે ઘણા મોટા મુદ્દા છે. શિયાળુ સત્રમાં વિપક્ષી પાર્ટીઓ મોંઘવારી, પેટ્રોલ અને ડીઝલની ઉંચી કિંમતો, ખાદ્યતેલની કિંમતો, કમોસમી વરસાદથી ખેડૂતોને થતુ નુકશાન, ખાતરની અછત જેવા મુદ્દાઓ પર સરકાર પર વર્ચસ્વ જમાવી શકે છે. ખેડૂતોનો મુદ્દો પણ વિપક્ષ પાસે ઉપલબ્ધ છે. નવા કૃષિ કાયદાને લઈને ઉત્તર ભારતના ખેડૂતો ગયા વર્ષથી સરકાર વિરુદ્ધ આંદોલન ચલાવી રહ્યા છે. એગ્રીકલ્ચર એક્ટ સામે શરૂ થયેલા ખેડૂતોના આંદોલનને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે.

 

આ પણ વાંચો : ખુશખબર : બાળકોને પણ જલ્દી મળશે કોરોનાની રસી, કેન્દ્ર સરકાર ઝાયકોવ-ડીના 1 કરોડ ડોઝ ખરીદશે

આ પણ વાંચો : કાશ્મીરમાં તૈનાતી વચ્ચે હવે સૈનિકો વધુ શિક્ષણ મેળવી શકશે, સેનાએ કાશ્મીર યુનિવર્સિટી સાથે એમઓયુ પર કર્યા હસ્તાક્ષર

Next Article