Prayagraj : અતીક અહેમદ અને અશરફની હત્યા બાદ વિપક્ષના પ્રહાર, યોગીની અપીલ
કોઈ પણ ઘટનામાં પક્ષ વિપક્ષ સામે આવવું એ સામાન્ય છે. અતીક અને અશરફની હત્યા બાદ ઉતરપ્રદેશમાં વિપક્ષે, યોગી સરકારની કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે. બીજી તરફ ઘટના બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. આઈપીએસ અધિકારીઓને વિવિધ સેકટરમાં સતર્ક રહેવાના આદેશ આપ્યા છે.
માફિયા ડોન અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની શનિવારે રાત્રે પ્રયાગરાજમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્યારે પોલીસ તેમને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ લઈ ગઈ હતી. અતીક અને અશરફની હત્યા બાદ વિપક્ષ યોગી સરકારની કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવી રહી છે. આ ઘટના બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. અતીક અહેમદ અને અશરફની હત્યા બાદ યુપી સરકાર સરકારની બેઠક પણ મળી હતી.
યુપીમાં હાઈ એલર્ટ
રાત્રે જ્યારે અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા થઈ આ બાદ સમગ્ર યુપીમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ યોગી સરકારે સમગ્ર રાજ્યમાં કલમ 144 લાગુ કરી દીધી છે. CM યોગી દ્વારા સ્પષ્ટ કહેવામા આવ્યું છે કે, અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
After Atiq Ahmed, Ashraf shot dead, police beef up security in UP
Read @ANI Story | https://t.co/7r1twoeOpz#AtiqAhmed #AtiqAhmedshotdead #UttarPradesh #UttarPradeshPolice #AshrafAhmed #AtiqueAhmed pic.twitter.com/6bZ9LdBA0K
— ANI Digital (@ani_digital) April 16, 2023
ત્રણ સભ્યોની ન્યાયિક તપાસ સમિતિની રચના
કાયદો અને વ્યવસ્થા જાળવવા શહેરમાં RAF અને PAC તૈનાત કરી દેવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સમગ્ર જિલ્લાને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. કહેવામ આવે છે કે અતીકની ખાસ પકડ ચકીય વિસ્તારમાં હતી જ્યાં પોલીસ આ વિસ્તાર પર કડક પેટ્રોલીંગ કરી રહી છે. રાજ્ય સરકારે અતીક અને અશરફની હત્યાની તપાસ માટે ત્રણ સભ્યોની ન્યાયિક તપાસ સમિતિની રચના કરી છે. આ ઘટના માટે યુપી પોલીસે 17 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે.
IPS અધિકારીઓને 14 સેકટરમાં સતર્ક રહેવાના નિર્દેશ
મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને ક્ષેત્રમાં સતર્ક રહેવાના નિર્દેશ આપ્યા છે. સામાન્ય જનતાને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેનું ધ્યાન રાખવા પણ કહેવામાં આવ્યું છે. તેમણે કહ્યું છે કે રાજ્યમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, અતીક અને અશરફની હત્યા કરનારા શૂટરોના નામ લવલેશ તિવારી, સની અને અરુણ મૌર્ય છે. અતીક અને અશરફને ગોળી માર્યા બાદ આ શૂટરોએ હાથ ઉંચા કરીને સરેન્ડર કરી અને પછી જય શ્રી રામના નારા લગાવ્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ તેણે હત્યા પાછળનો હેતુ મોટા માફિયા બનવું હોવાનું જણાવ્યું હતું.
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…