Delta Plus Variant: દેશમાં ચિંતાજનક 40 કેસો આવ્યા સામે, મહારાષ્ટ્ર-કેરળમાં સૌથી વધુ કેસ નોંધાયા

|

Jun 23, 2021 | 11:25 AM

ભારત એવા દસ દેશોમાંથી એક છે જ્યાં સુધી 'ડેલ્ટા પ્લસ' વેરિઅન્ટ મળી આવ્યા છે. તાજેતરમાં આવેલા અહેવાલો અનુસાર ભારતમાં 40 કેસ આ વેરિઅન્ટના મળી આવ્યા છે.

Delta Plus Variant: દેશમાં ચિંતાજનક 40 કેસો આવ્યા સામે, મહારાષ્ટ્ર-કેરળમાં સૌથી વધુ કેસ નોંધાયા
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

દેશમાં કોરોનાના નવા કેસ ઘટી રહ્યા છે. પરંતુ બીજી તરફ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટને કારણે રાજ્ય સરકારોની ચિંતા વધી રહી છે. તાજેતરમાં આવેલા અહેવાલો અનુસાર દેશમાં ‘ડેલ્ટા પ્લસ’ વેરિઅન્ટના અત્યાર સુધી 40 કેસ થઇ ગયા છે. રાજ્યોની વાત કરીએ તો ‘ડેલ્ટા પ્લસ’ વેરિએન્ટના વધુ કેસો મહારાષ્ટ્ર, કેરળ, અને તામીલનાડુમાં જોવા મળ્યા છે. સાથે જ મધ્યપ્રદેશમાં પણ ઘણા કેસ જોવા મળ્યા છે.

તબીબી નિષ્ણાતો કહે છે કે ડેલ્ટા પ્લસ એ ‘વેરિઅન્ટ ઓફ કન્સર્ન’ છે. હાલમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસો ફક્ત કેરળ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ત્રણ રાજ્યોમાં જ નથી. આ અન્ય રાજ્યોમાં પણ જોવા મળી રહ્યા છે, પરંતુ તે વેરવિખેર રીતે મળી રહ્યા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 21, મધ્યપ્રદેશમાં 6, કેરળમાં 3, પંજાબમાં 1, તમિળનાડુમાં 3 અને આંધ્રપ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને પંજાબમાં 1-1 દર્દીઓ મળી આવ્યા છે.

ડેલ્ટા પ્લસ ચિંતાજનક વેરિઅન્ટ

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ભારત એવા દસ દેશોમાંથી એક છે જ્યાં સુધી ‘ડેલ્ટા પ્લસ’ વેરિઅન્ટ મળી આવ્યા છે. જ્યારે ‘ડેલ્ટા વેરિઅન્ટ’ 80 દેશોમાં મળી આવ્યા છે. ભારતીય સાર્સ CoV-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) એ અહેવાલ આપ્યો છે કે ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ હાલમાં ચિંતાજનક વેરિઅન્ટ (VOC) છે. આ વેરિઅન્ટ ઝડપી પ્રસાર થાય છે, અને ફેફસાની કોશિકાઓના રીસેપ્ટરને મજબૂત રીતે ચોંટી જાય છે. તેમજ ‘મોનોક્લોનલ એન્ટિબોડી’ માં સંભવિત ઘટાડો પણ થાય છે.

કયા કયા દેશમાં મળ્યો આ વેરિઅન્ટ

ભારત સિવાય અમેરિકા, બ્રિટન, પોર્ટુગલ, સ્વિટ્ઝર્લેન્ડ, જાપાન, પોલેન્ડ, નેપાળ, ચીન અને રશિયામાં કોરોના વાયરસનો ‘ડેલ્ટા પ્લસ’ વેરિઅન્ટ જોવા મળ્યો છે. ભારત સિવાય ડેલ્ટા પ્લસ વેરિયન્ટ વધુ નવ દેશોમાં મળી આવ્યો છે. આરોગ્ય મંત્રાલયે જાહેર આરોગ્ય પ્રતિસાદ અંગેની સલાહ આપી છે કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને કેરળએ આ મુદ્દે પહેલ શરૂ કરવી જોઈએ.

 

આ પણ વાંચો: ખુશખબર: સપ્ટેમ્બર સુધી 2 વર્ષથી મોટા બાળકોને મળી શકે છે કોવેક્સિન, જાણો AIIMS ના ચીફ ડો. ગુલેરિયાએ શું કહ્યું

આ પણ વાંચો: UN માં પાકિસ્તાનની ઈજ્જતના કાંકરા, ભારતે પૂછ્યા એવા સવાલ જે તેણે સપનામાં પણ નહીં વિચાર્યું હોય

Next Article