પાંચમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થીને ઓનલાઇન ક્લાસ દરમિયાન મળતી હતી ધમકી, હકીકત સામે આવતા પોલીસ પણ ચોંકી !

પુછતાછ દરમિયાન જે વાત સામે આવી તે ચિંતાજનક હતી. બાળકના માતા-પિતા મોટાભાગનો સમય ઓફિસમાં વિતાવતા હતા. તેમના વિશે બાળકે જણાવ્યુ કે તે તેમને ખૂબ યાદ કરે છે.

પાંચમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થીને ઓનલાઇન ક્લાસ દરમિયાન મળતી હતી ધમકી, હકીકત સામે આવતા પોલીસ પણ ચોંકી !
Kidnapping messages were coming to fifth class child during online class
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2021 | 4:20 PM

ગાઝિયાબાદમાં (Ghaziabad) પાંચમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ પોતાના અપહરણનો મેસેજ લખીને હંગામો મચાવી દીધો હતો. કોરોના વાયરસના કારણે બહાર નહી નીકળવા મળતા એક વિદ્યાર્થીએ પોતાની સ્કૂલના ઝૂમ એકાઉન્ટ પર લખી દીધુ કે તેનું જલ્દી જ અપહરણ કરવામાં આવશે. આ મેસેજના કારણે પરિવારની સાથે સાથે શિક્ષકોની ચિંતા પણ વધી ગઇ હતી.

મળતી માહિતી અનુસાર ગાઝિયાબાદના નંદગ્રામમાં 10 વર્ષના બાળકે પોતાના દાદાના ફોનનો ઉપયોગ કરીને દાદીને પોતાના અપહરણનો મેસેજ કર્યો. એક મહિનામાં આ બીજી વાર બન્યુ હતુ કે કોઇ બાળકે પોતાના જ પરિવારના સદસ્યોને સ્ટોરી બનાવીને ધમકી આપી હોય. બંને કેસમાં બાળકો કોરોનાને કારણે પોતાના ઘરમાં રહેવા, માતા-પિતા પાસેથી અભ્યાસને લઇને અને ટીવી નહી જોવા દેવાના કારણથી પરેશાન હતા.

તમારા દિકરાને જલ્દી કિડનેપ કરી લેવામાં આવશે

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

નંદગ્રામના બાળકની ક્લાસ ટીચર ઓનલાઇન ક્લાસ દરમિયાન એક મેસેજ વાંચીને ચોંકી ગઇ. ટીચરની વિન્ડો પર એક મેસેજ આવ્યો કે તમારા દિકરાને જલ્દી જ કિડનેપ કરી લેવામાં આવશે. ચિંતામાં શિક્ષકે તરત જ બાળકની માતાને કોલ કર્યો અને ધમકી વાળા મેસેજ વિશે જણાવ્યુ. જ્યારે મા એ તેના દિકરાને પુછ્યુ તો તેણે આ વાતથી ઇનકાર કરી દીધો જેથી તેની માતાને લાગ્યુ કે તેમનું એકાઉન્ટ હેક થઇ ગયુ છે.

બાદમાં બાળકની માતાએ તેના પિતાને ફોન કરીને સમગ્ર ઘટના વિશે જણાવ્યુ. સ્કૂલ પ્રશાસને ત્રણ વાર આ બાળકનો ઝૂમ પાસવર્ડ બદલ્યો તેમ છતાં મેસેજ આવવાના બંધ નહીં થયા. અપહરણની ધમકીઓ કેટલાક દિવસો સુધી આવતી રહી. ત્યારબાદ બાળકે પોતાના દાદાનો ફોન લીધો અને દાદીના ફોન પર ધમકીભર્યો મેસેજ કરી દીધો અને પછી દાદાના ફોનમાંથી દાદીને સેમ મેસેજ મોકલી દીધો.

બાળકની માતાએ 10 ઓગસ્ટના રોજ પોલીસનો સંપર્ક કર્યો અને સાઇબર સેલની એક ટીમ તેમના ઘરે પહોંચી. જ્યારે આ બાળક ઓનલાઇન ક્લાસમાં ભણી રહ્યો હતો, ત્યારે કેટલાક પોલીસકર્મીઓ તે રૂમમાં રોકાયા. પોલીસે જોયુ કે આ દરમિયાન કોઇ ધમકી ભર્યો મેસેજ નથી આવ્યો. ત્યારબાદ 9 વર્ષના બાળકની પુછપરછ કરવામાં આવી તો તેણે જાતે મેસેજ મોકલ્યા હોવાની વાત સ્વીકારી.

પોલીસે જણાવ્યુ કે પુછતાછ દરમિયાન જે વાત સામે આવી તે ચિંતાજનક હતી. બાળકના માતા-પિતા મોટાભાગનો સમય ઓફિસમાં વિતાવતા હતા. તેમના વિશે બાળકે જણાવ્યુ કે તે તેમને ખૂબ યાદ કરે છે. બીજી તરફ દાદા-દાદી કોરોનાને કારણે તેને ઘરની બહાર નથી જવા દેતા અને ન તો તેને કાર્ટૂન જોવા દે છે. તે આ વાતોથી નારાજ હતો એટલે તે પોતાના નાના-નાની પાસે જવા માંગતો હતો.

આ પણ વાંચો –

Happy Birthday : ‘તેરે નામ’ માં હતી બેકગ્રાઉન્ડ ડાન્સર, પછી ‘જય હો’ માં સલમાન ખાન સાથે કર્યો રોમાન્સ, જાણો હવે શું કરી રહી છે ડેજી શાહ

આ પણ વાંચો –

લોકોના એક વાર લગ્ન કરવાના ફાંફાં છે અને પ્રકાશ રાજે કર્યા બીજી વાર લગ્ન, સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">