પ્રયાગરાજ પોલીસ શનિવારે મોડી રાત્રે અતીક અહેમદ અને અશરફને મેડિકલ તપાસ માટે મોતીલાલ નેહરુ મેડિકલ કોલેજ લઈ જઈ રહી હતી. આ દરમિયાન પોલીસ ફોર્સ અતીક અહેમદ અને અશરફ સાથે હાજર હતો. પોલીસ સુરક્ષા વચ્ચે મીડિયાકર્મીઓની એક ટીમ પણ અતીક અને અશરફ સાથે ચાલી રહી હતી.
આ દરમિયાન મીડિયા અતિક અહેમદ અને અશરફ સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે. મીડિયાના કેમેરા જોઈને અતીક અને અશરફ અટકી જાય છે અને વાત કરવાનો પ્રયાસ કરે છે. અતીકનો ભાઈ અશરફ મીડિયાના સવાલોના જવાબ આપી રહ્યો છે. દરમિયાન, સામેથી એક હુમલાખોરે અતીકના માથા પર પિસ્તોલ વડે પોઈન્ટ બ્લેંક ગોળી મારી હતી અને અતીક જમીન પર પડી જાય છે. આ પછી અશરફ કંઈક સમજી શકે તે પહેલા હુમલાખોરોએ અશરફને પણ ગોળી મારી દીધી.
જ્યારે અતીક અને અશરફ જમીન પર પડ્યા હતા. આ પછી ત્રણ હુમલાખોરોએ અતીક અહેમદ અને અશરફ પર લગભગ 18 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળીબાર કર્યા પછી, હુમલાખોરો નારા લગાવતા આત્મસમર્પણ કરે છે. પોલીસે ત્રણેય હુમલાખોરોની ધરપકડ કરી છે. લગભગ એક મિનિટની આ ઘટના દરમિયાન, ઘટનાસ્થળ પર લગભગ 10 પોલીસકર્મીઓ હાજર હતા. હુમલાની આ ઘટના રાત્રે લગભગ 10 વાગ્યે બની હતી, જે મીડિયાના કેમેરામાં કેદ થઈ હતી.
પ્રયાગરાજ પોલીસ કમિશનર રમિત શર્માએ કહ્યું, “અમે ઘટનાની તપાસ કરી રહ્યા છીએ. અત્યારે કંઈપણ કહેવું વહેલું છે. ધરપકડ કરાયેલા લોકોની હજુ પૂછપરછ કરવાની બાકી છે. રમિત શર્માએ જણાવ્યું કે અતીક અને અશરફને મેડિકલ માટે લાવવામાં આવી રહ્યા હતા. ત્રણ લોકો મીડિયા પર્સન તરીકે આવ્યા હતા અને અતીક અને અશરફ પર ફાયરિંગ કર્યું હતું, જેમાં અતીક અને અશરફ બંનેના મોત થયા હતા. પોલીસે ત્રણેય હુમલાખોરોને પકડી લીધા છે અને તેમની પૂછપરછ કરી રહી છે.
VIDEO | "Three people have been arrested," says Ramit Sharma (Commissioner of Police, Prayagraj). pic.twitter.com/ESZt0xtyTK
— Press Trust of India (@PTI_News) April 15, 2023
પોલીસે સ્થળ પરથી ત્રણ પિસ્તોલ, એક મોટરસાઇકલ, એક વીડિયો કેમેરા અને એક ન્યૂઝ ચેનલનો લોગો જપ્ત કર્યો છે. ત્રણેય હુમલાખોરો મીડિયા પર્સન તરીકે આવ્યા હતા અને ઘટનાને અંજામ આપ્યો હતો. તેણે પોતાનું ઓળખ પત્ર પણ ગળામાં લટકાવી દીધું હતું.
આ પણ વાંચો : Prayagraj : અતીક અહેમદ અને અશરફની હત્યા બાદ વિપક્ષના પ્રહાર, યોગીની અપીલ
પ્રયાગરાજમાં અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા બાદ યુપીના તમામ જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. બીજી તરફ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પૂર્વ સાંસદ અતીક અહેમદ, તેમના ભાઈ અશરફની હત્યાની તપાસ માટે ત્રણ સભ્યોના ન્યાયિક પંચની રચના કરી છે.