ભારતીય વાયુસેનાના બહાદુર વિંગ કમાન્ડર અભિનંદનની વીરતાની વાતો દેશના દરેક લોકોના મોઢે સાંભળવા મળી રહી છે. થોડા જ સમયમાં આ અભિનંદનની વીર ગાથાને રાજસ્થાન શિક્ષણ વિભાગ દ્વારા બાળકોના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવશે અને બાળકો અભિનંદનની શૌર્યગાથાનો અભ્યાસ કરશે. રાજસ્થાનના શિક્ષણ મંત્રી ગોવિંદ સિંહ ડોટાસરાએ પોતાના ફેસબુક અને ટ્વિટર પર આ માહિતી પોસ્ટ કરી અને અભ્યાસમાં અભિનંદનની કહાણીનો સમાવેશ કરવાની વાત પણ કરી છે.
जोधपुर से पढ़े, हाल ही में पाकिस्तान की सरजमीं से अपने साहस एवम वीरता का परिचय देते हुए वापस लौटने वाले विंग कमांडर अभिनंदन के शौर्य के सम्मानस्वरूप सरकार ने अभिनंदन की शौर्य की कहानी को राजस्थान के स्कूली पाठ्यक्रम में शामिल करने का फैसला लिया है।#AbhinandanDiwas @DIPRRajasthan pic.twitter.com/MRjSLLWJxs
— Govind Singh Dotasra (@GovindDotasra) March 4, 2019
શિક્ષણ મંત્રી ગોવિંદ સિંહ ડોટાસરાએ સોશિયલ મીડિયાની પોસ્ટમાં લખ્યું, કે ” જોધપુરમાં ભણેલા, અને પાકિસ્તાનની ધરતી પરથી સાહસ અને વીરતાનું ઉદાહરણ આપીને પરત ફરેલા અભિનંદનના શૌર્યને સમ્માન આપવા માટે સરકારે ‘અભિનંદનની શોર્ય કહાની’ને રાજસ્થાનના સ્કૂલ અભ્યાસમાં ભણાવવાનો નિર્ણય લીધો છે.” પરંતુ હજી સુધી એ નિર્ણય નથી લેવામાં આવ્યો કે અભ્યાસમાં ક્યારે ફેરબદલ કરવામાં આવશે, અને કયાં ધોરણના અભ્યાસમાં આ શૌર્યગાથા ભણાવવામાં આવશે.
આ ઉપરાંત ડોટાસરાએ પુલવામા અટૈકની સ્ટોરી પણ પાઠ્યપુસ્તકમાં સમાવેશ કરવાની વાત કરી હતી. એ સમયે ગૃહમંત્રીનું કહેવું છે કે, બાળકો શહીદોની શૌર્યગાથા વિશે જાણે માટે અભ્યાસમાં આ શિક્ષણ આપવુ જરૂરી છે. પરંતુ અભ્યાસમાં કેવી રીત અને કઈ માહિતી મુકવી તે અંગે પાઠ્યપુસ્તક સમિતિ નક્કિ કરશે તે બાદ કોઈ યોગ્ય નિર્ણય લઈ શકાશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]