ગોવાની કલર બનાવતી ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, આસપાસમાં રહેતા 200 લોકોએ છોડ્યા ઘર

|

Jan 11, 2023 | 3:23 PM

પિલેર્ન ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમની એક પેન્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં ભયંકર આગ ફાટી નીકળી હતી, ત્યારે આગના ઘુમાડને કારણે નજીકમાં રહેતા લગભગ 200 જેટલા લોકોને તેમના ઘર છોડીને અન્ય સ્થળોએ જવાની ફરજ પડી હતી.

ગોવાની કલર બનાવતી ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, આસપાસમાં રહેતા 200 લોકોએ છોડ્યા ઘર
A fierce fire broke out in Goa's paint factory

Follow us on

ગોવાની રાજધાની પણજી નજીક પિલેર્ન ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમની એક પેઈન્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં ભયંકર આગ ફાટી નીકળી હતી, ત્યારે આગના ઘુમાડને કારણે નજીકમાં રહેતા લગભગ 200 જેટલા લોકોને તેમના ઘર છોડીને અન્ય સ્થળોએ જવાની ફરજ પડી હતી. કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે, પણ આગ એટલી ભયંકર હતી જેમાં ફેક્ટરી બળીને ખાક થઈ ગઈ છે. આ ઘટના મંગળવારને બપોરના 2.30 વાગ્યાની આસપાસ આગ લાગી હતી.  જે બાદ જિલ્લા વહીવટીતંત્રે પાછળથી એક એડવાઈઝરી જાહેર કરી હતી.

આગની ઘટના બાદ લોકોને સ્થળાંતર કરવા કહ્યું

ઉત્તર ગોવાના જિલ્લા મેજિસ્ટ્રેટ મામુ હેગેએ બુધવારે જણાવ્યું હતું કે ઔદ્યોગિક વિસ્તારમાં સ્થિત બર્જર બેકર કોટિંગ્સ ફેક્ટરીમાં મંગળવારે બપોરે 2.30 વાગ્યે આગ લાગી હતી. જિલ્લા વહીવટીતંત્રે પાછળથી એક એડવાઈઝરી બહાર પાડી હતી, જેમાં  ફેક્ટરીના બે કિલોમીટરની અંદર રહેતા લોકોને સ્થળાંતર કરવા કહેવામાં આવ્યું છે કારણ કે આગના કારણે વિસ્તારમા ઘુમાડના ગોટે ગોટાને લઈને તંત્રએ લોકોને સ્થળ છોડીને બિજે થોડા સમય માટે જતા રહેવા કહ્યું હતું .

સીએમ સાવંતે ફેક્ટરી સ્થળની મુલાકાત લીધી હતી

દરમિયાન, મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે વરિષ્ઠ અધિકારીઓ સાથે મંગળવારે રાત્રે ફેક્ટરી સ્થળની મુલાકાત લીધી હતી. જિલ્લા વહીવટીતંત્રના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે બુધવારે વહેલી સવારે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. પણજીમાં લાગેલી આગ અંગે અધિકારીએ જણાવ્યું હતું કે ફેક્ટરીની નજીક રહેતા લગભગ 200 લોકો જાતે જ અન્યત્ર ચાલ્યા ગયા હતા. તેમણે કહ્યું છે કે, “સરકારે હસ્તક્ષેપ કરવાની જરૂર નહોતી, કારણ કે લોકો પોતે તેમના સંબંધીઓ અને મિત્રો પાસે ગયા હતા.”

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા

ગોવાની રાજધાની પણજી નજીક પિલેર્ન ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમની એક પેઈન્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં ભયંકર આગ  ફાટી નીકળતા અફડા તફડી મચી ગઈ હતી જે બાદ લોકોને તાત્કાલિક જગ્યા છોડી જતા રહેવા કહ્યું હતુ તેમજ  આ ઘટનાને લઈને અધિકારીએ જણાવ્યું હતું કે ફેક્ટરીની નજીક રહેતા લગભગ 200 લોકો જાતે જ અન્યત્ર ચાલ્યા ગયા છે.  આ ઘટનામાં સરકારને હસ્તક્ષેપ કરવાની જરૂર નહોતી, કારણ કે લોકો પોતે જાતે પોતાની સુરક્ષાને સમજીને તેમના સંબંધીઓ અને મિત્રો પાસે ગયા છે.” ત્યારે આ ઘટના બાદ આગ કેવી રીતે લાગી તે અંગે મુખ્યમંત્રી સાવંતે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

Next Article