ખુશખબર: સપ્ટેમ્બર સુધી 2 વર્ષથી મોટા બાળકોને મળી શકે છે કોવેક્સિન, જાણો AIIMS ના ચીફ ડો. ગુલેરિયાએ શું કહ્યું

બાળકોની વેક્સિનને લઈને સારા સમાચાર આવી રહ્યા છે. ડોક્ટર ગુલેરિયાએ જણાવ્યું કે, ટ્રાયલના ડેટા આવ્યા બાદ સપ્ટેમ્બર મહિનામાં બાળકો માટેની કોવેક્સિનને મંજૂરી મળવાની આશા છે

ખુશખબર: સપ્ટેમ્બર સુધી 2 વર્ષથી મોટા બાળકોને મળી શકે છે કોવેક્સિન, જાણો AIIMS ના ચીફ ડો. ગુલેરિયાએ શું કહ્યું
Covaxin (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2021 | 10:09 AM

ભારતમાં વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે. હમણા જ ભારતે બીજી લહેરનો કહેર નજર સમક્ષ જોયો. આવામાં ત્રીજી લહેર આવવાની સંભાવનાઓ પણ જતાવવામાં આવી રહ્યી છે. રિપોર્ટ અનુસાર ત્રીજી લહેર બાળકો માટે વધુ ચિંતાજનક સાબિત થવાની સંભાવના છે. ઘણા નિષ્ણાતોના માટે ત્રીજી લહેરની સૌથી વધુ અસર બાળકો પર પડશે. આ વચ્ચે દેશમાં બાળકોને કોરોનાથી બચાવવા માટે વેક્સિન જરૂરી છે. અને આ વેક્સિનનું ટ્રાયલ જોરોશોરોથી ચાલી રહ્યું છે.

આ બાબતે AIIMS ના ડાયરેક્ટર ડો રણદીપ ગુલેરિયાએ જણાવ્યું છે કે, કોવેક્સિન સપ્ટેમ્બર સુધીમાં 2 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે દેશમાં ઉપલબ્ધ થઈ જશે. ડોક્ટર ગુલેરિયાએ ખાનગી સમાચાર સંસ્થાને જણાવ્યું કે ટ્રાયલના બીજા અને ત્રીજા તબક્કાના પત્યા બાદ બાળકો પર કોવેક્સિનની અસરનો ડેટા સપ્ટેમ્બર મહિનામાં આવશે.

ડોક્ટર ગુલેરિયાએ જણાવ્યું કે, ટ્રાયલના ડેટા આવ્યા બાદ એ જ મહિનામાં વેક્સિનને મંજૂરી મળવાની આશા છે. તેમણે કહ્યું કે ભારતમાં ફાઈઝર-બાયોએન્ટેકની વેક્સિનને ગ્રીન સિગ્નલ મળી જાય છે તો તે પણ બાળકોની વેક્સિન માટે એક વિકલ્પ હશે.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

તમને જણાવી દઈએ કે 12 મેના રોજ DCGI એ ભારત બાયોટેકને 2 વર્ષથી વધુ ઉંમરના બાળકો પર કોવેક્સિનના ફેઝ 2, ફેઝ 3 ટ્રાયલ્સની મંજૂરી આપી હતી. દિલ્હી એઇમ્સે 7 જૂનથી બાળકો પર રસીનું ટ્રાયલ શરુ કરી દીધું છે.

ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે તેમની પાસે એવું માનવાનું કોઈ કારણ નથી કે આવનારી લહેરમાં બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત થશે. તેમણે કહ્યું કે અત્યારે પણ દેશમાં બાળકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો ચેહ, અને તેઓએ વેક્સિન ન લીધી હોવા છતાં તેમને કેટલીક માત્રામાં પ્રાકૃતિક સુરક્ષા મળી છે. તેમણે કહ્યું કે જ્યારે પણ બાળકો પરીક્ષણ માટે આવે છે ત્યારે અમે તેમનામાં એન્ટીબોડી જોઈ શકીએ છીએ.

તમને જણાવી દઈએ કે નવી દિલ્હી એઈમ્સ અને ડબ્લ્યુએચઓ દ્વારા કરવામાં આવેલા અધ્યયનમાં બાળકોમાં ઉચ્ચ સિરો પોઝિટિવિટી મળી છે. આ અભ્યાસના પ્રારંભિક તારણો સૂચવે છે કે કોવિડ ચેપની ત્રીજી તરંગ બાળકોને અન્ય કરતા વધુ અસર કરી શકશે નહીં.

આ પણ વાંચો: UN માં પાકિસ્તાનની ઈજ્જતના કાંકરા, ભારતે પૂછ્યા એવા સવાલ જે તેણે સપનામાં પણ નહીં વિચાર્યું હોય

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">