તમિલનાડુમાં વરસાદની ઘટનામાં 5 મોત, મદ્રાસ હાઇકોર્ટે ચેન્નઇ કોર્પોરેશનની ઝાટકણી કાઢી, હજુ ત્રણ દિવસ વરસાદ થવાની આગાહી

|

Nov 09, 2021 | 4:09 PM

આગામી 24 કલાકમાં તમિલનાડુના 13 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપતાં યલો એલર્ટ જાહેર કર્યું છે. માછીમારોને 9 થી 12 નવેમ્બર દરમિયાન માછીમારી માટે દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

તમિલનાડુમાં વરસાદની ઘટનામાં 5 મોત, મદ્રાસ હાઇકોર્ટે ચેન્નઇ કોર્પોરેશનની ઝાટકણી કાઢી, હજુ ત્રણ દિવસ વરસાદ થવાની આગાહી
5-killed-in-rains-in-tamil-nadu-madras-high-court-slams-chennai-corporation-forecasts-three-more-days-of-rain

Follow us on

તમિલનાડુ( Tamil Nadu )માં વરસાદ(Rain) મોટી આફત લઇને આવ્યો છે. વરસાદ(Rain)ના કારણે તમિલનાડુમા જન જીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. તમિલનાડુ( Tamil Nadu )માં વરસાદ સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે અને 538થી વધુ કાચા ઘરોને ભારે નુકસાન થયું છે. વરસાદની સાથે વીજળી જવી, પાણી ભરાઇ જવા જેવી અન્ય મુસીબતો પણ લોકો પર આવી છે.

મદ્રાસ હાઈકોર્ટે ચેન્નઈ કોર્પોરેશનને વરસાદ દરમિયાન શહેરમાં પૂરને પ્રકોપ રોકવા લેવાયેલા પગલાંમાં નિષ્ફળતા માટે ચેતવણી આપી છે અને પૂછ્યું છે કે 2015ના પૂર પછી સત્તાવાળાઓ શું કરી રહ્યા હતા. જો રાજ્યમાં પાણી ભરાઈ જવાની સ્થિતિને કાબૂમાં લેવામાં નહીં આવે તો સુઓ મોટો પગલાં લેવાની પણ કોર્ટે ચેતવણી આપી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

હવામાન વિભાગનું એલર્ટ
હજુ તો તમિલનાડુમાં પૂરની સ્થિતિ વચ્ચે ઝઝુમી રહ્યા છે ત્યાં હવામાન વિભાગે વધુ ત્રણ દિવસ વરસાદ રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં મોટો ખતરો છે. આગામી 24 કલાકમાં ચક્રવાતી તોફાન અહીં પહોંચી શકે છે. આગામી 24 કલાકમાં તમિલનાડુના 13 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપતાં યલો એલર્ટ જાહેર કર્યું છે. તે જ સમયે, કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પ્રક્રિયા 11 નવેમ્બર સુધી ચાલુ રહી શકે છે.

કયા કયા સ્થળે એલર્ટ અપાયુ ?
ધિકારીઓએ સોમવારે અહીં જણાવ્યું હતું કે, રાજ્યના કેટલાક ભાગોમાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે નીલગીરી, કોઈમ્બતુર, ડિંડીગુલ, થેની, તેનકાસી અને તિરુનેલવેલી જિલ્લાઓને ‘અલર્ટ’ પર રહેવા જણાવ્યું છે અને માછીમારોને 9 થી 12 નવેમ્બર દરમિયાન માછીમારી માટે દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

વરસાદ થવાનું કારણ
એક બુલેટિનમાં હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આગામી 24 કલાક દરમિયાન દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને તેની આસપાસના વિસ્તારોમાં નીચા દબાણનું ક્ષેત્ર બનવાની ધારણા છે. તે 11 નવેમ્બરની સવાર સુધીમાં ઉત્તર તમિલનાડુના દરિયાકાંઠે પહોંચશે અને રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની ધારણા છે.

 

નદી-નાળા છલકાયા
તમિલનાડુમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં નદી-નાળાઓ છલકાઇ ગયા છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ જતા નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અવિવિધ જળાશયોના કેચમેન્ટ વિસ્તારોમાં વરસાદને કારણે વધારાનું પાણી છોડવાની સ્થિતિ સર્જાઈ છે.

વરસાદથી અન્ય આફતો આવી
વરસાદથી તમિલનાડુમાં નીચાણવાળા વિસ્તારોમાં બે ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ કરી દેવાયો. શહેરમાં ઓછામાં ઓછા 75 વૃક્ષો ધરાશાયી થયા હતા, જેની પાલિકાના કર્મચારીઓ દ્વારા સફાઈ કરવામાં આવી રહી છે.

પાણી નિકાલની કામગીરી
દક્ષિણ રેલવેએ જણાવ્યું હતું કે, ”વરસાદ અને પાણી ભરાવાને કારણે ચેન્નાઈ ઉપનગરીય વિસ્તારમાં 9 નવેમ્બરે લઘુત્તમ સેવાઓ ઉપલબ્ધ થશે. દરમિયાન, સરકારે જણાવ્યું હતું કે પાણી ભરાયેલા 290 વિસ્તારો પૈકી 59 વિસ્તારોમાં ભારે સાધનોનો ઉપયોગ કરીને પાણી ભરાયા હતા અને બાકીના 231 વિસ્તારોમાં પાણી દૂર કરવા માટે ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

રાહત શિબિરમાં હજારો લોકો
સરકારે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં ચેન્નાઈ, થેની અને મદુરાઈ જિલ્લામાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ચાર લોકોના મોત થયા છે. આ દરમિયાન 16 પશુઓના પણ મોત થયા હતા. અત્યાર સુધીમાં ચેન્નાઈમાં 48 રાહત શિબિરોમાં 1,107 લોકોને રાખવામાં આવ્યા છે અને કુલ 3,58,500 ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. અન્ય ઘણા જિલ્લાઓમાં પણ લોકોને રાહત શિબિરોમાં રાખવામાં આવ્યા છે અને તેમને ભોજન અને અન્ય પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ ખેડૂતોએ નવેમ્બર માસમાં કેળ, દાડમ, નાળીયેરી અને જામફળના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

આ પણ વાંચોઃ દિવાળી બાદ સૌરાષ્ટ્રમાં વધ્યા કોરોનાના કેસ, રાજકોટ જૂનાગઢ અને ભાવનગરમાં કુલ 11 કેસો સામે આવ્યાં

 

Next Article