AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oxygen Express Trains : 421 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનોએ દેશભરમાં 30 હજાર ટનથી વધારે ‘પ્રાણવાયુ’ પહોચાડ્યો

Oxygen Express Trains : દેશમાં કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન દેશભરની હોસ્પિટલોમાં મેડીકલ ઓક્સિજનની તંગીને પહોંચી વળવા રેલવે દ્વારા ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Oxygen Express Trains : 421 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનોએ દેશભરમાં 30 હજાર ટનથી વધારે 'પ્રાણવાયુ' પહોચાડ્યો
Oxygen Express Train, PHOTO : Reuters photo
| Updated on: Jun 13, 2021 | 7:31 PM
Share

Oxygen Express Trains : દેશમાં કોરોના વાયરસની બીજી લહેર (2nd Wave of Corona) દરમિયાન દેશભરની હોસ્પિટલોમાં મેડીકલ ઓક્સિજનની તંગીને પહોંચી વળવા રેલવે દ્વારા ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોરોના વિરૂદ્ધ લડાઈમાં ભારતીય રેલ્વે (Indian Railways) દ્વારા ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો મારફતે મેડીકલ ઓક્સિજન પહોચાડી તબીબી ક્ષેત્રને મોટી મદદ પુરી પાડી છે, અને સમય પર ઓક્સિજન મળવાથી એનેક લોકોના જીવ બચ્યા છે.

421 ટ્રેનો દ્વારા 30,000 ટન ઓક્સિજન સપ્લાય કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો (Oxygen Express Trains) દ્વારા 30 હજારથી વધુ મેટ્રિક ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પહોંચાડવામાં આવ્યો છે. રેલવે મંત્રાલય (Ministry of Railways) દ્વારા જાહેર કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યા અનુસાર, ભારતીય રેલ્વે અત્યાર સુધીમાં દેશના વિવિધ રાજ્યોમાં 1734 થી વધુ ટેન્કરમાં 20,182 મેટ્રિક ટન LMO પરિવહન કરી ચુકી છે. અત્યાર સુધીમાં કુલ 421 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનોએ તેમની યાત્રા પૂર્ણ કરી છે.

15 રાજ્યોમાં ઓક્સિજન પહોચાડવામાં આવ્યો આશરે 50 દિવસ પહેલા 24 એપ્રિલથી મહારાષ્ટ્રમાં 126 મેટ્રિક ટન ઓક્સિજનની ડિલિવરી સાથે ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનોની (Oxygen Express Trains) શરૂ થઈ હતી. રેલવે મંત્રાલય (Ministry of Railways) એ પોતાના નિવેદનમાં કહ્યું છે કે ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો દ્વારા દેશના 15 રાજ્યોમાં ઓક્સિજન રાહત પહોંચાડવામાં આવી છે. આ રાજ્યોમાં ઉત્તરાખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, તામિલનાડુ, હરિયાણા, તેલંગાણા, પંજાબ, કેરળ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને આસામનો સમાવેશ થાય છે.

ક્યાં રાજ્યમાં કેટલો ઓક્સિજન પહોચાડવામાં આવ્યો ? સત્તાવાર આંકડા મુજબ ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો (Oxygen Express Trains) દ્વારા સૌથી વધુ 5,7૨૨ મેટ્રિક ટન ઓક્સિજન દિલ્હી પહોંચાડવામાં આવ્યો.મહારાષ્ટ્ર 614 માં, ઉત્તરપ્રદેશમાં લગભગ 3797 મેટ્રિક ટન અને મધ્યપ્રદેશમાં 656 મેટ્રિક ટન ઓક્સિજન પૂરો પાડવામાં આવ્યો હતો.

આ ઉપરાંત હરિયાણામાં 2354, રાજસ્થાનમાં 98, કર્ણાટકમાં 3782, ઉત્તરાખંડમાં 320, તામિલનાડુમાં 4941, આંધ્રપ્રદેશમાં 3664, પંજાબમાં 225, કેરળમાં 513, તેલંગાણામાં 2972, ઝારખંડમાં 38, 480 MT ઓક્સિજન આસામ પહોંચ્યું છે.

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">