વેપારીઓ સાવચેત રહો! ઠગાઈ કરવાની એક નવી રીત સામે આવી, દુકાનદાર સાથે થઈ લાખોની છેતરપીંડી, જુઓ વિડીયો

|

Jul 07, 2022 | 6:19 PM

ટેકનોલોજીના જાણકાર ઠગ સામાન્ય લોકોથી લઈને વેપારીઓને પણ પોતાની જાળમાં ફસાવી લાખો રૂપિયાની છેતરપીંડી કરતા હોય છે. આવો જ એક ચોકવાનારો કિસ્સો આવ્યો છે, જેમાં વેપારીના ફોનમાંથી એક OTP દ્વારા જ લાખોની છેતરપીંડી કરવામાં આવી છે.

વેપારીઓ સાવચેત રહો! ઠગાઈ કરવાની એક નવી રીત સામે આવી, દુકાનદાર સાથે થઈ લાખોની છેતરપીંડી, જુઓ વિડીયો
Cyber Fraud

Follow us on

આજની ડિઝિટલ દુનિયામાં ઓનલાઈન બેંકિંગ (Online Banking) જેવી સુવિધામાં વધારો થયો છે સાથે જ સાયબર ફ્રોડમાં (Cyber Fraud) પણ વધારો થયો છે. ટેકનોલોજીના જાણકાર ઠગ સામાન્ય લોકોથી લઈને વેપારીઓને પણ પોતાની જાળમાં ફસાવી લાખો રૂપિયાની છેતરપીંડી કરતા હોય છે. આવો જ એક ચોકવાનારો કિસ્સો આવ્યો છે, જેમાં વેપારીના ફોનમાંથી એક OTP દ્વારા જ લાખોની છેતરપીંડી કરવામાં આવી છે. આ ઘટના ચંદીગઢના એક વેપારી સાથે બની છે. ચંદીગઢ વેપારી સંઘના મહામંત્રી સતપાલ ગુપ્તા દ્વારા એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે અને તેમને આ સમગ્ર ઘટનાની માહિતી આપી છે.

સતપાલ ગુપ્તા વિડીયોમાં કહે છે કે ચંદીગઢમાં એક વેપારી સાથે 32 લાખની છેતરપીંડી થઈ છે. ઠગાઈ કરવાની એક નવી રીત સામે આવી છે. મારો આજે આ વિડીયો પોસ્ટ કરવાનો હેતુ એ છે કે બીજા અન્ય વેપારીઓ આ પ્રકારની છેતરપીંડીનો ભોગ ન બને. આ વિડીયો જોઈ વેપારી ભાઈઓને સાવચેત રહેવું જરૂરી છે.

આ ઘટના એક વોલ કલર પેઈન્ટની દુકાનમાં બની છે. જેમાં ઠગ વ્યક્તિ એક પેઈન્ટ ડિલરની દુકાનમાં વોલ પેઈન્ટ ખરીદવાં માટે આવે છે. તે વ્યક્તિ કલર પસંદ કરે છે જેની કિંમત લગભગ 60 થી 70 હજાર રૂપિયા જેટલી હોય છે. ત્યારબાદ તે ઠગ દુકાનદારને કહે છે કે મારા મોબાઈલ ફોનમાં રીચાર્જ પૂરૂ થઈ ગયું છે તેથી મારા ફોનમાંથી કોલ કરી શકાય તેમ નથી. મારે હજું એક કલર શેડ લેવાનો છે તેથી મારે મારા ઘેર ફોન કરવો પડશે, તો તમે તમારો ફોન મને આપો તો હું ફોન કરી શકું. આ સાંભળી વેપારીએ પોતાનો મોબાઈલ ફોન તે ઠગ વ્યક્તિને આપ્યો હતો. આ જ મોબાઈલ ફોન દ્વારા ઠગે 32 લાખ રૂપિયા પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

તમને એમ થતું હશે કે માત્ર ફોન કોલથી 32 લાખ રૂપિયા એકાઉન્ટમાં ટ્રાન્સફર કેવી રીતે થયા? ઠગાઈની આ જ તો નવી રીત છે. આ ઘટનામાં એ ઠગ વ્યક્તિ સાથે એક ગેંગ પણ સામેલ હતી. દુકાનદારના ફોન પર માત્ર એક OTP જ આવ્યો અને તેના દ્વારા જ 32 લાખ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી અને વેપારીને તેની ખબર પણ ન પડી. ઘટનાના 3 દિવસ બાદ જ્યારે વેપારીને કંપનીમાંથી ફોન આવ્યો કે તમારો ચેક બાઉન્સ થયો છે કારણ કે એકાઉન્ટમાં બેલેન્સ નથી. આ સાંભળી વેપારી બેંકમાં ગયો અને તપાસ કરી તો માલુમ પડ્યુ કે 3 દિવસ પહેલા જ તેના ખાતામાંથી 32 લાખ રૂપિયા અન્ય બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા છે.

ત્યારબાદ તે વેપારી પોલીસ સ્ટેશન ગયો અને FIR નોંધાવી હતી. FIR ના આધારે બેંકમાં તપાસ કરતા માલૂમ પડ્યુ કે તે ખાતામાંથી રૂપિયા અન્ય 4 થી 5 ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ રૂપિયા વેપારીના ખાતામાંથી ડેબિટ થયા તે જ દિવસે 1 કલાકની અંદર અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા.

સતપાલ ગુપ્તા જણાવે છે કે, આ વિડીયો પોસ્ટ કરવાનો એકમાત્ર હેતુ વેપારીઓને સાવચેત કરવાનો છે. ઠગ લોકો રૂપિયા લૂંટવાની નવી નવી અને અવનવી રીતો શોધે છે અને વેપારીઓને તેમના નિશાન બનાવે છે. વેપારીઓએ કોઈ પણ અજાણ્યા વ્યક્તિને પોતાન ફોન આપવો ન જોઈએ, ખાસ કરીને જેઓ નેટ બેંકિંગ કે ઓનલાઈન બેંકિંગનો ઉપયોગ કરે છે.

નોંધ: આ પ્રકારની છેતરપીંડી જો તમારી સાથે પણ થઈ છે તો તમે આ સ્ટોરીના કોમેન્ટ બોક્સમાં જઈ તેને શેર કરી શકો છો. તમે શેર કરેલી સ્ટોરી દ્વારા અન્ય લોકોને આ પ્રકારની છેતરપીંડી વિશે જાણકારી મળશે અને તેઓ તેનાથી સાવચેત અને સજાગ રહી શકશે.

Published On - 6:18 pm, Thu, 7 July 22

Next Article