Keralaમાં 94 ટકા પોઝિટીવ સેમ્પલમાં Omicron Variant મળ્યા, સ્વાસ્થ્ય મંત્રીના નિવેદનથી લોકોનું ટેન્શન વધ્યું

કેરળ (Kerala)ના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે કહ્યું કે, રાજ્યના ચાર ટકાથી ઓછા કોવિડ દર્દી (Covid patient)ઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે. જેમને દાખલ કરવામાં આવ્યા હતા, તેમાંથી એક ટકાથી ઓછા લોકોને ઓક્સિજનની જરૂર પડી છે.

Keralaમાં 94 ટકા પોઝિટીવ સેમ્પલમાં Omicron Variant મળ્યા, સ્વાસ્થ્ય મંત્રીના નિવેદનથી લોકોનું ટેન્શન વધ્યું
Corona Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2022 | 1:24 PM

કેરળ (Kerala)માં કોરોના રોગચાળો (Covid Pandemic) વધી રહ્યો છે અને રેકોર્ડ કેસ નોંધાઈ રહ્યા છે. આ દરમિયાન કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જના નિવેદનથી લોકોનું ટેન્શન વધી ગયું છે. તેમણે કહ્યું કે, કોવિડ પોઝિટિવ સેમ્પલની જીનોમ સિક્વન્સિંગ (Genome Sequencing) સતત કરવામાં આવી રહી છે અને અમને જાણવા મળ્યું કે અત્યાર સુધી પરીક્ષણ કરાયેલા સેમ્પલમાંથી લગભગ 94 ટકા ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron variant) છે અને 6 ટકા ડેલ્ટા વેરિઅન્ટ (Delta variant) છે. તેમણે એમ પણ કહ્યું કે ગુરુવારે રાજ્યમાં કોરોના વાયરસના 51,739 કેસ નોંધાયા છે, જ્યાં વિદેશથી આવેલા 80 ટકા પ્રવાસીઓમાં ઓમિક્રોનથી સંક્રમિત છે અને 20 ટકામાં ડેલ્ટા વેરિઅન્ટ મળ્યા છે.

તેમણે કહ્યું કે રાજ્યના ચાર ટકાથી ઓછા કોવિડ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે. જેઓને દાખલ કરવામાં આવ્યા હતા, તેમાંથી એક ટકાથી ઓછા લોકોને ઓક્સિજનની જરૂર પડી હતી. કોવિડ પોઝિટીવ (Covid positive) દર્દીઓમાંથી, 3.6 ટકા દર્દીઓ હાલમાં હોસ્પિટલમાં દાખલ છે અને તેમાંથી 0.7 ટકાને ઓક્સિજન બેડની જરૂર છે અને 0.6 ટકાને ICUની જરૂર છે.

દેશ વિશે વાત કરતાં નેશનલ સેન્ટર ઑફ ડિસીઝ કંટ્રોલ (NCDC)એ કહ્યું છે કે, જાન્યુઆરીમાં જીનોમ સિક્વન્સિંગ કરાવનારા કોવિડ-પોઝિટીવ સેમ્પલમાંથી 75 ટકા ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત હોવાનું જણાયું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે, ડેલ્ટા વેરિઅન્ટ હજુ પણ ઓડિશા, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર જેવા કેટલાક રાજ્યોમાં વધુ છે.

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

છેલ્લા 24 કલાકમાં કેરળમાં કોરોનાના 51,739 નવા કેસ નોંધાયા છે. તેમજ 42,653 દર્દીઓ સાજા થયા છે અને 11 દર્દીઓના મોત થયા છે. સક્રિય કેસોની સંખ્યા 3,09,489 છે અને મૃતકોની સંખ્યા 52,434 છે. વીણા જ્યોર્જે મીડિયાને કહ્યું કે આવતા અઠવાડિયામાં કેસ વધુ વધી શકે છે અને આ લગભગ ત્રણ અઠવાડિયા સુધી ચાલી શકે છે. આ પછી જ લોકોને રાહત મળવાની આશા છે.

માત્ર 10-12માં ધોરણનો અભ્યાસ જ ઑફલાઈન

રાજ્યના શિક્ષણ પ્રધાન વી. શિવંકુટ્ટીએ જણાવ્યું કે, કોરોનાને કારણે માત્ર ધોરણ 10થી 12માં જ ઑફલાઈન વર્ગો હશે, જ્યારે અન્ય તમામ વર્ગો ઑનલાઈન હશે. તેમણે એમ પણ કહ્યું કે શિક્ષકો અને નોન-ટીચિંગ સ્ટાફે દરરોજ શાળામાં આવવું જોઈએ. રાજ્યના સ્થાનિક સ્વરાજ્ય મંત્રી એમ.વી. ગોવિંદને સ્થાનિક સંસ્થાઓના અધિકારીઓને કોવિડ અસરગ્રસ્તોને તમામ સહાય પૂરી પાડવા જણાવ્યું હતું.

આ પણ વાંચો: વેક્સિન લીધા પછી પણ કોરોના પોઝિટિવ થશો તો Super immunity બનશે

g clip-path="url(#clip0_868_265)">