મોટી દુર્ઘટના : મુસાફરો ભરેલી બસ નર્મદા નદીમાં ખાબકી, 12ના મોત,15 લોકો ઘાયલ

|

Jul 18, 2022 | 12:49 PM

મધ્યપ્રદેશ મુસાફરોથી ભરેલી બસ નર્મદા નદીમાં(Narmada river)  પડી હતી. આ દુર્ઘટનામાં 15ના મોત થયા છે,જ્યારે 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

મોટી દુર્ઘટના : મુસાફરો ભરેલી બસ નર્મદા નદીમાં ખાબકી, 12ના મોત,15 લોકો ઘાયલ
File Photo

Follow us on

મધ્યપ્રદેશના (Madhyapradesh) ખરગૌનમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં મુસાફરોથી ભરેલી બસ નર્મદા નદીમાં(Narmada river)  પડી હતી. આ દુર્ઘટનામાં 15ના મોત થયા છે,જ્યારે 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મુખ્ય પ્રધાન શિવરાજ ચૌહાણે ખરગૌનના ખલઘાટમાં બસ દુર્ઘટનાની નોંધ લીધી છે. મુખ્યમંત્રીએ(CM Shivrajsingh chauhan)  ઘાયલોની યોગ્ય સારવારની વ્યવસ્થા કરવા સૂચના આપી છે. સાથે જ CM ખરગૌન ઈન્દોર જિલ્લા વહીવટીતંત્રના સતત સંપર્કમાં છે. દુર્ઘટના બાદ બસને (travelling bus) ક્રેન દ્વારા બહાર કાઢવામાં આવી હતી.

મુખ્યપ્રધાન શિવરાજ ચૌહાણે શોક વ્યક્ત કર્યો

આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે ટ્વીટ કરીને લખ્યું કે, “ખરગૌનના ખલઘાટમાં બસ નદીમાં પડી જવાના દુઃખદ સમાચાર મળ્યા. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ દિવંગત આત્માઓને તેમના ચરણોમાં સ્થાન આપે અને પરિવારના સભ્યોને આ મોટી ખોટ સહન કરવાની શક્તિ આપે.”

ઉપરાંત CM એ અન્ય એક ટ્વીટમાં લખ્યું છે કે “ખરગૌનના આ હૃદયદ્રાવક અકસ્માતે અમારા ઘણા પ્રિયજનોને અકાળે છીનવી લીધા. આ દુ:ખની ઘડીમાં હું શોકગ્રસ્ત પરિવારોની સાથે છું.”

Published On - 11:38 am, Mon, 18 July 22

Next Article