હિમાચલના કિન્નૌરમાં ભૂસ્ખલનથી પુલ તુટ્યો, 9 પ્રવાસીઓના મોત, 3 ઈજાગ્રસ્ત

આ દુર્ઘટના રવિવારે બપોરે 1.30 કલાકે બની હતી. સાંગલા-ચિતકુલ રોડ પર બાત્સેરી નજીક ખડકો પડ્યા હતા. સાંગલા તરફ જતો ટેમ્પો ટ્રાવેલર (એચઆર 55 એસી 9003) પણ તેની ઝપેટમાં આવી ગયો હતો.

હિમાચલના કિન્નૌરમાં ભૂસ્ખલનથી પુલ તુટ્યો, 9 પ્રવાસીઓના મોત, 3 ઈજાગ્રસ્ત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2021 | 5:17 PM

હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ભૂસ્ખલનને કારણે મોટો અકસ્માત સર્જાયો છે. જેમાં કુલ નવ પ્રવાસીઓના મોત નિપજ્યા છે.  પર્વત પરથી મોટા પથ્થરો પડવાને કારણે  ખીણ પરનો પુલ તૂટી ગયો હતો અને આ દુર્ઘટનામાં 9 પ્રવાસીઓનાં મોત નીપજ્યાં અને ત્રણ પ્રવાસી ઘાયલ થયા છે.

આ તમામ 9 પ્રવાસીઓ દિલ્હી-એનસીઆરના(Delhi-NCR) હતા અને કિન્નૌરમાં ફરવા આવ્યા હતા. મળેલી માહિતી મુજબ, આ અકસ્માત કિન્નૌરના સંગલ ખીણમાં બાત્સેરીના ગુન્સા નજીક થયો હતો.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

પર્વતો પરથી જ્યારે ખડકો પડી રહ્યા હતા, ત્યારે પ્રવાસીઓથી ભરેલું વાહન છિતકુલથી સાંગલી તરફ આવી રહ્યું હતું અને તે દરમિયાન જ તેમના વાહનો ઉપર પણ મોટા પથ્થરો પડવા લાગ્યા.

પ્રવાસીઓ કંઇક સમજી શકે ત્યાં સુધીમાં, તેમના વાહનો પથ્થરોથી સંપૂર્ણ દબાઈ ગયા હતા. નજીકમાં પાર્ક કરેલા વાહનોને પણ ખાસ્સું નુકસાન થયું હતું. આ દુર્ઘટનાનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ પણ થઈ રહ્યો છે.

બચાવ કામગીરી માટે હેલિકોપ્ટરની મદદ

અકસ્માત અંગેની માહિતી મળ્યા બાદ પોલીસ-પ્રશાસન ઘટના સ્થળે પહોંચી ગયું છે. કોંગ્રેસના ધારાસભ્ય જગતસિંહ નેગીએ આ અકસ્માત બાદ જણાવ્યું હતું કે, પહાડ પરથી પથ્થરો પડવાની ઘટના હજી પણ ચાલુ છે અને એટલા માટે બચાવ કામગીરીમાં મુશ્કેલી સર્જાય છે.

તેમણે કહ્યું કે આ દુર્ઘટના વિશેની માહિતી સરકારને આપવામાં આવી છે અને બચાવ કામગીરી ઝડપી બનાવવા હેલિકોપ્ટરની માંગ પણ કરવામાં આવી છે. ખાતરી મળી છે કે હેલિકોપ્ટર ટૂંક સમયમાં મોકલાઈ રહ્યું છે.

જાણવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના રવિવારે બપોરે 1.30 કલાકે બની હતી. સાંગલા-ચિતકુલ રોડ પર બાત્સેરી નજીક ખડકો પડ્યા હતા. સાંગલા તરફ જતો ટેમ્પો ટ્રાવેલર (એચઆર 55 એસી 9003) પણ તેની ઝપેટમાં આવી ગયો હતો. તેમાં કુલ 11 લોકો સવાર હતા. તેમાંથી 9 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

મળેલી માહીતી મુજબ આ દુર્ઘટનામાં મૃત્યું પામેલા પ્રવાસીઓની ઓળખ હજુ થઈ શકી નથી.તે બધા જુદા જુદા સ્થળોના છે.એકબીજાના પરિવાર અથવા સંબંધી નથી. 8 મુસાફરોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે એકનું હોસ્પિટલે લઈ જતા રસ્તામાં મોત નીપજ્યું હતું.આ દુર્ઘટનામાં એક સ્થાનિક નાગરિક પણ ઘાયલ થયેલ છે.

આ પણ વાંચો :  DANG : વધઇ અને સુબીર ખાતે બે ઇંચ વરસાદ, ગિરિમથક સાપુતારામાં પણ અવિરત વરસાદ

Latest News Updates

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">