આ એક વાત કહેવાથી ટ્રાફિક પોલીસ નહી કાપી શકે ચલણ

|

Sep 05, 2019 | 10:19 AM

નવા મોટર વ્હીકલ એક્ટ લાગૂ થયા પછી વાહનનું રજિસ્ટ્રેશન સર્ટીફિકેટ (RC), ઈન્શ્યોરન્સ, PUC,ડ્રાઈવિંગ લાઈસન્સ અને પરમિટ સર્ટીફિકેટ તાત્કાલિક ના બતાવવા પર તાબડતોડ ચલાણ કરવાની ખબરો આવી રહી છે. સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ મુજબ જો તમે ટ્રાફિક પોલીસની માગ પર તાત્કાલિક રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, ઈન્શ્યોરન્સ, PUC, ડ્રાઈવિંગ લાઈસન્સ અને પરમિટ સર્ટિફિકેટ ના બતાવો તો તે ગુનો નથી. […]

આ એક વાત કહેવાથી ટ્રાફિક પોલીસ નહી કાપી શકે ચલણ

Follow us on

નવા મોટર વ્હીકલ એક્ટ લાગૂ થયા પછી વાહનનું રજિસ્ટ્રેશન સર્ટીફિકેટ (RC), ઈન્શ્યોરન્સ, PUC,ડ્રાઈવિંગ લાઈસન્સ અને પરમિટ સર્ટીફિકેટ તાત્કાલિક ના બતાવવા પર તાબડતોડ ચલાણ કરવાની ખબરો આવી રહી છે. સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ મુજબ જો તમે ટ્રાફિક પોલીસની માગ પર તાત્કાલિક રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, ઈન્શ્યોરન્સ, PUC, ડ્રાઈવિંગ લાઈસન્સ અને પરમિટ સર્ટિફિકેટ ના બતાવો તો તે ગુનો નથી.

સુપ્રીમ કોર્ટના સીનિયર વકીલ વિનય કુમાર ગર્ગ અને વકીલ રોહિત શ્રીવાસ્તવે જણાવ્યું કે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સના નિયમ 139માં જોગવાઈ કરવામાં આવી છે કે વાહન ચાલકને દસ્તાવેજો બતાવવા માટે 15 દિવસનો સમય આપવામાં આવશે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ટ્રાફિક પોલીસ તાત્કાલિક તેમનું ચલાણ નથી આપી શકતા. તેનો મતલબ થયો કે જો વાહનચાલક 15 દિવસની અંદર આ દસ્તાવેજોને બતાવવાનો દાવો કરે છે તો ટ્રાફિક પોલીસ કે RTO અધિકારી વાહનનું ચલાણ આપશે નહી. ત્યારબાદ ચાલક 15 દિવસની અંદર આ દસ્તાવેજોને સંબંધિત ટ્રાફિક પોલીસ કે અધિકારીને બતાવવાનું રહેશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

વકીલ શ્રીવાસ્તવે જણાવ્યું કે મોટર વ્હીકલ એક્ટ 2019ની કલમ 158 હેઠળ અકસ્માત કે કોઈ વિશેષ કારણમાં આ દસ્તાવેજોને બતાવવાનો સમય 7 દિવસનો હોય છે. તે સિવાય ટ્રાફિકના કાયદાના જાણકાર ડૉ.રાજેશ દુબેનું કહેવું છે કે જો ટ્રાફિક પોલીસને RC, ડ્રાઈવિંગ લાયસન્સ, ઈન્સ્યોરન્સ, PUC તાત્કાલિક ના બતાવવા પર ચલાણ આપે છે તો ચાલકની પાસે કોર્ટમાં તેને રદ કરાવવાનો વિકલ્પ રહે છે.

સીનિયર વકીલ ગર્ગનું કહેવું છે કે જો ટ્રાફિક પોલીસ ગેરકાયદેસર રીતે ચલાણ આપે છે તો તેનો મતલબ એ નથી કે ચાલકને ચલાણ ભરવુ જ પડશે, ટ્રાફિક પોલીસનું ચલાણ કોઈ કોર્ટનો આદેશ નથી. તેને કોર્ટમાં પડકારી શકાય છે. જો કોર્ટને લાગે છે કે ચાલક પાસ તમામ દસ્તાવેજ છે અને તેને તે દસ્તાવેજોને રજૂ કરવા માટે 15 દિવસનો સમય નથી આપવામાં આવ્યો તો તે દંડ માફ કરી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

વકીલ રોહિત શ્રીવાસ્તવે જણાવ્યું કે ચલાણમાં એક સાક્ષીની સહી હોવી પણ જરૂરી છે. કોર્ટમાં મામલાની સમરી ટ્રાયલ દરમિયાન ટ્રાફિક પોલીસને સાક્ષી હાજર કરવાના હોય છે. જો પોલીસ સાક્ષી હાજર નથી કરી શકતા તો કોર્ટ ચલાણ માફ કરી શકે છે. તેમને જણાવ્યું કે મોટા ભાગના મામલામાં પોલીસ સાક્ષી હાજર કરી શકતી નથી અને તેનો ફાયદો ચાલકને મળે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article