70 વર્ષના વૃદ્ધે 1 કલાક સૂરજ સામે જોઈ બનાવ્યો નેશનલ રેકોર્ડ, સાથે આપી આ ચેલેન્જ

|

Nov 29, 2021 | 11:26 AM

70 વર્ષની ઉંમરે જ્યારે સામાન્ય રીતે લોકોની આંખોની રોશની ઓછી થવા લાગે છે, ત્યારે અનેક પ્રકારની બિમારીઓ ઘર કરી જાય છે, એ ઉંમરે રેકોર્ડ બનાવનાર એમ.એસ વર્મા કહે છે કે તેઓ છેલ્લા 20 વર્ષથી તેમના ગુરુની પ્રેરણાથી આ કરી રહ્યા છે.

70 વર્ષના વૃદ્ધે 1 કલાક સૂરજ સામે જોઈ બનાવ્યો નેશનલ રેકોર્ડ, સાથે આપી આ ચેલેન્જ
M.S Verma

Follow us on

શું તમે એક કલાક માટે નરી આંખે સૂર્ય (sun)ને જોઈ શકો છો? તમે તેને અશક્ય કહેશો. પરંતુ યોગીરાજ કૃષ્ણની નગરી મથુરા (Mathura)માં એક વ્યક્તિએ આવું કર્યું છે. મથુરામાં ડેપ્યુટી કમિશનર સેલ્સ ટેક્સના પદ પરથી નિવૃત્ત થયેલા 70 વર્ષીય એમ.એસ વર્મા (M.S Verma)એ આમ કરીને નવો રેકોર્ડ (National Record) બનાવ્યો છે.

 

તેઓએ એક કલાક સુધી આંખ મીંચ્યા વિના સૂર્ય તરફ જોયું. આ પછી પણ વર્માજીની આંખો સામાન્ય છે, તેમને કોઈ નુકસાન થયું નથી. તેમની આંખોની તપાસ કર્યા બાદ જિલ્લા હોસ્પિટલના ડોક્ટર સચિન શર્માએ પણ આ વાતની પુષ્ટિ કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

એક કલાક સુધી સૂર્યને જોવાના આ રેકોર્ડ દરમિયાન ગ્લોબલ રિસર્ચ ફાઉન્ડેશન (Global Research Foundation)ની ટીમ અને સરકારી ડોકટરો પણ હાજર હતા. આ સાથે સાહિત્યકારો અને રાજકીય લોકોએ પણ આ પ્રસંગે એમએસ વર્માને અભિનંદન પાઠવ્યા હતા.

 

70 વર્ષની ઉંમરે જ્યારે સામાન્ય રીતે લોકોની આંખોની રોશની ઓછી થવા લાગે છે ત્યારે અનેક પ્રકારની બિમારીઓ ઘર કરી જાય છે, એ ઉંમરે રેકોર્ડ બનાવનાર એમએસ વર્મા કહે છે કે તેઓ છેલ્લા 20 વર્ષથી તેમના ગુરુની પ્રેરણાથી આ કરી રહ્યા છે.

 

સૌ પ્રથમ તે દીવાની જ્યોત સાથે તેની આંખો મેળવવાની શરૂ કરી. પછી સુર્યને નરી આંખોથી જોવાની પ્રેક્ટિસ કરી અને હવે તે માત્ર એક કલાક માટે જ નહીં, પરંતુ ઘણા કલાકો સુધી આંખ જબકાવ્યા વિના સૂર્યને જોઈ શકે છે. રવિવારે પણ મોનિટરિંગ ટીમ એક કલાક પછી તેમને રોક્યા, નહીંતર તેઓ તેનાથી પણ વધુ સમય સુર્ય સામે જોઈ શકે છે.

 

એમએસ વર્માએ કહ્યું કે નેશનલ બાદ લોકો ગીનીસ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવવા માટે પ્રેરિત કરી રહ્યા છે. તેઓએ પડકાર ફેંક્યો કે દુનિયામાં કોઈપણ વ્યક્તિ ગમે ત્યારે, ગમે ત્યાં તેમની સાથે સ્પર્ધા કરી શકે છે. આ ક્રિયાને યોગની તાંત્રિક પ્રક્રિયા સાથે સંબંધિત ગણાવતા તેમણે તેને યોગી રાજ કૃષ્ણની કૃપા ગણાવી અને કહ્યું કે હવે તેઓ વિશ્વમાં મથુરાનું નામ રોશન કરશે. તેમણે કહ્યું કે આ એક કલાકનો રેકોર્ડ બનાવતા પહેલા 21 જાન્યુઆરી 2019ના રોજ પ્રદીપ બેલાગવીએ આંખ મીંચ્યા વિના 10 મિનિટ સુધી સૂર્યને સતત જોવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

 

આ પણ વાંચો: મરઘાં ઉછેરમાં એન્ટિબાયોટિક્સના ઉપયોગથી વધી રહ્યું છે જોખમ, સેવન કરનાર માટે છે જીવલેણ

આ પણ વાંચો: ગુલાબ, શાહીન બાદ વધુ એક વાવાઝોડુ દેશે દસ્તક, જાણો ક્યા ક્યા વિસ્તારમાં કરી શકે છે નુકસાન

Published On - 9:40 pm, Sun, 28 November 21

Next Article