Bhagwant Mann Marriage : પંજાબના સીએમ ભગવંત માન હરિયાણાના જમાઈ બન્યા, લગ્નમાં કેજરીવાલ સહિત પાર્ટીના અનેક મોટા નેતાઓ જોવા મળ્યા

|

Jul 07, 2022 | 1:31 PM

Bhagwant Mann Marriage Pics: પંજાબના સીએમ ભગવંતત માન (Bhagwant Mann ) આજે બીજા લગ્ન કરવા જઈ રહ્યા છે, તે ડોક્ટર ગુરપ્રીત કૌરની સાથે લગ્નના બંધનમાં બંધાશે, આ લગ્નમાં કેજરીવાલ સહિત પાર્ટીના અનેક મોટા નેતાઓ હાજર રહ્યા છે,

Bhagwant Mann Marriage : પંજાબના સીએમ ભગવંત માન હરિયાણાના જમાઈ બન્યા, લગ્નમાં કેજરીવાલ સહિત પાર્ટીના અનેક મોટા નેતાઓ જોવા મળ્યા
: આજે પંજાબના સીએમ ભગવંત માનના લગ્ન, લગ્નમાં કેજરીવાલ સહિત પાર્ટીના અનેક મોટા નેતાઓ જોવા મળ્યા
Image Credit source: Twitter

Follow us on

Bhagwant Mann Marriage: આમ આદમી (AAP) પાર્ટીના નેતા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant Mann Marriage)આજે એટલે કે ગુરુવારના રોજ બીજા લગ્ન કરવા જઈ રહ્યાછે, તેના લગ્ન દરમિયાન કેટલાક ફોટો સામે આવ્યા છે જેમાં તે વરરાજાના ગેટઅપમાં જોવા મળી રહ્યા છે, એક ફોટોમાં તેના હાથમાં તલવાર પકડેલી જોવા મળી રહી છે, લગ્નના રિવાજો (Bhagwant Mann Marriage Pics)માં આપ સાંસદ રાઘવ ચઢ્ઢા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરી જોવા મળી હતી. બંન્ને માન સાથે દેખાયા હતા. સૌથી પહેલો ફોટો રાધવ ચઢ્ઢાએ તેના ટ્વિટર અકાઉન્ટ પર પોસ્ટ કરી લખ્યું કે, માન સાહેબને ખુબ ખુબ શુભકામના, ત્યારબાદ માનના અનેક ફોટો વાયરલ થઈ રહ્યા છે,

 

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

 

 

 

 

 

 

 

કોણ છે ડૉ. ગુરપ્રીત કૌર જેની સાથે ભગવંત માને લગ્ન કર્યા

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે ડૉ.ગુરપ્રીત કૌર સાથે લગ્ન કર્યા છે. ડો.ગુરપ્રીત કૌર હરિયાણાના પેહોવાના રહેવાસી છે. કૌરે તેનો મેડિકલ અભ્યાસ વર્ષ 2017માં પૂર્ણ કર્યો છે. ડૉ. ગુરપ્રીત કૌરની ભગવંત માનની બહેન સાથે સારી મિત્રતા છે, ત્યારબાદ જ તે ભગવંત માનને વર્ષ 2019માં મળી હતી. જ્યારે સીએમ ભગવંત માન અને ડૉ. ગુરપ્રીત કૌર પહેલીવાર મળ્યા ત્યારે માન સંગરુરથી લોકસભા સાંસદ હતા. ત્યારથી, ડૉ. કૌર સીએમ માનના તમામ મોટા કાર્યક્રમોમાં ભાગ લેવાનું ચાલુ રાખ્યું. જ્યારે ભગવંત માને પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારે ગુરપ્રીત કૌર પણ હાજર હતી.

 

 

મનોરંજન ઉદ્યોગથી રાજકારણ સુધીની સફર

ભગવંત માન રાજકારણમાં આવતા પહેલા ઘણા વર્ષો સુધી પંજાબના મનોરંજન ઉદ્યોગમાં કામ કરતા હતા. જો કે હવે તે પોતાની કોમેડિયન ઈમેજ બદલવાનો પ્રયાસ કરી રહ્યો છે. ચૂંટણી પંચને આપેલા સોગંદનામામાં ભગવંત માને પોતાને વ્યવસાયે રાજકારણી ગણાવ્યા છે. દિલ્હીમાં વિરોધ કરી રહેલા ખેડૂતોનું સમર્થન કરતી વખતે તેમણે ગૃહમાં કૃષિ કાયદાઓ પર ભાષણ પણ આપ્યું હતું.એન્ટરટેનર તરીકે તેમની પ્રથમ ફિલ્મ ‘કચારી’ હતી. આ ફિલ્મ 1994માં રિલીઝ થઈ હતી. ભગવંત માન 2000 દરમિયાન સ્ટેન્ડ-અપ કોમેડી શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’માં દેખાયા બાદ દેશમાં કોમેડી ક્ષેત્રે એક મોટો ચહેરો બની ગયા હતા.

 

Published On - 1:28 pm, Thu, 7 July 22

Next Article